ગઝલ – ભાવિન ગોપાણી
દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.
અમે એવા કે અમને જિંદગી પણ છેતરી નાખે,
તમે તો વાતમાં લઇ મોતને પણ ભોળવી નાખો.
જગતને ખોટ પ્હોંચે એ હદે ઓછું થયું છે કંઈક,
હવે એ ખોટ પૂરવા માનવીમાં માનવી નાખો.
શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?
ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.
પતંગિયું બેસશે એની ઉપર જો ફૂલ સમજીને ?
સભા બરખાસ્ત થઈ છે મીણબત્તી ઓલવી નાખો.
– ભાવિન ગોપાણી
ભાવિન ગોપાણીની રચનાઓમાંથી પસાર થતાં એક વિશેષતા જે અનુભવાઈ એ મત્લાની બળકટતા. મત્લાનો શેર જ એવો મજબૂત, નાવિન્યસભર હોય કે આખી ગઝલ વાંચવી જ પડે.
CHENAM SHUKLA said,
November 25, 2016 @ 12:58 AM
waah…..mast gazal
ઢીંમર દિવેન said,
November 25, 2016 @ 4:33 AM
વાહ ભાવીનભાઈ…
વિવેકભાઈ…ખરેખર મત્લા જાદુગરી હો!!!
Sunil bhimani angat said,
November 25, 2016 @ 4:49 AM
Nice gajal
NAREN said,
November 25, 2016 @ 5:31 AM
LAAJWAAB RACHNAA , SHER DER SHER LAAJWAAB
KETAN YAJNIK said,
November 25, 2016 @ 6:02 AM
દશા અને દિશા ની વાત છે કેટ કેટલું બદલીશું ?
Jignasa Oza said,
November 25, 2016 @ 6:13 AM
Excellent!!!
Rohit kapadia said,
November 25, 2016 @ 10:42 AM
પુસ્તકોને ગુરુ બનાવી ઘરમાં સ્થાન આપવાની વાત સાચે જ બહુ ઉત્તમ વિચાર છે. સુંદર રચના.
urvashi parekh. said,
November 25, 2016 @ 7:01 PM
khub j saras.
Shivaji Rajput 'shivam' said,
November 26, 2016 @ 1:30 PM
દરેક શેર અફલાતૂન!
Rakesh Thakkar, Vapi said,
November 28, 2016 @ 12:00 AM
nice sher
શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?
ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.
ashish aghara said,
December 8, 2016 @ 5:37 AM
Nice
Pankaj Parmar said,
December 12, 2016 @ 9:42 AM
અતિ સુંદર….ચોંટદાર રચના