ઊડવું તો સહેલ છે, પાંખો નથી તો શું થયું?
તું અગર તારી ભીતર મનપાવડી શોધી શકે!
– નેહા પુરોહિત

ગઝલ – સાહિલ

પારદર્શક સમય થવા લાગે,
મૌન પણ ત્યારે બોલવા લાગે.

હામ જ્યારે હલેસાં થઈ જાયે,
તો તોફાનોય ખારવા લાગે.

જોઈ અણસાર જાણીતો ફળિયે,
ઉંબરો પ્હાડ લાગવા લાગે.

એ જ ચહેરા છે – આઈના પણ એ,
દૃશ્ય કાં તોય આગવા લાગે

એ મજાની વિષે શું વાત કરું
દર્દ જ્યારે સ્વયં દવા લાગે.

બિંબને ક્યાં છુપાવવા ‘સાહિલ’
ભીંત જો ભેદ ખોલવા લાગે.

– સાહિલ

કેવી મજાની ગઝલ !

2 Comments »

  1. ધવલ said,

    December 19, 2013 @ 2:14 PM

    જોઈ અણસાર જાણીતો ફળિયે,
    ઉંબરો પ્હાડ લાગવા લાગે.

    – સરસ !

  2. ravindra Sankalia said,

    December 21, 2013 @ 8:38 AM

    દર્દ જ્યારે સ્વયમ દવા લાગે એ પન્ક્તિ ખુબ ગમી.. દર્દકા હદસે ગુઝર જાના દવા હો જાના એ હિન્દી પન્ક્તિ યાદ આવી ગઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment