આકાર ગઝલ – હિમલ પંડ્યા
ઓગળીને!
કે બળીને!
આપણે જઈશું અહીંથી,
એક સપનું થઈ, ફળીને!
એકલો થઈ જાઉં મેળામાંય હું તો ;
ને નજર શોધે તને ટોળે વળીને!
છે પથારીવશ, પરંતુ એક ઈચ્છા છે હજુ યે,
જે પુરાવે છે હયાતી રોજ થોડું સળવળીને!
એક ડગલું પણ ભરાશે ત્યાં જ વહેતી થઈ જવાની લાખ વાતો!
પણ બધી યે વાત કાઢી નાખ બીજા કાનમાંથી, સાંભળીને!
થાય એવું કે હવે હું પાંખ ફફડાવી, ઊડીને ક્યાંક નીકળી જાઉં આઘે!
થાય એવું પણ પછી કે શું કરીશું આ મજાના પિંજરેથી નીકળીને?
છો અહીં દુઃખ-દર્દ-પીડા ને ઉદાસી-આંસુઓ-અવહેલના હો!
પણ ઘણું એવું છે જેને કારણે જીવાય છે સઘળું ગળીને!
ખૂબ સ્હેલું છે નીકળવું પણ જો ત્યાં ફાવે નહિ તો?
આવવા મળશે ખરું ત્યાંથી ફરી પાછા વળીને?
પામવાનું, જે નવું પામી શકાતું;
ને ઉતારી ફેંકવાની કાંચળીને!
આપણે ઝરણાંની માફક;
વહી જવાનું ખળખળીને!
રહી જવાનું,
ઝળહળીને!
– હિમલ પંડ્યા
આકાર ગઝલના ઘણા પ્રયોગો આ પહેલાં પણ થઈ ચૂક્યા છે અને જે રીતે હિમલ પંડ્યા પહેલાં ગાલગાગાના એક-એક આવર્તન વધારતા જાય છે અને પછી ઘટાડતા જાય છે એ જ રીતે પણ અગાઉ ગઝલો લખાઈ ચૂકી છે પણ જે વાત અહીં ધ્યાન ખેંચે છે એ છે પ્રયોગની સફળતા. પ્રયોગ પ્રયોગ બનવાને બદલે યોગની કક્ષાએ પહોંચે એમાં જ એની ઉપલબ્ધિ. સ્વરૂપ સિદ્ધ થાય એના કરતાં વધુ અગત્યનું કવિતા સિદ્ધ થાય એ છે જે અહીં સાંગોપાંગ સિદ્ધ થયેલું નજરે ચડે છે. આખી ગઝલ અર્થસભર અને આસ્વાદ્ય બની રહી છે. વાહ, કવિ!
નિનાદ અધ્યારુ said,
July 13, 2017 @ 2:19 AM
ઓગળીને!
કે બળીને!
રહી જવાનું,
ઝળહળીને!
– હિમલ પંડ્યા
વોટરપાર્કની કોઈ
રાઇડમાં બેઠા હોઈએ એવો અનુભવ થાય …! ખૂબ સરસ.
Himal Pandya said,
July 13, 2017 @ 2:24 AM
ખુબ ખુબ આભાર
જગદીશ કરંગીયા ‘સમય’ said,
July 13, 2017 @ 3:36 AM
@ હિમલ પંડ્યા – વાહ, કવિ! વાહ.
@ લયસ્તરો – આભાર.
જય ભારત.
☆★☆★☆★☆★☆★☆★☆★☆★☆★☆
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com
Keyur said,
July 13, 2017 @ 5:17 AM
વાહ… ખૂબ સરસ..
chandresh said,
July 13, 2017 @ 7:32 AM
એકલો થઈ જાઉં મેળામાંય હું તો ;
ને નજર શોધે તને ટોળે વળીને!
સરસ
Sandhya Bhatt said,
July 13, 2017 @ 8:48 AM
ભઈ વાહ…મઝા પડી ગઈ….સુંદર આકાર સાથે કાવ્યત્વનો આનંદ લીધો…લયસ્તરોની સ્તરીયતા કાબીલેદાદ…
Falguni Parekh said,
July 13, 2017 @ 9:16 AM
Waah…. atyant sundar …👌
Jigna said,
July 13, 2017 @ 9:05 PM
Aakaar gazal
Aa name j khafi che aakhi gazal ne samjva.
Wahh shu aakaar sathe ekras thai ne aavartan vaharva ane ghatadva ane sathe gazal nu satva emnu em j rahe che.
Darek sher khub j sundar .
Em kahu to pan chale sundar aakaar ni gazal.
Himalbhai ne abhinandan.
Hasmukh Rathod said,
July 14, 2017 @ 2:50 AM
સુંદર આકાર સાથે કાવ્યત્વનો આનંદ
Himal Pandya said,
July 14, 2017 @ 3:01 AM
આપ સહુનો આભારી છું
Hitesh Topiwala said,
July 15, 2017 @ 5:14 AM
એકલો થઈ જાઉં મેળામાંય હું તો ;
ને નજર શોધે તને ટોળે વળીને!
આહ….વાહહહહ
Rakesh Thakkar, Vapi said,
July 16, 2017 @ 9:44 AM
આવકાર અને શુભેચ્છાઓ!
ખૂબ સરસ રચના..
Rakesh Thakkar said,
July 16, 2017 @ 9:45 AM
આવકાર અને શુભેચ્છાઓ!
ખૂબ સરસ રચના..
shreyas said,
July 17, 2017 @ 3:10 AM
વાહ સરસ ગઝલ
અદ્ભુત પ્રયોગ
દિવ્યરાજસિંહ સરવૈયા said,
July 19, 2017 @ 12:30 AM
https://historyliterature.wordpress.com/2017/07/15/%e0%aa%ae%e0%ab%80%e0%aa%a0%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%b2%e0%aa%ae/
Falguni Parekh said,
August 23, 2017 @ 12:02 PM
Prashanshniya …👌👍