ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
ઉમાશંકર જોશી

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

માર્ગ લંબાતો ગયો ને જાય વધતી આ તરસ પણ
આ સફરમાં માત્ર રણ આવે ને રણમાં ઊંટ આવે.
-ડૉ. દિલીપ મોદી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

સગપણ કે મૈત્રી-વર્તુળે હાંફી જવાય છે…
બહાનું બીજું જીવી જવા એકાદ જોઈએ !
-બકુલેશ દેસાઈ

બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર.
-મુકુલ ચોક્સી

ધ્યાનમાં આવી ન કૂંપળ કોઈને
આખરે લાંબોલચક સોટો થયો.
-રઈશ મનીઆર

‘અચલ’ આ રાહ ન્યારી છે, અહીં ફાવ્યું નથી કોઈ,
જણાવી દો તમન્નાને, જણાવી હું નથી શક્તો.
-એચ. એન. કેશવાણી ‘અચલ’

ઘણું જીવે છતાં પણ કોઈ નક્કર કામ આ આપે,
ઘણા આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.
-કિરણ ચૌહાણ

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યાં કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?
-ગૌરાંગ ઠાકર

ઑફિસ સમી છે આપણી આ જિંદગી ‘વિજય’
આખો દિવસ ચહલપહલ પણ સાંજ ઝૂરતી.
-વિજય સેવક

કેમ ઉકેલું તારી લિપિ ?
આંખો છે મૂંગીમંતર.
-ધ્વનિલ પારેખ

મૂળ પકડાઈ જાય પીડાનું,
એથી તાજા હું ઘાવ રાખું છું.
-મહેશ દાવડકર

ઘાસની લીલાશના લાવણ્યમાં,
એક તડકાનું સરોવર નીકળે !
-રમેશ પટેલ

ગોદડી કૈં અમથી સંધાતી નથી ભૈ,
સાત પડ વીંધીને સોઈ નીકળે છે.
-મંગળ રાઠોડ

સ્પર્શના પમરાટથી મ્હેકી ઊઠ્યું,
વાલમાનું ગીત અંગેઅંગમાં.
-મનુબેન મનહરલાલ ચોક્સી

19 Comments »

 1. શબ્દો છે શ્વાસ મારા · Ghazal-e-Surat said,

  February 2, 2008 @ 1:14 am

  […] કોઈ પણ શહેરના હયાત તમામ ગઝલકારોને એક જ જગ્યાએ સમાવી લે એવો જાજરમાન મુશાયરો બે પૂંઠાની વચ્ચે કદાચ આ અગાઉ થયો નથી. ૨૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે સુરતના હયાત ૪૧ જેટલા ગઝલકારોની કુલ ૭૬ જેટલી રચનાઓને સમાવી લેતી પુસ્તિકા “ગઝલે સુરત”ના લોકાર્પણવિધિ નિમિત્તે યોજાયેલા કવિ સંમેલનમાં પુસ્તકમાં સ્થાન પામેલા મોટા ભાગના કવિઓએ પોતાની રચના જનસમુદાય સમક્ષ રજુ કરી હતી. કોઈ પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાના પુસ્તકમાં મારી ગઝલો પ્રગટ થવાનો આ મારો પ્રથમ અનુભવ હતો. આ પુસ્તકમાં પ્રગટ થયેલી મારી ગઝલો અહીં રજૂ કરી છે અને આ તમામ ગઝલકારોના ચુનંદા શેરનું સંકલન પણ આપ ‘લયસ્તરો’ ખાતે કડી-1 અને કડી-2 મુકામે માણી શકો છો… […]

 2. Shah Pravinchandra Kasturchand said,

  February 2, 2008 @ 9:03 am

  બહુ સારુ લાગ્યું.

 3. ઊર્મિ said,

  February 2, 2008 @ 12:18 pm

  મજા આવી ગઈ. બધા અશઆર સુંદર પસંદ કર્યા છે વિવેક.

  આ એક શેર જરા વધુ સ્પર્શી ગયો…

  ગોદડી કૈં અમથી સંધાતી નથી ભૈ,
  સાત પડ વીંધીને સોઈ નીકળે છે.
  -મંગળ રાઠોડ

  ફરી એકવાર સૌ સુરતી કવિમિત્રોને સલામ !

 4. pragnaju said,

  February 2, 2008 @ 3:04 pm

  ચુનંદા શેરનું સંકલન ગમ્યું
  કડી- ૨ની રાહ જોઈએ છે!
  સંપાદક જનકને અભીનંદન

 5. Group2Blog :: Yet another face of the city called Surat… said,

  February 4, 2008 @ 7:06 am

  […] http://layastaro.com/?p=1045- You will find brief introduction of the book as well selected couplets from first 20 poets in this book here. […]

 6. સુરેશ જાની said,

  February 4, 2008 @ 7:34 am

  જાણીને બહુ આનંદ થયો.

 7. વિવેક said,

  February 4, 2008 @ 8:13 am

  “ગઝલે સુરત”
  (સુરતના હયાત ગઝલકારોની ગઝલોનો સંગ્રહ)

  સંપાદક : જનક નાયક

  પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
  ફોન. 0261-2597882/2592563
  મૂલ્ય: રૂ. 25/=

 8. Bharat Pandya said,

  February 8, 2008 @ 10:02 am

  ફોટો નેીચે શાયરોના નામ આપો તેવેી િવ્ન્ંિત્.નેીચે થેી ઉપર ///ડાબેથેી જમણે..
  આભાર.

 9. dr ashok jagani said,

  February 9, 2008 @ 3:17 am

  hi vivek
  maja avi gai.
  hu roj a blog ni muka\lakat lau chhu.

 10. Talking to myself…..in public » Blog Archive » Ghazal-E-Surat said,

  February 10, 2008 @ 1:34 pm

  […] Ghazal is a form of poetry that was introduced to India by the Moghuls in the 12th century. While Ghazals can be written in any language, in India it is more popularly written in Urdu, Hindi and Gujarati. When it comes to Gujarati Ghazals, the city of Surat is considered the front runner with the most popular Ghazalkars or Shayers (i.e. poets) coming from Surat. In an unprecedented move, a publisher from Surat has published a book called Ghazal-E-Surat that contains about 76 Ghazals from the 41 living Ghazalkars. I came across this news on the blog of Dr. Vivek Tailor a Ghazalkar from Surat, and Layastro a leading Gujarati Ghazal site. One of the Ghazalkars published in the book is my Grandfather, H. N. Keshwani. My Grandfather is well known in the Gujarati Ghazal circle in Surat, but little outside of it. I am very proud of my Grandpa for his achievements, and very happy that he was recognized by the publishers of Ghazal-E-Surat. Among the other Ghazalkars’ pictures on the front and back cover of the book, my Grandpa is on front cover, first picture on the third row. […]

 11. Dr. Dilip Modi said,

  June 11, 2008 @ 10:18 am

  અતિઆન્ન્દ…it is indeed a great job done by Janak Naik…a memorable & a valuable, too. My hearty congratulations & all good wishes…Thank you so much.

 12. PRADIP SHETH BHAVNAGAR said,

  May 14, 2010 @ 7:31 am

  ખૂબ…ખૂબ લાગણી…..

 13. dinesh said,

  May 17, 2010 @ 12:59 pm

  બહુ સ્રરસ્

 14. chandrakant said,

  July 23, 2010 @ 3:47 am

  વાહભૈ મજા આવિ ગઇ

 15. MItesh Vadgama said,

  September 12, 2010 @ 1:17 am

  ઘાસની લીલાશના લાવણ્યમાં,
  એક તડકાનું સરોવર નીકળે !—– રમેશ પટેલ

  આ અધુરિ પન્ક્તિ પુરિ કરવા નો પ્યત્ન કર્યો મે….

  જગત ના આ અન્ધકાર મા,
  એક આશા નિ કિરન નિક્ળે….

 16. MItesh Vadgama said,

  September 12, 2010 @ 1:34 am

  રાવન લઈ ગયો સિતા ને હરણ કરિ…..
  રામે પણ ત્યાગિ સિતા છતા અગ્નિ પરિકક્ષા કરિ……..
  મિતેશ વઙગામા

 17. Sudhir said,

  January 1, 2011 @ 11:15 pm

  Hello all,

  Please visit the following youtube videos for my ghazals’ recitations
  http://www.youtube.com/watch?v=L1IqjnGX_3k
  http://www.youtube.com/watch?v=9ecP7CpF7Qo
  http://www.youtube.com/watch?v=-nDj-LOJJzE

  My three gazal sangrahs are as follows:
  1) Naam avyu hoth par enu ane…
  2) Mungamantar Thai juo
  3) Ukeline Swayamna Sal

 18. r said,

  July 18, 2012 @ 10:12 am

  ધ્યાનમાં આવી ન કૂંપળ કોઈને
  આખરે લાંબોલચક સોટો થયો.
  -રઈશ મનીઆર

 19. Utpal Purohit said,

  July 25, 2012 @ 1:12 pm

  Gazale surat saathe sanklayel sau sanmanniy gazalkarono,sampadakshrine khub abhinandan. Jalso padi gayo.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment