અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાં ક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.
રવીન્દ્ર પારેખ

અતિક્રમવું – શિશિર રામાવત

ના, જરૂરી નથી મારા દરેક વિચારનું વર્જિન હોવું
વિચારોની વર્જિનીટી ક્યાં હોય છે આપણા હાથમાં ?
મારે તો અનુભવોના વિશ્વને અતિક્રમવું છે.
અનુભવ- જડ,મૂર્ત,સ્થિર,ઘન.
મારે તો અનુભવોના ઝીણા ઝીણા ટુકડાઓ કરવા છે
એમાંથી રેષાઓ ખેંચવા છે.
એના રંગોનું વિઘટન કરવું છે
તેનું પ્રવાહીકરણ કરી તેને બાષ્પ થતા નિહાળવા છે.
વિચાર, તું આવ.
શૂન્યોની શૃંખલાની આગળ
અડીખમ ઊભેલા એકડાને
ઊંચકીને ફેંકી દે શૂન્યોની પાછળ
બનાવી દે ઘટનાઓને બહુપરિમાણી અને પારદર્શક
તોડી નાખ એના આકારોને
શોષી લે તેના વજનને
ના, મને તારા ઇતિહાસમાં રસ નથી
છેદીને, ભેદીને, તોડીને,વલોવીને-
મારે તો બસ ઘટનાઓની આરપાર થવું છે

– શિશિર રામાવત

કાવ્યનું કેન્દ્રીય તત્વ ધ્યાનાકર્ષક છે…..

7 Comments »

  1. perpoto said,

    February 18, 2014 @ 5:58 AM

    મારે તો બસ ઘટનાઓની આરપાર થવું છે

    – શિશિર રામાવત

    પણ આ શિશિર કોણ છે….

  2. La' Kant said,

    February 18, 2014 @ 8:19 AM

    “વિચારોની વર્જિનીટી ક્યાં હોય છે આપણા હાથમાં ?”
    વિચારો તો સમેથી ક્યાંક્થી આવીને આપણામાં પ્રવેશી તેની ભીતર જે છે તેની સાથે સંભોગ કરી નીપજેલી અસરઓના પરિણામો દ્વારા ઠોસ-નક્કર ‘અનુભવ’ નામનું તત્વ આપે છે,તેને પાર (બિયોંડ) જવાની મહેચ્છા સેવે છે. !
    “બનાવી દે ઘટનાઓને બહુપરિમાણી અને પારદર્શક”
    સ્વત્વ ને શેશ શૂન્ય બનાવી નિરાકાર બનાવી , ઘટનાઓ સાથે એકાકાર થઈ જવાની મહેચ્છા ?
    -લા’ કાન્ત / ૧૮-૨-૧૪

  3. Suresh Shah said,

    February 18, 2014 @ 8:59 AM

    કાંઈક નવુ કરી છૂટવુ છે.
    સાવ અજાણી વાટે મારે આગળ જાવુ છે, પથ્થરમાં પણ ફૂલ ખીલવવા મારે પાણી પાવુ છે.
    કેવી વેદના ભરી છે શિશિરના હ્દયમાં!

    – સુરેશ શાહ, સિંગાપોર

  4. Dhaval Shah said,

    February 18, 2014 @ 3:41 PM

    સરસ !

  5. વિવેક said,

    February 19, 2014 @ 9:16 AM

    ગદ્યનો માણસ પદ્યમાં પ્રવેશે અને એ પણ આટલો અધિકારપૂર્વક !!! વાહ, શિશિરભાઈ… શું કવિતા લખી છે!

    કોઈ સિદ્ધહસ્ત કવિના સો-સો અછાંદસને બાજુ પર મૂકી દે એવું એક અછાંદસ… અદભુત !!

  6. મીના છેડા said,

    February 20, 2014 @ 2:48 AM

    શિશિર, સાદ્યંત સુંદર અછાંદસ !!!

  7. Harshad said,

    February 22, 2014 @ 3:08 PM

    Very touchi and beautiful. To understand the depth of this feelings we need very depth of understanding. After reading, I closed my eyes and try to bring
    every chhand in my mind and try to feel it. The things I found was really different ‘Anubhuti’.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment