ગઝલ – સાહિલ
છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.
શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું !
જાસો મળ્યા પછીનો નગરમાં તનાવ છે.
લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઇ બોલ્યા : ગજબનો ઉઠાવ છે.
આ કાચબાપણાનું હવે શું થશે કહો !
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.
સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં ?
સૂરજની હાજરીમાં બનેલો બનાવ છે.
થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય –
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.
– સાહિલ
વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ…
Rina said,
April 26, 2013 @ 3:16 AM
Waaaah
narendrasinh chauhan said,
April 26, 2013 @ 3:53 AM
લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઇ બોલ્યા : ગજબનો ઉઠાવ છે. ખુબ સરસ
chandresh koticha said,
April 26, 2013 @ 4:33 AM
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે. ખુબ સરસ
Dhaval Shah said,
April 26, 2013 @ 8:19 AM
છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.
– વાહ !
rajesh mahant said,
April 26, 2013 @ 8:23 AM
ખુબ જ સરસ
વાન્ચવામા પણ ગજબનો લય આવે ચે.
La' Kant said,
April 26, 2013 @ 9:58 AM
“શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું !
જાસો મળ્યા પછીનો નગરમાં તનાવ છે.”
કર્તા એક સન્નાટાની વાત લૈ આવ્યા છે ?
લાલ લોહી જેવો આત્મ્ભોગ આપ્યા પછી,એ ભૂલાઇ જતુ હોય છે,
અને સૌ પરિણામને સરાહે … ત્યારે કર્તાને માનસિક વ્યથા વેઠવી
પડે…એ કમનસીબીની વાત !
એકન્દર જસ્ટ ઓકે.
‘કાચબાપણા’ અને…. ‘હવાની આવજાવ’ શુ સૂચવે છે?
બંધિયારપણૂ અને ખૂલ્લાશની વાત?
–
-લા’કાંત /25-4-13
Maheshchandra Naik said,
April 26, 2013 @ 12:27 PM
સરસ ગઝલ, શબ્દોની માવજત દાદ માગી લે એવી છે,,,,,,,
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે………………….
આમા બધુ જ આવી જાય છે…
M.D.Gandhi, U.S.A. said,
April 26, 2013 @ 2:10 PM
સુંદર ગઝલ છે.
pragnaju said,
April 26, 2013 @ 5:59 PM
લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઇ બોલ્યા : ગજબનો ઉઠાવ છે.
વાહ
યાદ
હ્રદયના કોડિયે લોહીની શગ બળે તે ગઝલ
વિરહ, ઉજાગરા, મંથનમાં ટળવળે તે ગઝલ
રમત ગઝલને સમજનારા, આવ સમજાવું :
કશુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ.
sudhir patel said,
April 26, 2013 @ 10:40 PM
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
Dr. Jagdip said,
April 27, 2013 @ 5:02 AM
ઝકાસ……….
PRAGNYA said,
April 27, 2013 @ 9:14 AM
ખુબ સરસ!!!!!
સુનીલ શાહ said,
April 27, 2013 @ 9:40 AM
વાહ…વાહ…અને વાહ…!!
Labhshankar Bharad said,
April 27, 2013 @ 10:24 AM
“છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.” ખૂબજ સુંદર કૃતિ, ધન્યવાદ- “સાહિલ’ તથા “લયસ્તરો”
મહેન્દ્રસિંહ પઢિયાર ' મરમી ' said,
April 27, 2013 @ 10:31 AM
વાહ………!
થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય –
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.
suresh baxi said,
April 27, 2013 @ 2:37 PM
સરસ
suresh baxi said,
April 27, 2013 @ 2:40 PM
સરસ ગઝ્લ્
nhpatel said,
April 29, 2013 @ 1:47 AM
TAHUKA UCHERVANO AAMARO SWABHAV CHE…..VAH KHUB SARAS