નિર્વ્યાજસ્તુતિ – પંચમ શુક્લ
તમે સનાતન લીલા ભગવન્ …
અમે વિનાશી ટીલાં ભગવન્ …
તમે કપિ સુગ્રીવના સ્નેહી,
અમે અબુધ ગોરીલા ભગવન્ …
તમે સહસ્રાક્ષોની દૃષ્ટિ,
અમે ગૌતમીશીલા ભગવન્ …
તમે નેતરાં મંદરાચળના,
અમે ધૂંસરાં ઢીલાં ભગવન્ …
તમે અગોચર પવનપાવડી,
અમે રગશિયા ચીલા ભગવન્ …
તમે અહર્નિશ જલઅંબુજવત્ …
અમે હમેશા गीला ભગવન્ …
– પંચમ શુક્લ
જીવ અને શીવઃ આ વિષય પર ઘણા કાવ્યો છે. પણ આ કાવ્યની અલગ મજા છે. કલ્પનોની નવીનતા અને શબ્દોની પસંદગી તો દાદ માંગી લે તેવી છે જ. એ ઉપરાંત, આટલા ગહન-ગંભીર વિષયના કાવ્યમાં પણ સૂક્ષ્મ વિનોદ વણી લીધો છે એ અલગ.
વિવેક said,
September 9, 2014 @ 2:10 AM
સુંદર રચના…
Pravin V. Patel (USA) said,
September 9, 2014 @ 5:11 AM
અવિનાશી સાથે તુલનાની શબ્દ પસંદગી, અવશ્ય દાદ માગે છે.
શિરમોર સુંદરતા…………………………………આભાર…….
Chandresh Thakore said,
September 9, 2014 @ 3:23 PM
રચના ઘણી ગમી. સવિશેષ તોઃ તમે અગોચર પવનપાવડી, અમે રગશિયા ચીલા ભગવન્ …
આ રચના વાંચીને રાવજી પટેલનું ગીત યાદ આવી ગયુંઃ
તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –
રાકેશ ઠક્કર said,
September 10, 2014 @ 3:24 AM
સુંદર રચના !
તમે સનાતન લીલા ભગવન્ …
અમે વિનાશી ટીલાં ભગવન્ …
lata j hirani said,
September 10, 2014 @ 5:33 AM
પંચમભાઇની કવિતા એટલે કંઇક અનોખું… અકલ્પનીય…
yogesh shukla said,
September 10, 2014 @ 1:44 PM
વાહ ,,, વાહ ,,,,, વાહ ,,,,,
તમે સનાતન લીલા ભગવન્ …
અમે વિનાશી ટીલાં ભગવન્ …
kishoremodi said,
September 10, 2014 @ 6:14 PM
મને પંચમભાઈની આ સુંદર ગઝલ વાંચી કે તરત સ્વ. પ્રિયકાંત મણિયારનું પ્રસિધ્ધ ગીત રાધા-કાનજીવાળું ગીત યાદ આવી ગયું
પંચમભાઈને મારા દિલી અભિનંદન.
Naresh solanki said,
September 11, 2014 @ 1:11 PM
અમે ધૂંસરાં ઢીલાં ભગવન્ … વાહ બહોત ખુબ
Pravin Shah said,
September 12, 2014 @ 11:48 PM
Panchambhai gives something different in his poetry.
Congrate !
પંચમ શુક્લ said,
September 13, 2014 @ 6:19 PM
લયસ્તરો, મિત્રો અને વાચકોનો આભાર.
Harshad said,
September 13, 2014 @ 9:57 PM
ખૂબજ સુન્દર!!!!
Sudhir Patel said,
September 15, 2014 @ 2:52 PM
ખૂબ સુંદર ગઝલ ફરી અહીં માણવી ગમી!
સુધીર પટેલ.