છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
ઉડે ભેજ થોડો, બની જાય રેતી.
વિવેક મનહર ટેલર

ક્યાંથી ગમે ? – ચિનુ મોદી ‘ઈર્શાદ’

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?

હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને,
બેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?

એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,
કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?

મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને-
શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

8 Comments »

  1. CHENAM SHUKLA said,

    March 7, 2017 @ 4:53 AM

    શેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?..વાહ ..ચિનુકાકાની પ્રતિભા પણ આકાશને આંબી જાય તેવી છે…..શ્રી ચિનુકાકાની દીર્ઘાયુ માટે ઈશ્વરને પ્રાર્થના.

  2. dharmesh said,

    March 7, 2017 @ 7:31 AM

    વાહ્.. મને પન મક્તા બહુ જ ગમ્યો… જય હો ચિનુકાકા…

  3. Ketan Yajnik said,

    March 7, 2017 @ 7:59 AM

    આકળવિકળ થઇ જવાય છેખાલીપા નો બાર ઉંચકાતો નથી અને આ ગઝલો આગમાં ઘી પુરે છે ‘ઈર્શાદ ” કહેતા જીવ નથી ચાલતો એ ખલિશ કહાંસે હોતી જો જીગર કે પર હોતી

  4. Maheshchandra Naik said,

    March 7, 2017 @ 3:20 PM

    વાહ, વાહ,……સરસ..સરસ……
    ચિનુકાકાની જય હો…….બધા જ શેર મનભાવન…..

  5. Devika Dhruva said,

    March 7, 2017 @ 5:40 PM

    આહાહા…શું ગઝલ લખી છે? મત્લાથી મક્તા સુધીના તમામ શેર લાજવાબ્…

  6. Rakesh Thakkar, Vapi said,

    March 8, 2017 @ 2:15 AM

    ક્યા બાત !
    એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણ,
    એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?

  7. Rohit kapadia said,

    March 8, 2017 @ 11:08 AM

    ઉકળાટ અને પાછલા વરસાદનો છાંટો, જાણે ઘગઘગતી તાવડી પર ઠંડા પાણીનો છંટકાવ. બહુ જ સરસ રચના. ધન્યવાદ.

  8. Harshad said,

    March 11, 2017 @ 5:27 PM

    Awesome Creation. Kehavu pade vah vah kya baat hai !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment