(લાગે છે) – હરીશ ઠક્કર
ચાલ જ્યારે ઉડાન લાગે છે
પગ તળે આસમાન લાગે છે
સાંજ પડતાં દિવસ થયો ઘરડો
રાત આખી જવાન લાગે છે
આપણા હાથમાં હલેસા છે
પણ પવનનું સુકાન લાગે છે
સ્વાદ નહિ ચાખે એ સફળતાનો
એનાં મોંમાં જબાન લાગે છે
ભાગ્યમાં કેમ માનતો નથી એ ?
આદમી ભાગ્યવાન લાગે છે.
બાપ છે એ બધાનો, ક્યાં ના છે ?
આપણો ઓરમાન લાગે છે.
– હરીશ ઠક્કર
સરળ બાની અને ઉત્તમ ગઝલ હરીશ ઠક્કરની ઓળખ છે. અને પ્રસ્તુત રચના એની ભરપૂર ચાડી ખાય છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે…
Kajal kanjiya said,
March 27, 2020 @ 8:54 AM
Wahhh
Nitin goswami said,
March 27, 2020 @ 9:27 AM
વાહ
pragnajuvyas said,
March 27, 2020 @ 11:55 AM
સંઘેડાઉતાર ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય. સુશ્રુત સંહિતા’ ના લેખક અને ‘ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે’ જેવી હેલ્થ ટીપ આપતા ડૉ. હરીશ ઠક્કર ને ગઝલ પઠન કરતા સાંભળવા એક લ્હાવો છે.માણો
1:35:41
Dr Harish Thakkar nu KavyPathan Dt. 25-6-2017 – YouTubewww.youtube.com › watch- Translate this page
Video for હરીશ ઠક્કર ડૉ.
Aasifkhan said,
March 28, 2020 @ 1:06 AM
Vaah
Khub saras
Dr Sejal Desai said,
March 29, 2020 @ 2:03 AM
ખૂબ સરસ અને સરળ ગઝલ
Prahladbhai Prajapati said,
March 29, 2020 @ 12:50 PM
સુન્દર્