ટ્રેન ચૂકી ગયાં હોઈએ તે પછી
કોઈ પણ સ્ટેશને ક્યાં સુધી બેસવું
ભરત વિંઝુડા

બુઢાપો – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

સાથીઓ
રાહ ન જોતા મારી,
દિવસ ઢળવા આવ્યો છે,
નીકળી પડો.

મને લાગશે થોડો સમય,
હું તમારી જેટલો નિરાવરોધ નથી.
જો હું ક્યાંક બેસીશ તો પછી
મારા તનમાંથી ફૂટી નીકળશે ડાળખી
અને પગમાંથી ફૂટશે મૂળિયાંઓ.
પછી તમે ચપટી વગાડશો
ને હું તરત નીકળી શકીશ નહીં.

માટે, સાથીઓ, ચાલવા માંડો
મારી રાહ જોયા વગર.
મને મોડું થશે.

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

લગભગ છએક દાયકાઓ પહેલાં લખાયેલી રચના આજેય જેવી તરોતાજા લાગે છે! શરીરમાંથી ડાળ-મૂળ ફૂટી નીકળવાની અભિવ્યક્તિ આજે પણ આધુનિક લાગે છે. વૃદ્ધાવસ્થાને સહજપણે સ્વીકારી સાથીઓ પર બોજ ન બનવા માંગતા કથકની આ વાત વાંચતાં જ સ્પર્શી જાય છે.

2 Comments »

  1. Kaja kanjiya said,

    March 6, 2020 @ 2:36 AM

    વાહહહ

  2. pragnajuvyas said,

    March 6, 2020 @ 11:26 AM

    સ્વ.નીરેન્દ્રનાથ ચક્રવર્તી ૨૫ ડીસેંબર ૨૦૧૮ને દિને ૯૪ વર્ષે ગુજરી ગયા ત્યાં સુધી તેમણે કાવ્યો પ્રગટાવ્યા ! આ ‘બુઢાપો’ અછાંદસનો જૂનાગઢના તબીબ-કવિમિત્ર ઉર્વીશ વસાવડાએ સ રસ અનુવાદ કર્યો.આ સાથે આ અછાંદસનુ બંગાળી અને અંગ્રેજી અછાંદસ મળે તો માણવાની વધુ મઝા આવે. અમારા જેવા સૂર્યાસ્ત અડી શકાય એટલો પાસે લાગે તેવા આઠમા દશકામા પહોંચાલે તો ડૉ વિવેકજીનો આસ્વાદ ‘વૃદ્ધાવસ્થાને સહજપણે સ્વીકારી સાથીઓ પર બોજ ન બનવા માંગતા કથકની આ વાત વાંચતાં જ સ્પર્શી જાય છે’ પ્રેરણાદાયી પણ લાગે છે.
    યાદ આવે કવિ અશોકજી ની
    છંદ= રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
    ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
    ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન ની ગઝલ એક બુઢાપો
    ખ્વાબમાં આવી અમીરી નિત્ય નવ ઈચ્છા કરે,
    સત ગરીબીની કહાની ખાલીખમ ખિસ્સા કરે.

    પાઇપાઈ જોડતાં ખુશહાલ એ માબાપના,
    ભાગ પાડી દીકરા સગવડ મુજબ હિસ્સા કરે.

    છાંયડો, એકાંત, ઉપવન, બાંકડો સાથે મળી-
    ત્યક્તકર્મા; નિત્ય એકલતા અહીં ઘિસ્સા કરે.

    નિત્ય ભ્રમણાની કરે પંપાળ સપનું આવતાં,
    એક ઘડપણ આમ મીઠા સ્વપ્નને લિસ્સા કરે.

    એક યુવાની કર્મના પૈડાં તળે કચડાઈ ગઇ,
    એક બુઢાપો બાળપણની યાદના કિસ્સા કરે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment