‘ઈર્શાદ’ એટલે તો હું જલ્દી નહીં મરું,
મારા તમામ ચોપડે બાકી હિસાબ છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ગમે ત્યારે – મકરંદ મુસળે

કશું કે’વાય ના આવી પડે એ પળ ગમે ત્યારે,
સુલભ વાતાવરણ છે ફૂટશે કૂંપળ ગમે ત્યારે.

અમે સચ્ચાઈને ક્યારેય પણ જીરવી નથી શક્તા,
બને તો રણ મહીં મૃગજળ બનીને મળ ગમે ત્યારે.

તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.

ભલે હો એક ટીપુ પણ નજરઅંદાજ ના કરતાં,
સમંદરમાં ભળી એ બોલશે ખળ ખળ ગમે ત્યારે.

અમે તો દૂધનો પ્યાલો થઈને ક્યારના બેઠાં,
હવે તું આવ ને સાકર બનીને ભળ ગમે ત્યારે.

-મકરંદ મુસળે

લયસ્તરો પર આજની તારીખે સવા ચારસો જેટલા કવિઓની અગિયારસોથી વધુ કવિતાઓ ઉપલબ્ધ છે. અમારી સતત કોશિશ છતાં આપણી ભાષાના ઘણા દિગ્ગજ કવિઓ અહીં સમાવી શકાયા નથી. વડોદરાના કવિ મકરંદ મુસળે આવું જ એક નામ છે. લયસ્તરો પર ભલે આજની તારીખમાં આ એમની પ્રથમ કૃતિ હોય, ગુજરાતી કાવ્યરસિક મિત્રોમાં એમને કોઈ ઓળખતું ન હોય એવું જવલ્લે જ હશે. આજે માણીએ એમની એક મજેદાર ગઝલ… વળી મારે આજે એમની ઓળખાણ આપવી છે જરા અલગ રીતે. માત્ર નવ વર્ષની નૈસર્ગી મુસળેની એક ગઝલ આપણે અગાઉ અહીં વાંચી ચૂક્યા છીએ. મકરંદ મુસળે નૈસર્ગીના પિતા છે…

13 Comments »

 1. Bhavin Shah said,

  June 19, 2008 @ 2:17 am

  It’s nice kavita

 2. Pravin Shah said,

  June 19, 2008 @ 4:36 am

  હવે તું આવ ને સાકર બનીને ભળ ગમે ત્યારે.
  વાહ! સુંદર ગઝલ!

  મિલન વગરની છૂટે ના એક પળ ગમે ત્યારે!

 3. pragnaju said,

  June 19, 2008 @ 7:55 am

  સુંદર ગઝલ-
  અમે સચ્ચાઈને ક્યારેય પણ જીરવી નથી શક્તા,
  બને તો રણ મહીં મૃગજળ બનીને મળ ગમે ત્યારે.
  વાહ્…યાદ આવી પંક્તી
  ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
  રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી …
  તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
  ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.
  સરસ—ગુંજન્
  ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
  જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

 4. Niraj said,

  June 19, 2008 @ 9:03 am

  ખૂબ સુંદર ગઝલ..

 5. ધવલ said,

  June 19, 2008 @ 11:40 pm

  ભલે હો એક ટીપુ પણ નજરઅંદાજ ના કરતાં,
  સમંદરમાં ભળી એ બોલશે ખળ ખળ ગમે ત્યારે.

  – સરસ ગઝલ !

 6. jigar joshi "prem" said,

  June 20, 2008 @ 3:38 am

  અમે તો દૂધનો પ્યાલો થઈને ક્યારના બેઠાં,
  હવે તું આવ ને સાકર બનીને ભળ ગમે ત્યારે.

  ખૂબ સરસ ગઝલ લખાઈ છે !
  કલમને સલામી સાથે શુભેચ્છાઓ !

 7. mrugesh said,

  June 20, 2008 @ 7:54 am

  સરસ્ ………

 8. mahesh Dalal said,

  June 20, 2008 @ 3:06 pm

  ઘનિજ સુન્દર

 9. Pinki said,

  June 21, 2008 @ 2:01 am

  નૈસર્ગીના પિતા તરીકે ઓળખાણ આપીને
  વિવેકભાઈ ખૂબ સરસ કામ કર્યું
  બાકી મકરંદભાઈને ઓળખની જરુર જ નથી ….

  ભલે હો એક ટીપુ પણ નજરઅંદાજ ના કરતાં,
  સમંદરમાં ભળી એ બોલશે ખળ ખળ ગમે ત્યારે.

  સ-રસ શેર !!

 10. પંચમ શુક્લ said,

  June 22, 2008 @ 6:36 am

  સુંદર ગઝલ.

 11. Yashvant Thakkar said,

  June 22, 2008 @ 7:00 am

  ધન્યવાદ.

 12. Bharat Desai..(Spanden) said,

  June 24, 2008 @ 6:19 pm

  વકીલ સાબ…મઝા.આવી.. શિકાગો થી સીધો બુધસભા મા હોઉ એમ લાગ્યુ…………………………………………………………. તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
  ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે …………………….

 13. Vaishali A Bhagwat said,

  July 1, 2008 @ 3:43 am

  Just superb Makrarandji

  what a perfect expression of the emotions!!!!!

  અમે સચ્ચાઈને ક્યારેય પણ જીરવી નથી શક્તા,
  બને તો રણ મહીં મૃગજળ બનીને મળ ગમે ત્યારે.

  superb.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment