બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

‘લયસ્તરો’ને આજે એકવીસ વર્ષ પૂરાં!

જીવનમાં કોઈક વાર કવિતા તોફાનની જેમ આવે છે. અને એના રુદ્ર સ્વરૂપમાં બધું જ ધોવાઈ જાય છે.

ને વળી કવિતા-રાણી કોઈ વાત પાયલના રણકાર સાથે આવે છે. એના એક એક પગલે સામટા હજારો દીવાઓની કતાર ખડી થઇ જાય છે.

ક્યારે એવી ઘડી આવે છે જયારે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ જેમ વિરાટ સ્વરૂપ બતાવેલું એવી જ રીતે કવિતા તમને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે. એ ઘડીએ કવિતાની પાછળ આખી જિંદગીભર જોયેલી વાટ સફળ થઈ જાય છે.

કોઈ નાજુક ક્ષણે કવિતા એક અધકચરા સ્મિતના રૂપમાં આવે છે. તમને રમાડે છે અને ટટળાવે છે.

પછી કોઈ વાર કવિતા વટવૃક્ષ થઇને આવે છે. જિંદગીના તડકાને છાંયડો કરતી જાય છે.

અને આ તો કવિતાના થોડા જ સ્વરૂપોની વાત થઈ.

આવા તો કાંઈ અગણિત લાડ કવિતા ભાવકને લડાવે છે.

કમનસીબે કવિતા કોઈ પણ રૂપમાં તમારી સાથે લાંબો સમય રહેતી નથી. કવિતા સાથે એક ઘડી કે એક ક્ષણ તો બહુ થઈ ગઈ. એનાથી વધારે કવિતા કાંઈ આપી શકે નહીં અને એનાથીય વધારે આપણે એની પાસે કાંઈ માંગી પણ શકીએ નહીં.

જે જાદુ એક ઘડીથી વધારે ટકતો નથી એને કેમ કરી સંઘરવો અને કેમ કરી વહેંચવો?

કવિતાના આ જાદુને વહેંચવાનો ઉદ્યમ એટલે ‘લયસ્તરો’.

આમ તો આ ઉદ્યમ મૂળથી જ અશક્ય. તો ય કેમે કરીને ચાલ્યો. ભાવકોના પ્રેમથી અશક્ય પણ અર્ધ-શક્ય બન્યું. કવિઓનો પણ ખુબ પ્રેમ મળ્યો. પોતાના દિલના ટુકડા જેવા શબ્દો અમારી સાથે વહેંચવા માટે કવિઓએ કદી પણ સામે કશું માગ્યું નથી. એક અશક્ય સફર એક મજલિસ બની ગઈ. કોઈ દિવસ જે વિચાર્યું નહોતું એ બધું કવિતા-રાણીના પાલવના છાંયડામાં શક્ય બન્યું.

આજે એ ઉદ્યમને એકવીસ પુરા થયા.

આ સફરનો આખી જિંદગી સફળ થઇ ગઈ હોય એટલો આનંદ છે. અને એ આનંદ બધા સાથે વહેંચીને ખાધો એનો સવિશેષ આનંદ છે.

આટલા બધા લોકોનું આટલું બધું ઋણ મારો નાનકડો જીવ કદી ચૂકવી શકશે નહીં એ તો ખબર જ છે. પણ સાથે એ પણ ખબર છે કે પાછલી રાત્રે અકારણ યાદ આવી ગયેલી ભુલાયેલી કવિતાની એ જાજરમાન પંક્તિઓ જે જીવતરને જીવવા જેવું કરતી જાય છે એના ખાતર તો આવા હજારો ઋણ કબૂલ છે 🙏

તા.ક.: દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ પર કંઈક વિશેષ કરવાની પરંપરા આ વર્ષે પણ ચાલુ રાખીશું. પણ એ ‘વિશેષ’ માટે આપે આવતા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે !

18 Comments »

  1. Jayshree Bhakta said,

    December 4, 2025 @ 11:38 AM

    ​21 વર્ષ …..
    Amazing journey!!
    શબ્દો ઓછા પડે છે તમારા આ યજ્ઞ માટે ..    દરેક ગુજરાતી અને કવિતા ચાહક તમારા ઋણી રહેશે … 

  2. વૈશાલી ટેલર said,

    December 4, 2025 @ 12:12 PM

    આ સફર આમ જ અવિરત ચાલતી રહે એવી શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન..!! 👍🏻🌹

  3. સ્વાતિ નાયક said,

    December 4, 2025 @ 12:19 PM

    અધધ…અદભૂત ,અવિરત ,અથાક કાર્ય કરવા બદલ અઢળક અભિનંદન

  4. હરીશ દાસાણી.મુંબઈ said,

    December 4, 2025 @ 12:29 PM

    ઉત્તમ કાર્ય. શુભેચ્છાઓ

  5. Sejal Desai said,

    December 4, 2025 @ 12:34 PM

    ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ💐💐

  6. Vijay Bhatt said,

    December 4, 2025 @ 12:46 PM

    અભિનંદન! ગુજરાતી ભાષા ની સેવા માટે! ધન્યવાદ!!!

  7. jagdip nanavati said,

    December 4, 2025 @ 1:15 PM

    લય બધ્ધ સ્તરો ચડાવજો
    એક વીસના ગુણાંકે આવજો

    ખૂબ ખૂબ અભિનંદન….

