પોટલાં ક્યારેય ઊંચક્તો પવન ?
બોજને બાળી-પ્રજાળીને ઊડો.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

કીડા – કમલા દાસ (અનુ. વિવેક મનહર ટેલર)

સૂર્યાસ્ત ટાણે, નદીકિનારે, કૃષ્ણે
એને આખરી વાર પ્રેમ કર્યો અને જતા રહ્યા…
એ રાતે એના પતિના બાહુપાશમાં, રાધા એટલી
મૃતપ્રાય લાગતી હતી કે પેલાએ પૂછ્યું, શું થયું?
મારાં ચુંબનોથી તને કોઈ તકલીફ છે, વહાલી? અને તેણીએ કહ્યું,
ના, જરાય નહીં, પણ વિચાર્યું, શું ફરક
પડે છે લાશને, જો કીડાઓ એને ફોલી ખાય?

– કમલા દાસ

છરી માખણમાં ઊતરી જાય એમ વાંચતાની સાથે સઘળી સંવેદનાઓ ચીરીને છે..ક આપણી ભીતર ઊતરી જાય એવું અદભુત પ્રેમકાવ્ય! સર્વાંગ સમર્પણની ચરમકોટિ અને વિરહની વેદનાની પરાકાષ્ઠાને આ રચના એકસમાન સ્પર્શે છે! વિશેષ કંઈ પણ લખવું એ આ કવિતાનું અવમૂલ્યન કરવા બરાબર છે…

The Maggots

At sunset, on the river ban, Krishna
Loved her for the last time and left…
That night in her husband’s arms, Radha felt
So dead that he asked, What is wrong,
Do you mind my kisses, love? And she said,
No, not at all, but thought, What is
It to the corpse if the maggots nip?

Kamala Das

19 Comments »

  1. Dr. Rajal said,

    December 24, 2020 @ 6:53 AM

    ખૂબ સુંદર રચના👍

  2. Dr. Rajal said,

    December 24, 2020 @ 6:53 AM

    સુંદર રચના👍

  3. Neha said,

    December 24, 2020 @ 6:53 AM

    સુંદર કવિતા..

  4. Dr. Rajal said,

    December 24, 2020 @ 6:53 AM

    અતિસુંદર👍

  5. Dr. Rajal said,

    December 24, 2020 @ 6:54 AM

    ખૂબ જ સરસ

  6. Harihar Shukla said,

    December 24, 2020 @ 6:56 AM

    લીસ્સું લીસ્સું માખણ અને તીક્ષ્ણ તીક્ષ્ણ છરી 👌

  7. Hiteshkumar 'Tapsvi' said,

    December 24, 2020 @ 6:56 AM

    વાહ ક્યાં બાત હૈ… ખરેખર અદભુત… 👌🏻

  8. કિશોર બારોટ said,

    December 24, 2020 @ 6:56 AM

    નિઃશબ્દ થઈ જવાયું.

  9. Hiral Vyas said,

    December 24, 2020 @ 7:01 AM

    અપ્રિતમ.

  10. Dilip Chavda said,

    December 24, 2020 @ 7:15 AM

    વાહ વાહ ને બસ વાહ
    ઉમદા અભિવ્યક્તિ

  11. પૂર્વી said,

    December 24, 2020 @ 7:26 AM

    થોડામાં ઘણું બધુ
    વેદનાની અભિવ્યક્તિ ફક્ત એક પંક્તિમાં 👌👌

  12. Prahladbhai Prajapati said,

    December 24, 2020 @ 8:16 AM

    સુપેર્બ્

  13. Pravin Shah said,

    December 24, 2020 @ 9:23 AM

    રાધા જો પરણેલી હતી તો ક્રુષ્ણ અને રાધાના સ્ંબન્ધ્ને કેવો ગણવો ?

  14. pragnajuvyas said,

    December 24, 2020 @ 10:25 AM

    અદભુત પ્રેમકાવ્ય!

  15. પ્રેમ કમલ said,

    December 24, 2020 @ 2:09 PM

    . કવિતાના અત્યારના પ્રચલન પ્રમાણેનું સાવ સામાન્ય કાવ્ય લાગ્યું
    કવયિત્રીના માનસમાં દૈહિક સંબંધથી આગળ ને અનોખા સંબંધની શક્યતાનો કોઈ કન્સેપ્ટ જ નથી.
    આવા લોકો ( રીપીટ – લોકો , નહીં કે સર્જકો) પોતાના મનની ચિત્તની ક્ષુદ્રતા તુચ્છતાનું પ્રતિબિંબ કાવ્યમાં પાડે ત્યાં સુધી તો ઠીક, પણ એને ચેતસિક રીતે ઉચ્ચ અને જાગ્રત વિભૂતિઓમાં આરોપિત કરીને એક પ્રકારનો વિકૃત આનંદરસ લે છે તથા એને માન્ય ઠરાવી સ્થાપિત કરવા કોશિષ કરે છે.

  16. Himanshu Trivedi said,

    December 24, 2020 @ 5:57 PM

    Well, for the writer, it is the expression.
    Who is the victim if we actually look at the poem beyond the emotional issues…In my humble view, the victim is the husband and husband’s feelings and how the husband (being the only unnamed character beyond Krishan and Radha) is responsible for the situation and how does he become an insect or a person who is so lowly that he is eating up a dead body!? Or whether Radha’s expressions say that Krushna/Krishna was also the one who fell into the same category!?

    It looks nice on the surface of expressions by taking the name(s) of Radha / Krishna etc. – but actually, in real life, when does ‘sex’ by itself become a ‘pure joy’!? When there is also the mental stimulus, otherwise, it is a physical animal act and anyone can be comparing that with anything, including ‘શું ફરક
    પડે છે લાશને, જો કીડાઓ એને ફોલી ખાય?’ – and the question will remain, whose body is the dead body!?

  17. Poonam said,

    December 24, 2020 @ 11:17 PM

    Nagan Vastvikta…

    Waah !

  18. Maheshchandra Naik said,

    December 25, 2020 @ 12:49 AM

    સરસ,સરસ,પ્રેમની અભિવ્યક્તિ……..

  19. Aasifkhaan said,

    December 29, 2020 @ 12:11 AM

    વાહ ક્યાબાત સુંદર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment