રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!
‘અગન’ રાજ્યગુરુ

દીવો થયો નહીં – ભગવતીકુમાર શર્મા

ફેલાઈ ગઈ’તી રાત, પણ દીવો થયો નહીં,
મેં આદરી’તી વાત, પણ દીવો થયો નહીં.

નભ-માંડવેથી કોઈ સમેટી રહ્યું હતું,
તારાઓની બિછાત, પણ દીવો થયો નહીં.

વેળા થઈતી મંગળા દેવારતીની લ્યો !
મ્હોર્યું’તું પારિજાત, પણ દીવો થયો નહીં.

અજવાળું વાટ જોતું હતું ઘરની આડશે,
ધાર્યું કરી શકાત, પણ દીવો થયો નહીં.

મનમાં તો ભાવ, શબ્દ અને લયનો હણહણાટ,
નક્કી ગઝ્લ લખાત, પણ દીવો થયો નહીં.

–ભગવતીકુમાર શર્મા

ઈશ્વરે તો સઘળું દીધું, મારામાં પાત્રતા નો’તી…..

6 Comments »

  1. saryu parikh said,

    May 27, 2020 @ 9:51 AM

    અંતરમાં એકવાર અજવાળું થાય તો જ બધું નિર્મળ દેખાય સરસ રચના.
    સરયૂ પરીખ્

  2. pragnajuvyas said,

    May 27, 2020 @ 11:32 AM

    સુંદર ગઝલ
    અને
    રદિફ પણ નવો જણાયો…
    અજવાળું વાટ જોતું હતું ઘરની આડશે,
    ધાર્યું કરી શકાત, પણ દીવો થયો નહીં.
    અદભુત…
    સંતવાણીનો જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ કે યોગમાર્ગ તેની પાત્રતા-લાયકાત વગર પામી શકાય નહિ. પાત્રમાં સ્થિરતા, સમજ અને અગમભેદને ઝીલવાની તાકાત હોવી જોઈએ. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે કે –. ‘કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને. સમજીને…
    મા ભગવતીકુમાર શર્મા શબ્દસ્વભાવ એમણે પ્રતિજ્ઞાપત્રની જેમ લખી મૂકેલો…
    “દીવાની જેમ ધીમે ધીમે બુઝાઈ જઈશ,
    અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.”એમણે કદી અણધારી વિદાય ક્યાંયથીય નથી લીધી.

  3. Prahladbhai Prajapati said,

    May 27, 2020 @ 7:41 PM

    સ્ર્સ્

  4. Pravin Shah said,

    May 28, 2020 @ 9:29 AM

    અજવાળું રાહ જોતું હતું, પણ એ પામવાની અમારી પાત્રતા કેટલી?

  5. લલિત ત્રિવેદી said,

    May 28, 2020 @ 11:37 AM

    સરસ ગઝલ

  6. હરિહર શુક્લ said,

    May 28, 2020 @ 10:32 PM

    ઓહો!💐

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment