ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’
તારા વિચારથી ન અહીં મારા વિચારથી
સૃષ્ટિનું ચક્ર ચાલે છે સારા વિચારથી
કોઈ ફૂલ એમાં ખીલશે, સુગંધ આપશે –
ચારે તરફ મેં મૂક્યા છે ક્યારા વિચારથી
મીઠાં પરિણામો મળે મીઠા વિચારના
ખારા રિઝલ્ટ આવશે ખારા વિચારથી
નાહકની વાહ-વાહી લૂંટી રહ્યો છું હું –
ઉંચક્યા છે મેં વિચારો તારા વિચારથી
– મેહુલ પટેલ ‘ઈશ’
કવિનું નામ ન લખ્યું હોય તો મરીઝની ગઝલમાંથી પસાર થયાની અનુભૂતિ થાય એવી સરળ ભાષા અને એવા જ ચોટદાર શેર. પણ ક્યારાવાળો શેર વાંચીએ ત્યારે સહજ વિચાર આવે કે કવિએ કેટલા વિચારપૂર્વક વિચારથી રદીફ ગોઠવી છે !
Shaikh Fahmida said,
April 3, 2015 @ 3:19 AM
Khoob saras.
Rajnikant Vyas said,
April 3, 2015 @ 3:36 AM
બહુ સુંદર ગઝલ.
સુનીલ શાહ said,
April 3, 2015 @ 3:38 AM
સરળ બાનીમાં ખૂબસુરત ગઝલ
Manish V. Pandya said,
April 3, 2015 @ 4:13 AM
સુંદર રચના.
mehul patel said,
April 3, 2015 @ 7:57 AM
આભાર વિવેક સાહેબ ઇસ્લાહ અને રજુ કરવા માતે.
વિવેક said,
April 3, 2015 @ 9:39 AM
@ મેહુલ:
આભાર એ કવિનો જેણે મજાની રચના રચી…
અને સાહેબ ? આ વળી કઈ બલા છે, જનાબ ? મહેરબાની કરો, દોસ્ત…
🙂
ધવલ said,
April 3, 2015 @ 2:39 PM
તારા વિચારથી ન અહીં મારા વિચારથી
સૃષ્ટિનું ચક્ર ચાલે છે સારા વિચારથી
– સરસ !
yogesh shukla said,
April 3, 2015 @ 6:45 PM
નાહકની વાહ-વાહી લૂંટી રહ્યો છું હું –
ઉંચક્યા છે મેં વિચારો તારા વિચારથી
બહુ સુંદર ગઝલ.
sudhir patel said,
April 7, 2015 @ 7:34 PM
જોરદાર અને દમદાર ગઝલ!
કવિશ્રીને અભિનંદન!!
સુધીર પટેલ.