અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

મૃગજળની મિત્રતા – મનોજ ખંડેરિયા

શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.

આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.

પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા.

આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.

ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ,
નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા.

હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.

આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા.

– મનોજ ખંડેરિયા

મિત્રતા વિશેની એક ચિરકાલિન યુવા ગઝલ. એક-એક શેર ટકોરાબંધ.

9 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    August 12, 2016 @ 2:43 AM

    આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
    ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.

    સચોટ ….!

  2. chandresh said,

    August 12, 2016 @ 6:00 AM

    પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
    માણી છે એની મેલી સળેસળની મિત્રતા.
    VERY GOOD

  3. binitapurohit said,

    August 12, 2016 @ 6:19 AM

    વાહ

  4. Yogesh Shukla said,

    August 12, 2016 @ 2:34 PM

    ભારેખમ શેરો છે ,ભાઈ ,,,,,,,,,,
    નાના કાવ્ય રસિકોનું કામ નથી ,
    છતાં પણ આ શેર બહુજ ગમ્યો ,

    હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
    કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.

  5. Girish Parikh said,

    August 12, 2016 @ 9:54 PM

    મનોજની
    “મિત્રતા”
    કરવાની
    ગઝલ !

    ગઝલ સમજવી અઘરી નથી.

  6. મનોજની “મિત્રતા” (ચતુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog said,

    August 12, 2016 @ 11:51 PM

    […] વિવેકે “લયસ્તરો” વેબસાઈટ પર મનોજ ખંડેરિયાની “મૃગજળની મિત્રતા” ગઝલ પોસ્ટ કરી છે. એ પરથી સ્ફૂરેલું મુક્તકઃ મનોજની “મિત્રતા” (ચતુર્શબ્દ મુક્તક) મનોજની “મિત્રતા” કરવાની ગઝલ ! નોંધઃગઝલ સમજવી અઘરી ન લાગી. “મૃગજળની મિત્રતા” ગઝલની લીંકઃ https://layastaro.com/?p=14012 […]

  7. poonam said,

    August 18, 2016 @ 4:01 AM

    હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
    કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.
    – મનોજ ખંડેરિયા Kya baat..

  8. Jigar said,

    August 18, 2016 @ 8:00 AM

    ઉત્તમ રચના..

  9. La' Kant Thakkar said,

    September 22, 2016 @ 2:18 AM

    મિત્રતાनी वात/वाट …..
    “.. હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
    કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.”
    गर्भित अर्थ मने आम उजागर थाय छे , आ क्षणे !
    “…એકાંતે મ્હોરનારી, …” जो भीतर( ज्याँ चेतन-तत्व मोजूद छे )
    साथे अनुसंधान होय तोज ( हाथ ने सांकळ) जे स्थूल-भौतिक
    प्रतीकों छे ,सजीवारोपण शक्य ने? जिवंत भाव-दशानी वात…
    लखनार कविश्री ‘ब्लेस्ड सोल !
    ***
    [ पोताने मोटा रसिक डिक्लेर करता ..Yogesh Shukla said,/
    August 12, 2016 {આ ભારેખમ શેરો છે ,ભાઈ ,,,,,,,,,,
    નાના કાવ્ય રસિકોનું કામ નથી } (रसिकी नाना-मोटा? हल्काने,
    निर्बळने ‘ भारेखमपणु वार्ताय एवुं खरूं ?}]
    ***
    मूळ तो ….”…શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,….
    “जेनी पण साथे होय,… ‘मित्रता सार्थक !

    “करी ले तूं प्राणवायुवाळी हवानी मित्रता …,
    हशे भीतर,तो तरी जईश, सार्थक मित्रता ….”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment