કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન,
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.
– ઊજમશી પરમાર

સમજી જા – સંજુ વાળા

તક નિરાળી મળી છે સમજી જા
રમ્ય ક્ષણ સાંપડી છે સમજી જા

વૃત્તિ તો વાંઝણી છે સમજી જા
પીડ એની જણી છે સમજી જા

સૌ ચળકતાં ચટા-પટા, ટપકાં
ક્ષણજીવી કાંચળી છે સમજી જા

સ્ફોટ શું એ તને ખબર ક્યાં છે ?
જાત દીવાસળી છે સમજી જા

શક્ય છે પળમાં થંભી જાય હવે
તર્ક તો વા-ઝડી છે સમજી જા

તારા નખ પર છે ડાઘ એના હજુ
લાગણી કોઈ ખણી છે સમજી જા

માત્ર મુઠ્ઠી જુવારના માલિક !
એની તો વાવણી છે સમજી જા.

– સંજુ વાળા

ભાવક પાસે ઉચ્ચ કક્ષાની સજ્જતાની વણકથી ‘ડિમાન્ડ’ કરતા સંજુ વાળા પાસેથી પ્રથમ પ્રયાસે ઉઘડી જાય એવી રચના મળે એ ફેબ્રુઆરીના ઓગણત્રીસમા દિવસ જેવી ઘટના છે. પણ આ સંજુ વાળાની રચના છે. સરળ અને સહજ લાગતા શેરમાં પણ ઊંડે ઊતરી શોધશો તો છીપમાંના મોતી જેવો ખજાનો જડશે એની ગેરંટી.

9 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    May 12, 2016 @ 1:57 AM

    સ્ફોટ શું એ તને ખબર ક્યાં છે ?
    જાત દીવાસળી છે સમજી જા.

    સ્ફોટ …!

  2. મીના છેડા said,

    May 12, 2016 @ 2:54 AM

    તારા નખ પર છે ડાઘ એના હજુ
    લાગણી કોઈ ખણી છે સમજી જા… ક્યા બાત

  3. KETAN YAJNIK said,

    May 12, 2016 @ 8:15 AM

    કયા શેર પર અટકું અને આગળ વ્ધુએની જ સમજ ન પડી। દરેક પંક્તિએ પાંખડીઓ ખુલતી ગઈ અને મધુકર મુક્ત થતો ગયો

  4. ભરત ત્રિવેદી said,

    May 12, 2016 @ 9:07 AM

    વૃત્તિ તો વાંઝણી છે સમજી જા
    પીડ એની જણી છે સમજી જા

    ક્યા બાત !

  5. Devika Dhruva said,

    May 12, 2016 @ 9:41 AM

    ઓહોહોહો…અદભૂત…અદભૂત. સલામ સાહેબ!!

  6. Yogesh Shukla said,

    May 12, 2016 @ 1:23 PM

    કવિ શ્રી એક એક પંક્તિ માં ગુઢ અર્થ સાથેની રચના ,
    ઈર્શાદ કવિ શ્રી ,

  7. Maheshchandra Naik said,

    May 12, 2016 @ 5:45 PM

    અભિનંદન,શ્રી સંજુવાળા,સરસ ગઝલ ……..
    આભાર ડો. શ્રી વિવેક્ભાઈ……….

  8. Sanju Vala said,

    May 13, 2016 @ 12:35 AM

    મિત્ર.. ધવલજી અને સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર

  9. La' Kant Thakkar said,

    May 14, 2016 @ 7:21 AM

    “…સ્ફોટ શું એ તને ખબર ક્યાં છે ?
    જાત દીવાસળી છે સમજી જા…”
    સાચી વાત પેટ્રોલ જેવું શ્વેત રક્ત જેની નસોમાં વહેતું હોય એવા કવિ !
    જે કલ્પિત ‘ રમ્ય-ઘોષા ‘ પ્રિયાના નખ પર ડાઘ , તણખાનો હોય તેનો
    સ્પર્શ માત્ર ભૂકંપો નાં પરિણામ સએજી શકે ને?
    વાહ સંજુભા ! અભિનંદન .
    -લા’કાન્ત ‘કંઈક’/ ૧૪.૫.૧૬

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment