આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.
કોટક ધાર્મિક ‘ગોપાલ’

તાન્કા – પરાગ મ. ત્રિવેદી

શીત સવારે
આ સરવરજળે
શા સળ પડે ?
આહા ! આ તો પવન
જરા પડખું ફરે !

– પરાગ મ. ત્રિવેદી

5-7-5-7-7 એમ એકત્રીસ અક્ષર અને પાંચ લીટીના ટૂંકા કદમાં મૂળે જાપાનીઝ કાવ્યપ્રકાર એવું તાન્કા ક્યારેક મજાનો અને સશક્ત ફોટોગ્રાફ પણ ઉપજાવી શકે છે. પરાગ ત્રિવેદીના આ તાન્કામાં સવારની ઠંડકમાં સરોવરના પાણી પર હળું-હળું વાતા પવનના કારણે ઊઠતા તરંગોનું મનોરમ્ય શબ્દ-ચિત્ર એવી નજાકતથી આલેખાયું છે કે જાણે આલ્બમ ખોલીને કોઈ ફોટો જોતા હોવાની સહજ અનુભૂતિ થઈ આવે છે !

10 Comments »

  1. Pinki said,

    June 7, 2008 @ 3:19 AM

    વાહ્…
    મદમસ્ત !!

    જાણે સરવરજળનાં સળ મન પર પડી ગયા….!!

  2. jayesh upadhyaya said,

    June 7, 2008 @ 3:33 AM

    આહા ! આ તો પવન
    જરા પડખું ફરે !
    વાહ વાહ

  3. Girish Makwana said,

    June 7, 2008 @ 5:34 AM

    વાહ્ ! વાહ ! પવન જ રા પડખું ફરે ….. ક્યા કહેના….વાહ !!!!!

  4. Girish Makwana said,

    June 7, 2008 @ 5:35 AM

    વાહ્ ! વાહ ! ….. ક્યા કહેના….વાહ !!!!!

  5. Riyal Dhuvad said,

    June 7, 2008 @ 8:17 AM

    વાહ વાહ માજા અવિ ગૈ

  6. nilamdoshi said,

    June 7, 2008 @ 10:38 AM

    પવન પડખુ ફરે..સરસ કલ્પના…

  7. pragnaju said,

    June 7, 2008 @ 12:10 PM

    આ સરવરજળે
    શા સળ પડે?
    …વિચાર આવે
    શું કરી શકીએ પછી જો સરવર ડાઉન હો?
    કે
    રઘુવીર સરવર તીર્થમાં એ તન તજી ગતિ પામશે
    કે
    આ સરવર જલ તે કાનજી
    કે
    સરવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ,
    પણ અહીં
    આહા ! આ તો પવન
    જરા પડખું ફરે !
    વાહ્

  8. ધવલ said,

    June 8, 2008 @ 10:05 AM

    વાહ !

  9. Jayesh Bhatt said,

    June 9, 2008 @ 4:44 AM

    સવા૨ ની મજ્જા ને શબ્દો મા ફેરવો તોય મજ્જા એજ આવે ખુબ સુન્દર શબ્દો

  10. Harikrishna said,

    June 11, 2008 @ 12:06 PM

    Simply Beeeeuteeeffoool !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment