પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
ઉદયન ઠક્કર

મને મળવાનો તારી પાસે સમય નથી – અનિલા જોશી

તને મળવા હું એટલો બધો આતુર
કે મેં મારા અસ્તિત્વના એંધાણ
ચારે તરફ મૂકી દીધાં.
મારા સ્પર્શથી તને શાતા થાય
એટલે હું હવાની લહેરખી બની આવ્યો,
પણ તું તો સુઈ ગયો એરકન્ડિશન્ડ રૂમમાં.
પુષ્પ બની હું રોજ ને રોજ ખીલું
પણ તારા પાસે મારી સુગંધ સુધી
પહોંચવાનો સમય પણ ક્યાં છે ?
તારા મનને મધુરપથી તરબતર કરવા
પંખીનો સૂર બનીને આવું,
પણ તું તો મશગૂલ
તારા પોપ મ્યુઝિકમાં…
નિદ્રામાં તારું રક્ષણ કરી
સવારે ઉઠાડું એક જ આશાએ
કે કદાચ આજે તું મારી સાથે વાત કરીશ
પણ તું તો મોબાઇલમાં મસ્ત.

-અનિલા જોશી

આમ તો આ મનુષ્યમાત્રને મળવા આતુર ઈશ્વરની ઉક્તિ છે પણ આપણા આજના તમામ સંબંધોમાં સમાનરીતે લાગુ નથી પડતી? જાવેદ અખ્તરનો એક શેર યાદ આવે છે: तब हम दोनों वक्त चुराकर लाते थे, अब मिलते है जब फुरसत होती है |

6 Comments »

 1. વિહંગ વ્યાસ said,

  January 15, 2011 @ 4:44 am

  વાહ…શું મજાની રચના લાવ્યા છો વિવેકભાઇ !

 2. Pushpakant Talati said,

  January 15, 2011 @ 5:55 am

  વાહ ! સરસ અને સુંદર મજાની આ રચના વાંચી ખરેખર દિલ મારું બાગ-બાગ થઈ ગયું .

  માણસ ને જ પ્રભુની કિંમત નથી બાકી તો ઈશ્વરીતત્વ હમેશા માણસને પ્રાપ્ત થવા આતુર હોય જ છે પણ માણસને ફુરસત ક્યાં ?

  આ રચના કાંઈક આવી જ વાત લઈ ને આવેલ હોય તેવું જણાય છે. અરે રચનાની શતુઆત જ એમ થાય છે કે – ” તને મળવા હું એટલો બધો આતુર કે ……….” એમ કરી ને જણાવે છે.
  પરમેશ્વરે તો અસ્તિત્વના એંધાણ આપ્યાં , સ્પર્શ પણ કરી જોયો , ફોરમી પણ જોયું , પંખીનો સૂર બનીને તેણે સૂરમી , અરે તેમણે તો માણસને રક્ષી પણ જોયું , અને વળી આશા રાખી કે – કે કદાચ આજે માણસ તેની (ઈશ્વરની) સાથે વાત કરે . પણ હાય રે માણસ તું તો સાવ ન ગૂંણો જ રહ્યો ! !! ? ?? .

  સરસ રચના સાથે આ નીચે ની હીન્દી લીપી પણ ગમી ગઈ. જાણે BONUS મળી ગયું ભાઈ.
  ” तब हम दोनों वक्त चुराकर लाते थे ,
  अब मिलते है जब फुरसत होती है | ”

  Really Good – ndeed.

 3. dHRUTI MODI said,

  January 15, 2011 @ 4:24 pm

  સુંદર અછાંદસ. પ્રભુ માનવને મલવા માટે ઘણાં પ્રયત્ન કરે છે પણ માનવીને ઍની ખબર જ કયાં છે? ઈશ્વરપ્રદ ઈન્દ્રિયોનો ઍ તો જુદો જ ઊપયોગ કરી રહ્યો છે અને ઈશ્વરથી દૂર જઈ રહ્યો છે.

 4. ધવલ said,

  January 15, 2011 @ 10:20 pm

  ચોટદાર !

 5. pragnaju said,

  January 16, 2011 @ 9:07 am

  નિદ્રામાં તારું રક્ષણ કરી
  સવારે ઉઠાડું એક જ આશાએ
  કે કદાચ આજે તું મારી સાથે વાત કરીશ
  પણ તું તો મોબાઇલમાં મસ્ત.
  ચોટદાર અભિવ્યક્તી

 6. urvashi parekh said,

  January 17, 2011 @ 5:17 pm

  સરસ.
  એક્દમ સાચ્ચી વાત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment