છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.
– ચિનુ મોદી

હાસ્યમેવ જયતે : ૦૨ : ઊંદર બનીને આવો ! – ડૉ બટુકરાય પંડયા

બરડાને છે તમન્ના, હંટર બનીને આવો,
ઘાયલ જીગરને કરવા, ખંજર બનીને આવો !

આવ્યા શું ? જાઓ છો’શું ? મહેફિલ તો છે અધૂરી,
આવો તો કોક વેળા ગુંદર બનીને આવો !

આ મોંઘવારીમાં પણ દાણા મફત મળે છે,
કિન્તુ એ એક શરતે, ઊંદર બનીને આવો !

જન્મ્યા વગરના બાળક ! તમને શી રીતે કહેવું ?
અહીંયા છે માપબંધી, નંબર બનીને આવો !

ડેમોક્રસીમાં નેતા ફરિયાદીને કહે છે,
કાં તો સભા ભરો કાં ટીંગર બનીને આવો !

મોઢામાં વાસ આવે તો પણ ગુનો બને છે,
આ ડ્રાઈ-એરિયા છે, ટિંચર બનીને આવો !

પથ્થરોની ઠોકરોથી મારી મજલ ન અટકી,
અટકાવવા ચહો તો ડુંગર બનીને આવો !

રાત્રે ઉજાગરા ને દિનભર કરે ઢસરડા,
દુર્ભાગી શાયરોને નીંદર બનીને આવો !

– ડૉ બટુકરાય પંડયા

ત્રીજો શેર જુઓ….ક્લાસિક વ્યંગ.

4 Comments »

  1. Prahladbhai Prajapati said,

    December 7, 2020 @ 8:45 AM

    વ્ય્ન્ગ સ્ભર વેદ ના નિ ર્જુઆત

  2. pragnajuvyas said,

    December 7, 2020 @ 10:49 AM

    ડૉ બટુકરાય પંડયાની હાસ્યકવિતાની રમુજથી મરક મરક
    ડેમોક્રસીમાં નેતા ફરિયાદીને કહે છે,
    કાં તો સભા ભરો કાં ટીંગર બનીને આવો !
    ભારત અને અમેરિકા જેવાની ડેમોક્રસીમા અનુભવાયેલી વાતની રમુજ!
    મોઢામાં વાસ આવે તો પણ ગુનો બને છે,
    આ ડ્રાઈ-એરિયા છે, ટિંચર બનીને આવો !
    ગુજરાત જેવા ડ્રાય એરિયા ની હાલત અંગે રમુજી વાત

  3. Dhaval Shah said,

    December 8, 2020 @ 9:43 PM

    બરડાને છે તમન્ના, હંટર બનીને આવો,
    ઘાયલ જીગરને કરવા, ખંજર બનીને આવો !

    આવ્યા શું ? જાઓ છો’શું ? મહેફિલ તો છે અધૂરી,
    આવો તો કોક વેળા ગુંદર બનીને આવો !

    આ મોંઘવારીમાં પણ દાણા મફત મળે છે,
    કિન્તુ એ એક શરતે, ઊંદર બનીને આવો !

    – સરસ્!

  4. Hatim said,

    January 6, 2021 @ 9:14 AM

    સુંદર રજુઆત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment