સૌ પ્રથમ ચકમક ઝરી, પણ એ પછી
ટાંકણાએ શિલ્પને કેવું ઘડ્યું!
જગદીપ નાણાવટી ડૉ.

મમ્મીને – ઉષા એસ. (અનુ. વિવેક મનહર ટેલર)

મમ્મી, નહીં, પ્લીઝ નહીં,
નહીં રૂંધ આ સૂર્યપ્રકાશને
તારી સાડી આકાશમાં ફેલાવી
જીવનની હરિયાળી ઉતરડી નાંખીને.

નહીં કહે: તું સત્તરની થઈ,
નહીં લહેરાવ તારી સાડી શેરીમાં,
નહીં કર આંખ-ઉલાળા રાહદારીઓ સાથે,
નહીં કર ટોમબોયની જેમ વહેતી હવાઓ પર સવારી.

નહીં વગાડ ફરીથી એ જ ધૂન
જે તારી મમ્મી,
એની મમ્મી અને એની મમ્મીએ
મદારીના બીન પર
મારા જેવી મૂર્ખીઓના કાનમાં વગાડ્યે રાખી છે.
હું મારી ફેણ ફેલાવી રહી છું.
હું બેસાડી દઈશ મારા દાંત કોઈકમાં
અને ઓકી કાઢીશ વિષ.
જવા દે, રસ્તો કર.

ઓસરીમાં પવિત્ર તુલસી ફરતે
પ્રદક્ષિણા કરવી, સ્વર્ગપ્રાપ્તિ માટે
રંગોળી મૂકવી, હવા-ઉજાસ વિના જ
મરી જવું,
ભગવાનની ખાતર, મારાથી નહીં થાય.

તોડી નાંખીને બંધ
જે તેં બાંધ્યો છે, પૂર-તોફાન થઈને
ધસમસતી,
જમીનને ધમરોળતી,
મને જીવવા દે, સાવ જ વેગળી
તારાથી, મમ્મી.
જવા દે, રસ્તો કર.

– ઉષા એસ. (કન્નડ)
(અંગ્રેજી અનુવાદઃ એ.કે. રામાનુજન)
(અનુ. વિવેક મનહર ટેલર)

પરંપરાના નામે ઊભી કરી દેવાયેલી બેડીઓ-બંધનોને તોડીને પોતાનો રસ્તો કરવા માંગતી આજની પેઢીની યુવતીની વાત. સીધી અને સટાક. જવા દે, રસ્તો કર. પહેલી નવ પંક્તિમાં કવયિત્રી આઠ-આઠ વાર નકાર ઘૂંટીને પોતાનો આક્રોશ રજૂ કરે છે. સરવાળે સંવેદનાતંત્રને હચમચાવી મૂકે એવી રચના…

10 Comments »

  1. Kaushik said,

    August 23, 2014 @ 2:43 AM

    સજ્જડ અને ચોટદાર !! રેબેલિયસ રચના! મજ્જા આવી ગઈ.. ! આજની પેઢીની વાતને ખુબ જ સરળ રીતે રજુ કરી છે.

  2. Rina said,

    August 23, 2014 @ 3:04 AM

    Ahhhh…. awesome

  3. ABDUL GHAFFAR KODVAVI said,

    August 23, 2014 @ 3:29 AM

    જેવી રીતે પુર્વ માં જન્મેલા ને પચ્છિમ ની જડીબુટી ફાયદો પોહચાડી નથી સકતી
    તેવી રીતે અંગ્રેજો ની રચના ગુજરાતીઓને ક્યાંથી બોધ આપીસકે

  4. kanchankumari parmar said,

    August 23, 2014 @ 4:08 AM

    સદીઓ થી આ આક્રોશ ચાલતો આવ્યો છે ……આક્રોશ કરતી યુવતી પણ જયારે માં બનશે ત્યારે પણ કોઈ જાત નો ફેરફાર નહી થાય ……..કારણ કે ફક્ત માને જ ખબર પડે છે કે દીકરી એ પકડેલો રસ્તો બરાબર છે કે નહી ……માં નું હદય જ આ બધું વિચારી શકે બાકી કોઈ ની ગુંજાઇશ નથી!!!!!!!!!!!

  5. ketan yajnik said,

    August 23, 2014 @ 4:24 AM

    પુર્વનુ સુદર્શન ચુરન હોય કે પસ્ચિમ્નુ પેરાસિતામોલ દવાનિ અને દુવાનિ અસર સર્ખિ જ હોય્.મમ્મિ પરમ્પરા ખતર નહિ પન પ્રેમ થિ કુતુમ્બ ભાવ્નાથિ ક્રિયા કરે ચ્હે તે સમ્જાય તો જોવનિ દ્રસ્તિ બદ્લઐ જય્’ હોય્,નાદાનિયત છે -મમ્મી

  6. Shah Pravinachandra Kasturchand said,

    August 23, 2014 @ 12:55 PM

    શબ્દોથી વક્તવ્ય ખરે જ આટલું બધું ઉજાશ પામી શકે છે? જો શંકા હોય તો આ કાવ્યાલાપ વાંચી જાવ એક બે વાર.સમાધાન થઈ જશે અને સાવધ થઈ જશો બોલતાં પહેલાં.
    કાવ્યકારને અભિનંદન આપ્યા વિના અટકી નહીં શકાય.
    અભિનંદન,અભિનંદન !

  7. Harshad said,

    August 23, 2014 @ 10:06 PM

    Beautiful creation. Like it.

  8. smita parkar said,

    August 24, 2014 @ 3:47 AM

    જોરદાર આક્રોશ …વાહ

  9. lata j hirani said,

    August 27, 2014 @ 7:24 AM

    નહીં કર આંખ-ઉલાળા રાહદારીઓ સાથે,
    નહીં કર ટોમબોયની જેમ વહેતી હવાઓ પર સવારી.
    અને
    ઓસરીમાં પવિત્ર તુલસી ફરતે
    પ્રદક્ષિણા કરવી, સ્વર્ગપ્રાપ્તિ માટે
    રંગોળી મૂકવી, હવા-ઉજાસ વિના જ
    મરી જવું,
    ભગવાનની ખાતર, મારાથી નહીં થાય.

    પરસ્પર તદન વિરોધાભાસેી વાતો.. !!!

  10. વિવેક said,

    August 27, 2014 @ 8:25 AM

    @ લતાબેન :

    થોડી વિશેષ સમજ આપી શક્શો?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment