નિજાનંદ : આરંભ ક્યાં, અંત ક્યાં? – મેરી ઓલીવર ( ભાવાનુવાદ: ચંદ્રેશ ઠાકોર)
બધું હાથમાં ના જ આવે.
પણ, એમની અનુભૂતિનો લ્હાવો જરૂર માણી શકાય. સતત.
પવન, આકાશમાં ઊડી જતું પંખી, ઈશ્વરનો સંકેત.
એ લ્હાવો એટલે સમયનો સદુપયોગ.
અને પરમ આનંદ, એ નફામાં.
સરકતો સાપ.
કમળના નાનકડા ફૂલની માફક પાણીમાં સંતાકુકડી રમતી
કુદતી માછલી.
વૃક્ષની ટોચેથી પાવા વગાડતા પીળા પાંખાળા પોપટ …
બસ, સવાર સાંજ ઉજવું એમનો અગોચર સ્પર્શ.
જોતો જ રહું. ઉભો રહું ખુલ્લા હાથે
તત્પર, એમને મારા બાહુપાશમાં જકડી લેવા માટે.
આશા સભર, કોઈ અનેરી ભેટ સાંપડશે:
પવનની એક ઘૂમરી,
વૃક્ષદાદાની ડાળી પર લહેરાતાં જૂજ પર્ણો —
એ સઘળા પણ ભાગ ભજવે છે આ રંગમંચ ઉપર.
સાચ્ચે જ, દુનિયામાં બધું જ પ્રાપ્ય છે.
કમસેકમ, હાથવેંતે.
અને ખુબ જ દિલચસ્પ.
ધાનનો બારીકતમ ટુકડો ચપચપ ગળે ઉતારી દેતી
આંખો ચમકાવતી માછલી,
ગૂંચળાંમાંથી વળી ફરી સીધો થતો સાપ,
ફેરફુદરડી ફરતી સોનપરીઓ આકાશના આ છેડે
ઈશ્વરના, નિર્મળ હવાના…
– મેરી ઓલીવર
( ભાવાનુવાદ: ચંદ્રેશ ઠાકોર)
મેરી ઓલિવર એ આધ્યાત્મિક કવિ છે. અને કુદરતના પ્રેમી છે. કુદરત અને ઈશ્વર બંનેને એ એક જ સિક્કાની બે બાજુની જેમ ગાય છે. આખું જાગત એમને ઈશ્વરની સાહેદી પુરતું લાગે છે. દરેક ચીજ એમને ઈશ્વરની નજીક લઈ જતી લાગે છે. કવિનો ઈશ્વર સહજ છે, સર્વવ્યાપી છે, અને અનંત છે.
* * *
મૂળ અંગ્રેજી કવિતા:
chandresh said,
August 26, 2014 @ 4:41 AM
બધું હાથમાં ના જ આવે.
પણ, એમની અનુભૂતિનો લ્હાવો જરૂર માણી શકાય. સતત !
ખુબ સરસ
La' Kant said,
August 26, 2014 @ 7:02 AM
“ઈશ્વરનો સંકેત.
એ લ્હાવો એટલે સમયનો સદુપયોગ.
અને પરમ આનંદ, એ નફામાં.”
મૂળ સ્રોત તો ભીતર જ, પાત્રતા/ખાલી પણું (=ખોબો-અંજલી યા આંચલ ) મુજબ ઝીલવા એ પ્રેરતો જ હોય છે !
“કોણ અચાનક આવીને ચૂમે, પ્રતીક્ષા કરતી કલમની આંખે ?
કોણ પૂરે તેલ આંગળી-દીવે? ઝળહળ શબ્દો ઝરે એની પાંખે !
ભવ્ય કોઇની ભીતર બંસી બાજી છે! કેમ કરીને રોકું? ”હું”કાર હાંવી છે,
‘પરમ’નો પારસ-સ્પર્શ થયો છે! અસીમ અકળની અંતરે આરત જાગી છે!
‘ચેતન’ની સળવળ ભીતર અનહદ જાણીછે! અકળની કળતર મબલખ માણી છે.”
-લા’ કાંત / ૨૬.૮.૧૪
La' Kant said,
August 26, 2014 @ 7:05 AM
(11) આનંદ, પરમ આનંદ…
હું તો આંખો મીંચું ને ઘૂઘવતો દરિયો ભીતરમાં,આનંદ!
ક્યારેક હું મ્હલતો,હિલ્લોળતો આનંદ-સરવરમાં,આનંદ!
મળે તેને જ માણી લેવું,એમાંજ મોજ ને મઝાછે,આનંદ!
કરમના ક્રમનેજ અનુસરવાની નિયતિ છે,પરમ આનંદ!
જેવો જેનો હો છંદ, તેવો પ્રાપ્ત એને નિજ ગુણ-આનંદ!
કોઇની વાત હો કેવી!એને શું ફરીફરીને કે’વી,શું આનંદ?
મળ્યાની મ્હાણ મધ જેવી,એને શું વેડફી દેવી?આનંદ?
મૂળ શરત નિજ સંગ મુલાકાત,સ્વ સાથે વાતની આનંદ!
-લા’કાંત / ૨૬.૮.૧૪
Shah Pravinachandra Kasturchand said,
August 26, 2014 @ 8:52 AM
જે પ્રાપ્ત કરવું અઘરું અને કઠિન લાગે છે તે કેટલું સહજ અને સરળ છે.કાવ્ય વાંચીને હલકા ફૂલ થઈ ગયા હોઈએ એવો આનંદ ચોમેરથી ઘેરી વળે છે.
perpoto said,
August 26, 2014 @ 12:01 PM
સુંદર કવિતા, સુંદર ભાવાનુવાદ..
ધવલભાઇ, એક તસવીરકાર તરીકે મારી વિનંતી છે કે,આ હવે સહજ થઇ ગયું છે કે,બાકી બધાનાં નામ આપણે જણાવિએ છીએ,માત્ર તસવીરકારનું નામ ભુલાઇ જતું હોય છે.
ધવલ said,
August 26, 2014 @ 12:34 PM
તસવીરકારનું નામ નથી કારણ કે … એ તસવીરકાર હું જ છું ઃ-) ઃ-)
વિવેક said,
August 27, 2014 @ 1:32 AM
ભાવાનુવાદ અને તસ્વીર બંને લાજવાબ…
વેલકમ બેક, ધવલ !
nirav raval said,
August 27, 2014 @ 1:40 AM
ખુબ સરસ ભાવાનુવાદ