નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.
મહેક ટંકારવી

(સાક્ષી) – માર્કસ આર્જેન્ટેરિયસ (અનુ. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.

મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.

આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે. સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે પણ કવિ વિગતે કશી વાત ન કરીને આપણા રસભાવની કસોટી કરતાં હોય એમ આગળની વાર્તા ફાનસના ‘ઝાંખા’ પ્રકાશના હાથમાં છોડી દે છે…

થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની માતા જોકાસ્ટા સાથેના લગ્નથી જન્મેલ અનૌરસ પુત્રી એ એન્ટિગની. એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. મૃત્યુ પામેલા બે ભાઈઓને થીબ્સમાં જ દફન થવા મળે એ માટે એન્ટિગની લડી હતી. જો કે પ્રસ્તુત કવિતામાં એનો રેફરન્સ સમજવો મારા માટે દોહ્યલું થઈ પડ્યું છે…

Her perfect naked breast
upon my breast,
her lips between my lips,

I lay in perfect bliss
with lovely Antigone,
nothing caught between us.

I will not tell the rest
Only the lamp bore witness.

– Marcus Argentarius
(Greece)

8 Comments »

  1. sagar said,

    April 12, 2013 @ 1:57 AM

    વાહ

  2. perpoto said,

    April 12, 2013 @ 3:32 AM

    ઝાંખુ ફાનસ
    આથડે ઓળા તળે
    ભીનો પવન

  3. Suresh Shah said,

    April 12, 2013 @ 4:51 AM

    થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની માતા જોકાસ્ટા સાથેના લગ્નથી જન્મેલ અનૌરસ પુત્રી એ એન્ટિગની. એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે.
    કાવ્ય સુંદર છે.
    એન્ટિગનીનો અર્થ આજે ખબર પડી. આભાર.
    અંગ્રેજીમા કીંગ ઇડિપસ વાંચેલ.

    – સુરેશ શાહ, સિંગાપોર

  4. વિવેક said,

    April 12, 2013 @ 8:15 AM

    @ સુરેશ શાહ:

    ‘ઇડિપસ કોમ્પલેક્સ’ એ એક બિમારીનું નામ પણ છે:

    Oedipus Complex:

    The psychological term coined by Sigmund Freud named after the mythical king of Thebes and the legend based around him. In Greek myth, Oedipus killed his father and married his mother, but without knowledge that either were his parents. Freud’s theory proclaimed that, at an unconscious level, a male’s sexual preference would be based around the actions and personality of his mother. The male child would also feel extreme animosity towards his father, again at an unconscious level. The phenomenon in females is called the Electra Complex.

    બીજી એક વ્યાખ્યા મુજબ:
    The Oedipal complex is a term used by Sigmund Freud in his theory of psychosexual stages of development to describe a boy’s feelings of desire for his mother and jealously and anger towards his father. Essentially, a boy feels like he is in competition with his father for possession of his mother. He views his father as a rival for her attentions and affections.

  5. La'Kant said,

    April 12, 2013 @ 8:51 AM

    પરમ સત્તાની વ્યવસ્થા કહો કે,’ એક નેચરલ-કુદરતી ગોઠવણ’ તેનો એક અતિ સૂક્ષ્મ ,રજકણ સમો એક ભાગ છે … આવું બધું… જે હકીકતમાં બને છે…પછી આપણે ઐતિહાસિક રીતે કે કો’ક લેબલ તળે ઓળખ આપીએ તે વાત જુદી… નિસર્ગનું સર્જન ” નર અને માદા ” નું સંયોજન સ્વયમ એક અતિ મહત્વની જરૂરી સર્જન-પ્રક્રિયા {ઈવોલ્યુશન}નો ભાગ જ છે ને?
    ઠીક-અઠીક કે નૈતિક યા અનૈતિક એ આપણા અમુક-તમુક સામાજિક ચોકઠાંની બલિહારી !
    આપણે અશ્લીલકે બીભત્સ ગણીએ પણ અન્ય સંસ્કૃતિ ક લ્ચરમાં એ અત્યંત સહજ વાત પણ હોઈ શકે ને ? “અનુભવી …માણી ને જાણવું” એજ યથાર્થ એ સમય પૂરતું …
    કુદરતની કિતાબમાં એવું કંઈ છે? /હશે? ભલે આપણે જંગલમાં નથી રહેતા,સભ્યતાના વારસદાર એટલે વિચાર કરિએ એય અસ્થાને ન જ ગણાય ..
    લખનાર,અનુવાદક અને એથી યે વિશેષ રાજુકર્તા= આસ્વાદકને ધન્યવાદ તો ચોક્કસ આપીએ! એક ખાસ દૃષ્ટિ બદ્દલ અને એક મોરલ કરેજ બદ્દલ પણ ….!
    કારણકે ગુદગુદી -સળવળાટ કરાવનાર મીઠી ચળ-ખણસ ભલા કયા જીવંત જણ ને ન ગમે ?
    -લા’કાન્ત / ૧૨-૪-૧૩

  6. pragnaju said,

    April 12, 2013 @ 1:25 PM

    યાદ
    કવિ પ્રદિપનૂ આ કાવ્ય
    નાળ છેદીને
    તેં મને મુક્ત કર્યો તારા જીવનપ્રવાહથી.
    હે ભારત માતા,
    તેં મને વાત્સલ્ય ક્યારે આપ્યું?
    આ કાળપ્રવાહમાં હું કર્ણ નહીં
    ને ઇડીપસ થઈને તારી સેજ પર આવું,
    તો હું શું કરું? ફ્રોઈડના મનોવૈજ્ઞાનિક સંશોધને કળાસાહિત્યમાં મનોવિશ્લેષણની એક નવી પદ્ધતિ માટેની ભૂમિકા તૈયાર કરી એટલું જ નહિ. પણ શૃંગારરસના નિરૂપણ માટે પણ એક નૂતન દિશા ખોલી આપી. ફ્રોઈડનાં આ વિચારને લઈને કેટલીય કૃતિઓનું સર્જન થયું. જોમ્સ જોયસ, ર્વિજનિયા વૂલ્ફ આપણે ત્યાં સરોજ પાઠક, ધીરુબેન, લા.ઠા, ચિનુ મોદી, શ્રીકાંત શાહ જેવાં સર્જકો તેનાં અખતરા કરે છે. અને તેમાં નવા પરિમાણો ઊભા કરે છે
    મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
    સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
    નથી કોઈ આવરણ અમારી વચ્ચે.
    મિસ્કીન જેવા વિદ્વાન જ આ ભાષાંતરને ન્યાય આપી શકે

  7. Maheshchandra Naik said,

    April 12, 2013 @ 9:47 PM

    એક જુદા જ મનોભાવને વ્યક્ત કરતી રચના, બીભત્સ રસને માણવા કરતા કાવ્યરસ દ્વારા એક અલગ પ્રકારના કાવ્યની વાસ્ત્વિકતા સ્વિકારવી રહી……………………

  8. લયસ્તરો » (સાક્ષી) – માર્કસ આર્જેન્ટેરિયસ (અનુ. વિવેક મનહર ટેલર) said,

    April 13, 2013 @ 12:31 AM

    […] ગઈ કાલે આપણે આ કવિતાનું એક ભાષાંતર માણ્યું જ્યાં એન્ટિગનીનો ઉલ્લેખ સમજણના […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment