નથી જામતી એક બે અશ્રુઓમાં,
અમારી પીડાઓ સવિસ્તર લખાવો.
સુધીર પટેલ

(પછી) – હિમલ પંડ્યા

સાચવી, સમજી-વિચારીને પછી,
મેંય મૂકી જીદ હારીને પછી.

ખૂબ પસ્તાવાનું થાતું હોય છે,
કોઈને પોતાનું ધારીને પછી.

તૂટતા સપનાને જોવાનું, અને –
બેસવાનું મનને મારીને પછી.

એ નજરને ફેરવી નીકળી ગયાં!
ખૂબ સમજાવી મેં બારીને પછી.

લાગશે, હળવાશ નક્કી લાગશે
કાંચળી જૂની ઉતારીને પછી.

જિંદગીને મેંય અપનાવી લીધી,
આંસુઓ બે-ચાર સારીને પછી.

– હિમલ પંડ્યા

સહજ ભાષામાં જે વાત ગઝલ કરી શકે છે, એ વિદ્વત્તાસભર વાણી ઘણીવાર કરી નથી શકતી. આ ગઝલ એનું ઉત્તમ ઉદાહરણ છે. બધા જ શેર સરળ ભાષામાં ગહન વાત કરે છે…

3 Comments »

  1. vimala Gohil said,

    September 23, 2019 @ 7:25 PM

    “લાગશે, હળવાશ નક્કી લાગશે
    કાંચળી જૂની ઉતારીને પછી.”

  2. MAHESHCHANDRA THAKORLAL NAIK said,

    September 23, 2019 @ 11:28 PM

    સરસ હળવી ફુલ જેવી સહજ શબ્દોમા ઘણુ બધુ કહેતી ગઝલ
    કવિશ્રીને અભિનદન…..આપનો આભાર…..

  3. yogesh shukla said,

    September 26, 2019 @ 11:02 AM

    પહેલો શેર અને અંતિમ શેર લાજવાબ ,,,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment