બે જ મિસરામાં કહી શકાય નહીં,
જિંદગી છે, કોઈ અશઆર નથી.
વિવેક મનહર ટેલર

મિજાજ બદલું છું – રાજેન્દ્ર શુક્લ

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે, પણ અવાજ બદલું છું.

રમતરમતમાં હું રસ્મો-રિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.

સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું.

પ્રજળતું કૈંક રહે છે હંમેશા હોઠો પર,
કદીક શબ્દ, તો ક્યારેક સાજ બદલું છું.

સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી,
દરદ બદલતું નથી, તો ઈલાજ બદલું છું.

– રાજેન્દ્ર શુક્લ

લયસ્તરો પર આજે ફરી એકવાર જૂનું એ સોનું! રા.શુ.ની આ બહુખ્યાત અને સુવાંગ સુંદર ગઝલ આજ સુધી લયસ્તરોના નિધિમાં હતી જ નહીં એ લયસ્તરોનું જ દુર્ભાગ્ય ગણાય.

12 Comments »

  1. Ramesh Maru said,

    July 12, 2025 @ 11:27 AM

    વાહ…

  2. Nirja parekh said,

    July 12, 2025 @ 11:33 AM

    વાહ.. તુફાનને બદલે તોફાન હોત તો હજુ વધારે જામત..મક્તા to જબરજસ્ત… દરદ બદલતું નથી તો ઇલાજ બદલું છું..વાહ
    નીરજા

  3. Shailesh Gadhavi said,

    July 12, 2025 @ 11:35 AM

    👏👏👏

  4. વિવેક said,

    July 12, 2025 @ 12:12 PM

    @ નીરજા પારેખ:

    છંદ જાળવવા માટે…
    તુફાન લગાલ
    તોફાન ગાગાલ

    પણ આપની વાત સાચી છે. રા.શુ.એ વ્રજભાષા અને ખડીબોલીમાં પણ ઘણી રચના આપી છે. એમનું ભાષાકર્મ અને ભાષા સાથેની ક્રીડા પણ અદભુત છે, પણ આ રચનાની ભાષા સાથે તુફાન શબ્દ વિસંગત અનુભવાય છે એય સાચું.

  5. Aasifkhan Pathan said,

    July 12, 2025 @ 12:57 PM

    વાહ કયાબાત
    વાહ ગઝલ

  6. Poonam said,

    July 12, 2025 @ 7:14 PM

    પ્રજળતું કૈંક રહે છે હંમેશા હોઠો પર,
    કદીક શબ્દ, તો ક્યારેક સાજ બદલું છું. (Sadhu chalta bhala )
    – રાજેન્દ્ર શુક્લ – 🙏🏻

  7. Varij Luhar said,

    July 12, 2025 @ 11:37 PM

    વાહ જ કહેવી પડે

  8. અસ્મિતા શાહ said,

    July 13, 2025 @ 8:07 AM

    વાહ….શું અશક્ય? જીગરમાં જોમ તો !

  9. Hiren K Mungla said,

    July 13, 2025 @ 12:02 PM

    અદ્ભુત

  10. Lata Hirani said,

    July 13, 2025 @ 5:38 PM

    અદભૂત રચના.. ફરી ફરીને પણ વાંચવી ગમે જ.
    લતા હિરાણી
    kavayvishva.com

  11. Sejal Desai said,

    July 17, 2025 @ 4:26 PM

    વાહ

  12. Shailesh kalariya said,

    July 28, 2025 @ 12:07 AM

    વાહ, રાજેન્દ્ર શુક્લની ગઝલે મિજાજ બદલી નાખ્યો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment