કોડિયાં એલી નહીં રે, મીં તો જેગવી દીધાં તન,
જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.
– ઊજમશી પરમાર

बझम-ए-उर्दू : 10 : गुलों में रंग भरे – फ़ैज़ अहमद फ़ैज़

“લયસ્તરો”ની દસમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આજે આ દસમી અને આખરી ઉર્દૂ ગઝલ…

*

गुलों में रंग भरे, बाद-ए-नौबहार चले
चले भी आओ कि गुलशन का कारोबार चले

ફૂલોમાં રંગ આવે, નવી વસંતનો પવન પ્રસરે, ચાલ્યા પણ આવો કે આ બાગનો કારોબાર ચાલે..[જીવનના બાગમાં નવી વસંત તો તારા આગમનથી જ સંભવ છે]

क़फ़स उदास है यारो, सबा से कुछ तो कहो
कहीं तो बहर-ए-ख़ुदा आज ज़िक्र-ए-यार चले

દોસ્તો, કેદખાનું ઉદાસ છે, હવાને કંઈક તો કહો; ખુદાને ખાતર ક્યાંક તો આજે યારનો ઉલ્લેખ થાય… [કાયાના કેદખાનામાં શ્વાસનો પવન પણ જો પ્રિયતમાની વાત લઈને આવે તો ઉલ્લાસ થાય]

कभी तो सुब्ह तेरे कुंज-ए-लब से हो आग़ाज़
कभी तो शब सर-ए-काकुल से मुश्क-ए-बार चले

ક્યારેક તો સવારની શરૂઆત તારા હોઠના કુંજાથી થાય, ક્યારેક તો રાત વાંકડિયા ઝુલ્ફની ખુશબોથી તર થઈ રહે… [સંભોગશૃંગારરસથી ભર્યોભાદર્યો શેર]

बड़ा है दर्द का रिश्ता, ये दिल ग़रीब सही
तुम्हारे नाम पे आयेंगे ग़मगुसार चले

દર્દનો સંબંધ મોટો છે, ભલે આ દિલ ગરીબ કેમ ન હોય, તારા નામ પર દુઃખભંજકો આવી રહેશે… [જેમ અંધારું અલગ અલગ વસ્તુઓના અસ્તિત્વને ઓગાળીને એક કરી દે છે એમ જ દુઃખ-દર્દ માણસોને એકમેક સાથે જોડી દે છે.]

जो हम पे गुज़री सो गुज़री मगर शब-ए-हिज्राँ
हमारे अश्क तेरी आक़बत सँवार चले

હે વિરહ રાત્રિ ! અમારા પર જે વીત્યું એ વીત્યું પણ અમારા આંસુ તારું ભવિષ્ય સજાવી ગયા. [પ્રેમીની બરબાદી જ વિરહની રાત્રિનો સાચો શૃંગાર છે.]

हुज़ूर-ए-यार हुई दफ़्तर-ए-जुनूँ की तलब
गिरह में लेके गरेबाँ का तार तार चले

પ્રિયતમાની હાજરીમાં બેસુમાર ઝનૂનની તલપ થઈ પણ ખિસ્સામાં કોલરના તાર-તાર લઈને ચાલ્યા [પ્રિયજનની ઉપસ્થિતિમાં પ્રેમના ઉન્માદની ને પ્રેમીની પ્રતિષ્ઠા (કોલર) બિચારાની શી કિંમત?!]

मक़ाम ‘फैज़’ कोई राह में जचा ही नहीं
जो कू-ए-यार से निकले तो सू-ए-दार चले

રસ્તામાં બીજો કોઈ વિસામો પસંદ જ ન આવ્યો. જો યારની ગલીમાંથી નીકળ્યા તો સીધા ફાંસીના માંચડા પર ચાલ્યા [દિલરૂબાની ગલી છોડવાનો બીજો મતલબ શો? મૃત્યુ જ સ્તો.]

– फ़ैज़ अहमद फ़ैज़

7 Comments »

  1. nehal said,

    December 13, 2014 @ 3:16 AM

    Waah. .waah. .

  2. narendrasinh said,

    December 13, 2014 @ 3:22 AM

    ખુબ સુન્દર ગઝલ . મહેરબાનેી કરેી આ પ્રવાહ ને અવેીરત ચાલુ રાખો

  3. Dinesh Pandya said,

    December 13, 2014 @ 3:49 AM

    ‘લયસ્તરો’ ને દસમી વર્ષગાંઠનાં અભિનંદન!
    આપ સહુને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા!
    ખાસ તો દસ્-વર્ષિક ઉજવણીની દવત-એ-ગઝલ બદલ આભાર!

  4. Pravin V. Patel (USA) said,

    December 13, 2014 @ 7:48 AM

    ભાઈશ્રી નરેન્દ્રસિંહનું સુચન મોટાભાગના મિત્રોના દિલની આરઝુ લાગે છે.
    આપનો આ પ્રયાસ ઉત્તમ છે.
    આભાર.

  5. Akbarali Narsi said,

    December 13, 2014 @ 2:33 PM

    અભિનંદન
    મીર તકી મીર,ગાલીબ,ફૈઝ તથા બીજા ઉર્દુ શાયર
    વિષેનાં, પ્રયાસ જરૂર વખાણવા લાયક છે, પરવીન શાકીર
    નાં શેર બીજા પણ લેશો

  6. ketan yajnik said,

    December 14, 2014 @ 12:16 AM

    “कोई है नज़रमे कोई है जिगरमे
    किसे याद रख्खू किसे भूल जाऊ
    इसी कश्म कसमे जिए जा रहा हु
    इसी कश्म कसमे जिए जा रहा हु “

  7. Ramesh Parekh said,

    December 14, 2014 @ 2:07 AM

    બહુત બહુત સુક્રિયા….ઐસિ ત્ાર્હા ગઝલઓ કિ સવારિયા
    કભિ કભિ મિલ્તિ રહે ઇસિ ખ્વાઇશ્………….
    લય સ્ત્રઓ કો લાખ લાખ બધાઈ………..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment