નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.
મહેક ટંકારવી

હવે હું… – પ્રિયકાંત મણિયાર

ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી,
જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી.

– પ્રિયકાંત મણિયાર

બે પંક્તિમાં કવિએ કેટલું બધું કહી દીધું છે ! આંસુ આવવા એ આત્માના મ્હોરવાનો પ્રસંગ છે. દુ:ખ બહુ પ્રેમપૂર્વક મનને દુનિયા નવી દ્રષ્ટિથી જોતા શીખવાડે છે. એનો તો બોજ કાંઈ ગણાય !… હું આના પર બેસીને લાંબોલચક વિચારવિસ્તાર કરવાનું રહેવા દઉ એ જ ઊચિત છે કારણ કે અર્થની ખણખોદ ન કરો તો પણ આ પંક્તિઓમાં અજબ મોહક સૌંદર્ય છે. પંક્તિઓના સ્મૃતિમાં અમર થઈ જવા માટે એટલું જ પૂરતું છે !

3 Comments »

  1. વિવેક said,

    January 22, 2008 @ 8:24 AM

    બે જ કડીમાં કેટલી સુંદર અભિવ્યક્તિ !

    કવિ જરૂરથી વધુ બોલે નહીં અને ગાગરમાં સાગર હોય એનું જ નામ સાચી કવિતા… કવિતામાં લાઘવનું મહત્ત્વ કેટલું વિશેષ હોય છે એ જાણવા માટે જો ચૂકી જવાયું હોય તો પ્રિયકાંત મણિયારનું જ એક સાવ ટચુકડું કાવ્ય માણવા જેવું છે:

    જલાશય – પ્રિયકાન્ત મણિયાર

  2. pragnaju said,

    January 22, 2008 @ 10:16 AM

    – પ્રિયકાંતની જીગરની પાર ઉતરે તેવી પંક્તીઓ.
    અને અહીં તો…
    અમને રડાવે છે તું તેની ફરિયાદ કરતા નથી,
    પણ રડવા માટે આંસુ તો આપ !
    જેવી સ્થિતી છે!
    આવી કેટલીય પંક્તીઓ યાદ આવી…
    નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ
    ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ
    આંખે એની સાગર લહેરાય, છલકે તો આંસુ થાય;
    હૈયે ભલે અગન બળતો, તોય છલક્યે હૂંફ વરતાય.
    આંસુ ભરેલી આંખમાં
    પાંપણ ડબડબી રહી છે
    કાજળ છવાઈ ગયું છે ને,
    વેદના વહી રહી છે.
    એ મુજને રડતી જોઇને ખુદ પણ રડી પડ્યા
    મારો જ પ્રશ્ન એમનો ઉતર બની ગયો.
    અને અમારો નયન
    વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
    આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે… સ્થિતી

  3. ભાવના શુક્લ said,

    January 22, 2008 @ 11:39 AM

    રડી શકાય તો હસવુ શુ છે તે સમજી શકાય….મોકળા મને રડી શકવુ એ નસીબની વાત બનાવીને રાખી છે જે ખરેખર તો સહજ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment