ગમ્મે તેવું મોટું હો પણ,
નામ વગરની હોય નનામી.
અંકિત ત્રિવેદી

એવા હાલ પર આવી ગયા – અનિલ ચાવડા

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.

એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.

– અનિલ ચાવડા

3 Comments »

  1. ketan said,

    November 7, 2019 @ 7:38 AM

    સુન્દર્

  2. vimala Gohil said,

    November 7, 2019 @ 9:57 PM

    “એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે,
    તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.”

  3. Yogesh Shukla said,

    November 11, 2019 @ 9:51 PM

    એક એક શેર દમદાર ,
    મઝા આવી ગઈ ,,,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment