ગઝલ – ભાવિન ગોપાણી
જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો,
છત સુધી ઊંચો થયો છે ઉંબરો.
માનવીમાં છે નવી ફેશન હવે,
જેમ ફાવે એમ ઈશ્વર ચીતરો.
ડૂબતાને હાથ જો આપી શકાય ?
હાથમાં ઊગી શકે છે મોગરો.
કંઈ ખરીદું જાતને વેચ્યા વગર,
એટલી તો વ્યાજબી કિંમત ભરો.
આપનું આ આવવું ટોળે વળી !
આપણે મળવું નથી, પાછા ફરો.
સ્હેજ ફાવ્યું ઘર મને વર્ષો પછી,
ત્યાં જ માલિકે કહ્યું ખાલી કરો.
– ભાવિન ગોપાણી
આને કહેવાય contemporary poetry….
CHENAM SHUKLA said,
January 9, 2016 @ 6:49 AM
સ્હેજ ફાવ્યું ઘર મને વર્ષો પછી,
ત્યાં જ માલિકે કહ્યું ખાલી કરો……કેવો ગુઢાર્થ વાળો શેર્
Harshad said,
January 9, 2016 @ 1:06 PM
Everyline of Gazal is beautiful. Awesome !!
vimala said,
January 9, 2016 @ 4:18 PM
ડૂબતાને હાથ જો આપી શકાય ?
હાથમાં ઊગી શકે છે મોગરો.
સ્હેજ ફાવ્યું ઘર મને વર્ષો પછી,
ત્યાં જ માલિકે કહ્યું ખાલી કરો…
વાહ…..
Rakesh Thakkar, Vapi said,
January 10, 2016 @ 4:26 AM
વાહ!
સ્હેજ ફાવ્યું ઘર મને વર્ષો પછી,
ત્યાં જ માલિકે કહ્યું ખાલી કરો.
lata hirani said,
January 10, 2016 @ 10:52 AM
જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો,
છત સુધી ઊંચો થયો છે ઉંબરો.
મને તો સૌથી વધુ આ ગમ્યો….
Pratik said,
January 12, 2016 @ 6:45 PM
વાહ, સરસ ગઝલ.
વ્યાજબી શબ્દ સાચો છે કે વાજબી ?