  8. Kishor Ahya said,

    December 4, 2025 @ 1:35 PM

    Congratulations, a huge congratulations to Laystaro for the 21-year journey.
    Laystaro has never compromised on the quality of ghazals or poetry, which is why today Laystaro’s place is considered to be like a pole in the Gujarati literary web world. I am also feeling blessed today by thanking Mr. Vivekbhai, Dhavalbhai, Urmiben and all the others of Laystaro who have worked hard to keep this blog shining. Thanks so much.

    💐💐💐💐
    🌹🌹🌹🌹

  9. Dr. Vrajlal Savaliya said,

    December 4, 2025 @ 1:47 PM

    ખુબ ખુબ અભિનંદન 💐💐

  10. Kiran Jogidas said,

    December 4, 2025 @ 3:33 PM

    કવ્ય તત્વ સાથેના આ ઘરોબાને સત્ સત્ વંદન🙏શબ્દની આ ઉજાણી અવિરત અસ્ખલિત ચાલતી રહે એવી હ્રદય પૂર્વક અભિનંદન 💐🙏🙏

  11. ભવદીપ વાઘેલા "ભવ્ય" ⚜️ said,

    December 4, 2025 @ 3:48 PM

    અતિ ઉત્તમ અને ઉમદા કાર્ય માટે ધન્યવાદ 💐💐💐
    ખૂબ અભિનંદન સહ અઢળક શુભેચ્છાઓ… 💖💖💖💖💖

  12. કવિતાપ્રેમી said,

    December 5, 2025 @ 2:40 AM

    Another 21 years! Cheers!

  13. Parbatkumar Nayi said,

    December 5, 2025 @ 11:13 AM

    ગુજરાતી કવિતાનું સાચું સરનામું બનવા બદલ શુભેચ્છાઓ
    Laystaro
    🍫🍫🍫🍫🍫🥰

  14. કિશોર બારોટ said,

    December 6, 2025 @ 11:10 AM

    વિવેક ભાઈ, આપ કવિતા પ્રત્યેની નિષ્ઠા અને લગન ચીવટ અને જહેમતથી 21 વર્ષથી જે મહાયજ્ઞ આદર્યો છે તે તપશ્ચર્યાથી સહેજે કમ નથી.
    આપને લાખ લાખ વંદન, અભિનંદન, શુભકામનાઓ. 🌹.

  15. સુનીલ શાહ said,

    December 6, 2025 @ 12:12 PM

    ઉત્કૃષ્ટ યાત્રાના આ પડાવે આપને અને ટીમ લયસ્તરોને હ્દયથી અભિનંદન.. અભિનંદન

  16. જતીન બારોટ said,

    December 6, 2025 @ 2:21 PM

    ખૂબ ખૂબ અભિનંદન 🏵️🌺🏵️

  17. Kishor Ahya said,

    December 17, 2025 @ 5:40 PM

    લયસ્તરોના ૨૧ વર્ષ. …..
    ૧૨૦૦ કવિઓ ! ….,.. ….
    ૫૮૦૦ રચના ! …. . …….
    અદ્ભુત આવકારો! …. …..

    શ્રી વિવેકભાઈ, શ્રી તીર્થેશભાઈ શ્રી ધવલભાઈ સુ શ્રી ઊર્મિબેન અને ટીમ લયસ્તરો.

    ૨૧મી વર્ષગાઠ નિમિતે પથપ્રવર્તક કાવ્યો શ્રેણીમાં વિશ્વ કવિતા અને ભારતની આઝાદી વખતની કવિતાઓ તેના સરસ અનુવાદ અને ખુબજ સરસ આસ્વાદ સાથે માણવા મળી. ખૂબ સુખદ અનુભવ રહ્યો.

    ગુજરાતી કવિઓને તેમની રચનાઓ પ્રસ્તુત કરવા માટે લયસ્તરો એ એક સરસ પ્લેટફોર્મ પુરું પાડ્યું છે ,અને કાવ્યનો આસ્વાદ આપી એક વિશાળ ભાવક વર્ગને કાવ્ય માણવા પ્રોત્સાહિત કર્યા છે એ બદલ આપ સહુને ૨૧મી વર્ષગાઠ નિમિતે ખૂબ ખૂબ વધાઈ.

    દુનિયામાં ભાગ્યેજ આજે આવો કોઈ વિશાળ ગુજરાતી કાવ્ય બ્લોગ હશે! આજે લયસ્તરોએ એક આગવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. આ કામ ધારીએ એટલું સહેલું નથી. કાવ્યના આસ્વાદ લખવા માટે ઘણીવાર આખો દિવસ પણ ચાલ્યો જતો હોય છે. આ સિવાય આપણું રોજિંદુ કામ હોય તે તો કરવાનુંજ. ઘણીવાર સમય ફાળવવાની સમસ્યા રહેતી હોય છે તેમ છતાં બ્લોગ ને પૂરતો ન્યાય આપ સૌના તરફથી મળ્યો છે એ ખુશીની વાત છે. વિશેષકર Dr. શ્રી વિવેકભાઈ નો ખાસ આભાર કે તેઓ પ્રતિભાવ આપનારના પ્રશ્નોના ઉતાર પણ પ્રસંગોપાત આપતા રહે છે.

    આજ રીતે લયસ્તરો ભવિષ્યમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે અને ગુજરાતી ભાષામાં રચાયેલ કાવ્યની જગત ઓળખાણ કરે તે માટે લયસ્તરો મહત્વનો ફાળો આપતું રહે, તેવી હૃદયથી ખૂબ ખૂબ શુભેરછા પાઠવું છું.

    🌹🌹🌹🌹

  18. વિવેક said,

    December 17, 2025 @ 6:15 PM

    પ્રતિભાવનાર તમામ ભાવકમિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment