આપણે રહેવાનું કેવળ આપણામાં
આપણે મળવાનું કેવળ ધારણામાં.

હૂંફ શાને શોધે છે તું તાપણામાં?
એટલી ઉષ્મા નથી શું આપણામાં?
- વિવેક મનહર ટેલર

ગઝલ – નૈસર્ગી મુસળે (ઉંમર- નવ વર્ષ)

આવો આવો આવો રમીએ,
પંખી સાથે વાતો કરીએ.

વૃક્ષો કંઈ કહેવા માગે છે,
કાન દઈ એને સાંભળીએ.

ફૂલોના ખોળામાં જઈએ
પંખીના ટોળામાં જઈએ.

ગંગા ખળખળ વહેતી જાતી
એનું થોડું પાણી લઈએ.

ઘાસ ઊગી નીકળ્યું છે જ્યાં-ત્યાં
ચાલો ઝટપટ કાપી લઈએ.

પંખીઓ તો જાતે ઊડશે
એને જાતે ઊડવા દઈએ.

-નૈસર્ગી મુસળે

પાંચમા ધોરણમાં ભણતી વડોદરાની માત્ર નવ વર્ષની બાળકી નૈસર્ગી મુસળેને કવિતા વારસામાં મળી છે. લબ્ધપ્રતિષ્ઠ કવિ મકરંદ મુસળેની પુત્રીની આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ છે. જ્યાં મોટા-મોટા દિગ્ગજો સહેલાઈથી આઝાદીનું નામ લઈ પાતળી ગલી કાઢી લેતા હોય છે ત્યાં આ બાળાની આખી ગઝલમાં છંદની પણ કોઈ ભૂલ નથી એ શું પોતે જ એક સિદ્ધિ નથી?

અહીં બધા જ શેર સરળ હોવા છતાં થોડું ઊંડે ડોકિયું કરીએ તો ગહન અર્થચ્છાયા પણ અવશ્ય વર્તાય. નવ વર્ષની છોકરી આવું અર્થગહન વિચારી શકે કે કેમ એ વિચારવાને બદલે ગઝલને શુદ્ધ કવિતા તરીકે પ્રમાણીએ તો સહેજે આશ્ચર્ય થાય. ખળખળ વહેતી ગંગામાંથી ‘થોડું’ પાણી લેવાની વાત… અહીં પહેલી નજરે સાવ સરળ ભાસતો શેર ‘થોડું’ શબ્દ ઉમેરાતાની સાથે કાવ્યત્વ પામે છે. સમષ્ટિમાંથી જરૂર મુજબનું ચાંગળું લઈ બાકીનું બીજા માટે વહેતું છોડી દઈએ તો આપણી અડધી સમસ્યાઓ ટળી જાય.

અને છેલ્લે છેલ્લા શેર પર પણ એક નજર માંડીએ. બાળકોને કારકિર્દી-ભૂખ્યા બનાવીને આપણે અજાણતાં જ એમની પાંખ કાપી લેતા હોઈએ છીએ. દરેક મા-બાપ એમ જ ઈચ્છે છે કે મારું બાળક સુપર-બાળક બને, સર્વશ્રેષ્ઠ બને. અને સતત હરિફાઈની આગમાં ઝોંકી-ઝોંકીને આપણે એમનું બાળપણ છીનવી લઈએ છીએ. પોતાની અધૂરી મહત્ત્વકાંક્ષાઓનો બોજો નાના ખભાઓ પર લાદી દેતા મા-બાપો માટે આ શેર અખાના છપ્પાના ચાબખા સમાન છે. પંખીને ઊડવું શીખવવું પડતું નથી હોતું. એને એના પોતાના આકાશમાં એની મરજી મુજબનું ઉડ્ડયન કરવા દઈએ એજ સાચું વડીલપણું છે.

નૈસર્ગી મુસળેને ઉજ્જવળ કારકિર્દી માટે ‘લયસ્તરો’ તરફથી ખાસ શુભેચ્છાઓ…

51 Comments »

  1. ilaxi said,

    January 17, 2008 @ 2:11 AM

    નૈસર્ગી ને અભિનંદન! ઓલ ધ બેસ્ટ વિશિસ ફોર બ્રઇટ પોએટિક જરનિ. …

    – ilaxi

  2. Vijaykumar Dave said,

    January 17, 2008 @ 2:46 AM

    નૈસર્ગીને હાર્દિક અભિનન્દન …..

  3. Ravindra said,

    January 17, 2008 @ 2:57 AM

    નૈસર્ગી ની ઓળખાણ મકરંદ મુસલે ની પુત્રી ને બદલે ફક્ત નૈસર્ગી તરીકે આપીએ તો કેવુ રહેશે !
    ઃ)

  4. Hemant Goswami said,

    January 17, 2008 @ 3:05 AM

    ઘણુ સરસ, શુભેચછા

  5. Rajendra said,

    January 17, 2008 @ 3:23 AM

    અભિનન્દ્. નૈસર્ગિ… ગઝાલ ઘનિજ ગમિ..બહુદ અનન્દ અવ્યો..ઘનુજ ઘનુજ લખ્જે.બધિજ સુભેચા સથે અભ્નનન્દ્

  6. સુનીલ શાહ said,

    January 17, 2008 @ 3:32 AM

    નાનકડી કવીયીત્રીનુ સ્વાગત અને અભીનંદન..!! નૈસર્ગીની નૈસર્ગીક શકતીઓ ખુબ ફુલેફાલે..વધુને વધુ સુંદર કવીતાઓ આપે તેવી શુભેચ્છાઓ.

  7. Rajesh Trivedi said,

    January 17, 2008 @ 3:37 AM

    હ્લ્લો નૈસર્ગી,
    આટલી સુંદર કવિતાની રચના બદલ ખૂબ ખૂબ અભિનંદન.
    Mr. Ravindra ની વાત સાથે હું સંમત થાઊં છું કે નૈસર્ગી ને તેના પોતાના નામ થી ઑળખીએ તે જ એના પોતાના ભવિષ્ય માટે વધુ સારુ રહેશે. એની પોતાની આગવી ઓળખ ઊભી થશે.
    અને નૈસર્ગી ને બેસ્ટ ઓફ લક.

  8. Pinky ( Asha ) said,

    January 17, 2008 @ 3:47 AM

    નાનકડી કવીયીત્રીનુ સ્વાગત અને અભીનંદન..!!

    All the best…sweety.

  9. jugalkishor said,

    January 17, 2008 @ 4:16 AM

    ચોથો, પાઁચમો અને છઠ્ઠો શેર તો વ્યઁજનાસભર હોઈ એમાંથી ગુઢ અર્થ તારવી શકાય છે. શેરમાઁના શબ્દોની સાદગી, લય, સહજતા (નૈસર્ગીકપણું) ઉપરાંત ખાસ તો શુદ્ધી ધ્યાન ખેઁચે છે.

  10. amar j somvanshi said,

    January 17, 2008 @ 5:01 AM

    ખુબજ સરસ. મારા સહ્રદય અભિનન્દન. ખુબ ખુબ શુભેચ્હા.

  11. Niraj said,

    January 17, 2008 @ 5:22 AM

    ખૂબ સરસ… અભિનંદન અને શુભેચ્છાઓ..

  12. gopal parekh said,

    January 17, 2008 @ 5:24 AM

    નૈસર્ગી, ખુબ ખુબ અભિનંદન,ખુબ જ આગળ વધજે આ ક્ષેત્રમાં, ઇશ્વરની સદા તારા પર ક્રૂપા હો.

  13. પંચમ શુક્લ said,

    January 17, 2008 @ 5:59 AM

    નૈસર્ગીને અતિ નૈસર્ગિક કાવ્ય બદલ ખૂબ ખૂબ અભિનંદન. આયાસ મુક્ત સહજ કાવ્ય, ગહન ગઝલ. આની સામે કાફિયાના ક્રોસવર્ડ પઝલ જેવી ચોટદાર ગઝલો ચોક્કસ ફીક્કી લાગે!

    વિવેકભાઇ, આવી સુંદર રચના, અને નખશિખ કવિયત્રિના પરિચય બદલ આપનો આભાર.

  14. hemantpunekar said,

    January 17, 2008 @ 7:40 AM

    સુંદર ગઝલ! વડોદરાની આ નાનકી ગઝલ ક્ષેત્રે મોટી નામ મેળવશે એવી આશા સેવી શકાય!

  15. Dhwani Joshi said,

    January 17, 2008 @ 7:51 AM

    નૈસર્ગી…. વાહ… નામ જેટલું સુંદર અને આકર્ષક એવી જ એની રચના … ખુબ ખુબ અભિનંદન… આ કવ્યો ની દુનિયા અને શબ્દો નાં ઉપવન માં આ નાનકડી કળી નું હાર્દિક સ્વાગત અને શુભેચ્છા..

  16. pragna said,

    January 17, 2008 @ 8:06 AM

    ખુબ જ સુંદર ! અભિનંદન

  17. Group2Blog :: Read a wonderful poem by nine year old wonder girl Naisargi said,

    January 17, 2008 @ 9:01 AM

    […] https://layastaro.com/?p=1030 […]

  18. Shah Pravinchandra Kasturchand said,

    January 17, 2008 @ 9:18 AM

    અભિનંદન,નૈસર્ગી!
    કાવ્યયાત્રાના ઘણા પડાવો આવવાના છે.
    યાત્રા શરુ થઈ છે એ જ અગત્યનું છે.
    શક્તિશાળી ભોમિયો તો ઘરમાં છે એટલે
    યાત્રા સરળ અને સુખી રહેવાની જ.
    ફરી એકવાર અભિનંદન.

  19. Chirag Patel said,

    January 17, 2008 @ 9:28 AM

    નૈસર્ગીને ખુબ ખુબ અભીનન્દન. આવો નૈસર્ગીક પ્રવાહ અસ્ખલીત વહે એવી પ્રભુને પ્રાર્થના.

  20. Sangita said,

    January 17, 2008 @ 10:01 AM

    ખૂબ સુંદર રચના! નૈસર્ગીને ખૂબ ખૂબ અભિનંંદન!

  21. pragnaju said,

    January 17, 2008 @ 10:07 AM

    સર્વાંગ સુંદર ગઝલ.
    તેમાં
    “પંખીઓ તો જાતે ઊડશે
    એને જાતે ઊડવા દઈએ.”
    પંક્તીઓ ખૂબ ગમી.
    િચંતન મનન કરવા જેવો વિચાર.
    કેટલા નાદાન છે જે ઊંમરથી ગઝલ માણે છે!
    અંધકાર તો નાનકડા િદપકથી પણ દૂર થાય!
    હાર્દિક અભિનન્દન જ્ઞાનવૃધ્ધ નૈસર્ગી

  22. Bhaerat Panndya said,

    January 17, 2008 @ 10:21 AM

    ઍક દિવસ એવો આવશે જ્યારે કવિ મકરંદ મુસલે નિસરર્ગના પિતા તરિકે ઓળખાશે અને તેનેી સૌથિ વધુ ખુશેી મકરન્દ ભાઈને થશે.

  23. Mrs.Amruta Rajesh Joshi said,

    January 17, 2008 @ 12:15 PM

    સંવેદનશીલ પિતાની, કોમલ દીલ ધરાવતી સુંદર ઉગતી કળી જેવી કવીયત્રી દીકરીની આટલી સુંદર રચના ના હોય તો જ નવાઈ. ” મોરના ઈડા ચીતરવા ના પડે ” તે ઉક્તિ સાર્થક થાય ચે. ખૂબ જ સુંદર રચના! Congratulations to dear Naisargi.

  24. ઊર્મિ said,

    January 17, 2008 @ 12:19 PM

    …………………
    …………………

    મારી તો બોલતી જ બંધ થઈ ગઈ છે…
    નૈસર્ગીની નૈસર્ગિક કમાલ તો ખરેખર કમાલની છે!

    પંખીઓ તો જાતે ઊડશે
    એને જાતે ઊડવા દઈએ.

    ખુબ ગમ્યું… આપણા જેવાં મોટેરાઓને (ખાસ કરીને મા-બાપોને) એક નાનકડો પણ ભવ્ય સંદેશો…

    નાનકડી કવિયત્રિને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે અંતરની શુભેચ્છાઓ!

  25. Vashishth Shukla said,

    January 17, 2008 @ 12:27 PM

    so cuteeeeeeeeeeeeeeeeeeeeeeeee…..
    Really Naisargi’s poem is just like fresh aqua and cool breeze. Great ..Keep it up dear you have responsibility to do something best for our gujarati language. You deserves…

  26. Pinki said,

    January 17, 2008 @ 12:41 PM

    ખૂબ જ તાજગીસભર……… અને આશ્ચર્યચકિત થઈ જવાય એવી રચના….
    ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ……..!!!
    વિવેકભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર…….!!!

  27. Nitin Bhatt said,

    January 17, 2008 @ 1:30 PM

    નૈસગીને આવકાર. ખુબ પ્રગતી કરે તેવી શૂભેચ્છા.

    બધાને વિનતી.. આ પખીને જાતે ઊડવા દેજો. વિવેચનનો ભાર આપ્યા વીના.

    નીતિન ભટટ

  28. ભાવના શુક્લ said,

    January 17, 2008 @ 1:39 PM

    નૈસર્ગીનુ અતિ નૈસર્ગિક કાવ્ય વાચ્યુ… ગુજરાતી બાળપણ પણ કાવ્યાત્મકતાથી સમૃદ્ધ છે તે જાણી ને ગુજરાતી હોવાનુ ગૌરવ ખુબ વધ્યુ… નૈસર્ગીને ખુબ અભિનંદન અને પ્રગતીની શુભકામના..
    વિવેકભાઈને આ નાનકડો નવો પરીચય કરાવવા બદલ આભાર કહેવા જરાપણ ના ચુકુ.

  29. ડૉ. મહેશ રાવલ said,

    January 17, 2008 @ 1:49 PM

    વિવેકભાઈ !
    “મોરનાં ઈંડા ચીતરવાના ન હોય” – એ લોકોક્તિ ફરી એક વખત સાચી સાબિત થવાના પ્રસંગે આપણે બધાં “લયસ્તરો”ના માધ્યમથી સાક્ષી બન્યા.
    વન્ડર બેબી અને વન્ડર લયસ્તરો બન્ને અભિનંદનના અધિકારી છે.!

  30. Gaurav said,

    January 17, 2008 @ 2:34 PM

    salaam to baby !!

  31. Pradip Brahmbhatt said,

    January 17, 2008 @ 5:03 PM

    દીકરીને સાચા દિલથી આશિર્વાદ.ઘણી જ સુંદર રજુઆત અને ઘણી જ ઉત્તમ ઉંમર.બેટા પ્રગતિના દરેક સોપાને પુ.જલારામ બાપા સર્વ રીતે સહાય કરે તેવી પ્રાર્થના.
    હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટના અભિનંદન.

    શ્રી વિવેકભાઇ,અભિનંદન તો તમને પણ હોય જ. ખરુ ને?

  32. bushra amkhan said,

    January 17, 2008 @ 7:47 PM

    am soo proud that there is such agreet writer in ur age go ahead coz u will be greeter writer woman some day , thank u

  33. Lata Hirani said,

    January 18, 2008 @ 1:45 AM

    સલામ સલામ બેબી… દિલ ખુશ

  34. Vivek Kane 'Sahaj' said,

    January 18, 2008 @ 8:40 AM

    વાહ નૅસર્ગી, તારુ ઇનામ પાક્કુ. હુ આવીશ ત્યારે લઈ આવીશ.

  35. Punamchand G. Vaghela said,

    January 18, 2008 @ 9:48 AM

    ફકત ૯ વર્ષની ઉંમરે આવું સરસ કાવ્‍ય લખવું એ ખરેખર માની ન શકાય તેવી વાત છે. નૈસર્ગીને મારા ખૂબ ખૂબ અભિનંદન. નૈસર્ગી ભવિષ્‍યમાં ખૂબ જ પ્રગતિ કરે તેવી મારી અંતઃકરણપૂર્વક શુભેચ્‍છા.

  36. Tarak Shah said,

    January 19, 2008 @ 5:41 AM

    હલ્લો, નૈસર્ગિ આ ખરેખર માની ન શકાય તેવી વાત છે. દીકરીને સાચા દિલથી આશિર્વાદ…ધન્ન્ય છ તારા મા-બાપ ને. ખુબ પ્રગતી કરે તેવી શૂભેચ્છા સહ…Contrgtualtions….

  37. sneha said,

    January 19, 2008 @ 8:24 AM

    hi,Naisargi
    Congratulations
    God bless U
    Keep it up

  38. Dilipkumar K. Bhatt said,

    January 19, 2008 @ 10:43 AM

    ચિરન્જિવિ નૈસરગિ,્ ંઅમારા ખુબ ખુબ અભિનન્દ પિતાજિનુ ઋણ અદા કરિને તમે તમારુ નામ જગતમ રોશન કર્યુ

  39. meena said,

    January 19, 2008 @ 4:47 PM

    Dear Naisargi. After seeing and reading all the above wonderful comments there so little i can express from my side.So many beautiful and encouraging words shown to you that you truly deserve.Simple,sweet and soft is what your poem is.Your child nature shows and shines brilliantly in your poem. Keep your this spirit all your life and yes do not lose your child like nature.Best wishes.Meena Popat from Manchester-U.K.

  40. jaydeep said,

    January 19, 2008 @ 6:33 PM

    hi, Naisargi

    its such a wonderful poem.
    its very beautiful and encouraging words shown to you deserve.
    keep it up. best of luck for yr bright future.

  41. vedant said,

    January 19, 2008 @ 6:36 PM

    hi, Naisargitai,

    its so beautiful poem. i like it very much.
    god bless u. keep it up.

  42. shashank said,

    January 19, 2008 @ 6:52 PM

    Hi Naisargi,

    Its such a wonderful poem god bless u keep it up.

  43. Narendra Chauahan said,

    January 21, 2008 @ 12:07 AM

    Dear Dr. Vivekbhai,

    …this is truly a living example of “Taare Zameen Par!”

  44. vaishali A Bhagwat said,

    January 21, 2008 @ 3:34 AM

    Congrats Naisargi, it really touched my heart. The expressions are so deep and thoughtful at such small age. Especially last two lines are superb and gives message to all of us that we should explore the qualities of our childern and they will grow like anything. Few lines for you marathi with english script
    shabdatun vyakta hota khalalalis zaryasarkhi,
    fulasarkhi fulu de satat tuzya antratil urmi,
    nisargache dan gheun zalis dhnya NAISARGI,
    ashich sada vadhat raho jagi tuzi kirti.

  45. Prashant said,

    January 23, 2008 @ 2:55 AM

    એક દિવસ એવો આવશે કે મક્રન્દ મુસળે ને એમનિ પુત્રિ ઘણુ પાચ્હળ મુકિ દેશે.
    અને ખરેખર જ નૈસર્ગિક રિતે નૈસર્ગિ આભ મા વિહાર કરશે.
    Awesome man!!!!!!!!!!!!!!!!
    Really Tare zameen par…..

  46. Prashant Khandalkar said,

    January 23, 2008 @ 2:58 AM

    અદભુત, અદમ્ય, અવિશ્વસ્નિય્, અપરાજિત્ એવિ નૈસર્ગિ….

  47. લયસ્તરો » ગમે ત્યારે - મકરંદ મુસળે said,

    June 19, 2008 @ 2:15 AM

    […] લયસ્તરો પર આજની તારીખે સવા ચારસો જેટલા કવિઓની અગિયારસોથી વધુ કવિતાઓ ઉપલબ્ધ છે. અમારી સતત કોશિશ છતાં આપણી ભાષાના ઘણા દિગ્ગજ કવિઓ અહીં સમાવી શકાયા નથી. વડોદરાના કવિ મકરંદ મુસળે આવું જ એક નામ છે. લયસ્તરો પર ભલે આજની તારીખમાં આ એમની પ્રથમ કૃતિ હોય, ગુજરાતી કાવ્યરસિક મિત્રોમાં એમને કોઈ ઓળખતું ન હોય એવું જવલ્લે જ હશે (ભલે લયસ્તરો પર આ અગાઉ એમની કોઈ ગઝલ અમે મૂકી શક્યા ન હોઈએ!). આજે માણીએ એમની એક મજેદાર ગઝલ… વળી મારે આજે એમની ઓળખાણ આપવી છે જરા અલગ રીતે. માત્ર નવ વર્ષની નૈસર્ગી મુસળેની એક ગઝલ આપણે અગાઉ અહીં વાંચી ચૂક્યા છીએ. મકરંદ મુસળે નૈસર્ગીના પિતા છે… […]

  48. કુણાલ said,

    June 20, 2008 @ 1:40 AM

    અદભૂત !!

  49. vandana vijay shirke said,

    April 22, 2009 @ 8:26 AM

    Dear Naisargi,
    It is amazing . I am proud of u. GOD bless u.
    Khalaltya Zaryasarakhi tuzi pratibha
    sahityachya janiwechi tuzi abha
    ashich tu sarwana anand dewo
    ishwarache ashirwad nehami tula labho
    vandana
    From Thane

  50. Dr.Vimal S.Rachchh said,

    January 20, 2014 @ 3:56 AM

    ખુબ સરસ નૈસર્ગી,
    તારી કવિતા પણ તારી જેમ નૈસર્ગીક જ્ છે…

  51. Dr.Manoj L. Joshi 'મન' (Jamnagar) said,

    October 5, 2019 @ 9:37 AM

    Waaah…waaaah… Ne Waaah…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment