मधुशाला : ०२ : अग्निपथ – हरिवंश राय बच्चन
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
वृक्ष हों भले खड़े,
हों घने, हों बड़े,
एक पत्र छाँह भी
मांग मत! मांग मत! मांग मत!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
तू न थकेगा कभी,
तू न थमेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ! कर शपथ! कर शपथ!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
यह महान दृश्य है,
चल रहा मनुष्य है,
अश्रु, स्वेद, रक्त से
लथपथ, लथपथ, लथपथ,
अग्निपथ! अग्निपथ! अग्निपथ!
– हरिवंश राय बच्चन
આ નાનકડી કવિતા મારી ખૂબ પ્રિય કવિતા છે. મૂળ સ્વાતંત્ર સંગ્રામની આબોહવામાં લખાયેલી રચના આજે પાણ એટલી જ પ્રસ્તુત છે. એક માણસે, એકલા હાથે, વિપરીત પરિસ્થિતિને અતિક્રમી જવા કેવી રીતે સંગ્રામ કરવો એનો આખો ઉપનિષદ કવિએ થોડી જ પંક્તિઓમા રચી દીધો છે. જ્યારે જ્યારે સંઘર્ષ કરવાની પોતાની શક્તિ પર શંકા જાગે ત્યારે આ કવિતા વાંચુ છું (હવે યુ ટ્યુબ હાથવગુ હોવાથી અમિતાભના અવાજમાં સાંભળું છું) ને ફરી હિમ્મત આવી જાય છે.
વિવેકે આ કવિતાનો સરસ અનુવાદ આગળ કરેલો છે. એ પણ જોશો.
Girish Parikh said,
December 6, 2015 @ 10:47 AM
“Arise, awake and stop not till the goal is reached.”
સ્વામી વિવેકાનંદે સંસ્કૃત સૂત્રને અંગ્રેજીમાં આપેલો આ અવતાર પણ પ્રેરક છે.
સદાય પ્રેરક ૧૦ શબ્દો … ! | Girishparikh's Blog said,
December 6, 2015 @ 5:53 PM
[…] જાગો, ઊઠો, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી થંભો નહીં. સંસ્કૃતમાં સૂત્ર છેઃ उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત હરિવંશ રાય બચ્ચનના “અગ્નિપથ” કાવ્ય તથા અભિતાભ બચ્ચનના પઠનની લીંકઃ https://layastaro.com/?p=13279 […]