સૌ પ્રથમ ચકમક ઝરી, પણ એ પછી
ટાંકણાએ શિલ્પને કેવું ઘડ્યું!
જગદીપ નાણાવટી ડૉ.

વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

– મનોજ ખંડેરિયા

5 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    July 12, 2016 @ 12:45 AM

    કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
    કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

    કવિનો શબ્દ છે ….!! એનો વિકલ્પ કેવળ કવિ પાસે જ છે …!

  2. KETAN YAJNIK said,

    July 12, 2016 @ 4:09 AM

    ખાંડણિયામાં માથા રામ વિકલ્પની વાત જ ક્યાં?

  3. Chintan Acharya said,

    July 12, 2016 @ 5:32 AM

    લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
    હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથ

    ખુબ સુન્દર !

  4. વિવેક said,

    July 13, 2016 @ 2:28 AM

    ખૂબ જાણીતી ગઝલ… આખરી બે શેર તો જાણે કવિઓ માટેની ગીતા !!!

  5. Devika Dhruva said,

    July 13, 2016 @ 5:13 PM

    આહ અને વાહ્…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment