(સાક્ષી) – માર્કસ આર્જેન્ટેરિયસ (અનુ. વિવેક મનહર ટેલર)
છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌ માટે આ દીવો બન્યો છે સાક્ષી.
– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
ગઈ કાલે આપણે આ કવિતાનું એક ભાષાંતર માણ્યું જ્યાં એન્ટિગનીનો ઉલ્લેખ સમજણના પ્રદેશની જરા બહાર રહી ગયો હોય એમ લાગતું હતું. પ્રસ્તુત ભાષાંતરમાં વાત થોડી સ્પષ્ટ થતી લાગે છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીએ એકલા હાથે પોતાના ભાઈઓની દફનવિધિ માટે જે રીતે કમર કસી હતી એ એની તાકાતનો અહેસાસ કરાવે છે… અહીં રતિક્રીડામાં સ્ત્રી-પુરુષનું સર્જાતું મૂક સાયુજ્ય એની હાજરીની તાકાતનો અહેસાસ કરાવે છે…
*
Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.
– Marcus Argentarius
(Greece)
perpoto said,
April 13, 2013 @ 4:03 AM
પાણી મહાસાગર અને ખાબોચીયા, બન્નેમાં હોય છે.
માત્ર વિશાળતાનો ફરક હોય છે.
એન્ટિગની પાત્ર શબ્દોને અતિક્ર્મે છે.
pragnaju said,
April 13, 2013 @ 9:51 AM
to which the lamp is registered as witness.
– Marcus Argentarius જેવા સંવેદનશીલ કાવ્યનું સ રસ ભાષાંતર
યાદ
જ્યાં આનુરીનું એન્ટિગની ખૂબ સુંદર નાટક છે.
તેને તખ્તા પર રજુ કરવાની ચેલેન્જ વિશ્વવિખ્યાત સત્યદેવ દુબે એ કરી હતી. ગર્ભપાતનું એક દશ્ય આવતું ને સ્ટેજ પર લાલ ડાઘાવાળું કપડું આવતું. તમાશા બોર્ડે એના પર ને બીજા સવાંદો પર કાપ મૂક્યો. ડો. શ્રીરામ લાગુ એ નાટક પહેલાં જ ઓડિયન્સ જણાવ્યું કે નાટકમાં ભૂરા ડાઘાવાળું જે કપડું આવશે તેને તમારે લાલ ડાઘાવાળું સમજવાનું. ઓડિયન્સ સમજી જતું ને એ દશ્ય વખતે તાળીઓનો ગટગડાટ થતો.
Maheshchandra Naik said,
April 13, 2013 @ 2:16 PM
ગ્રીસ કાવ્યજગતમા લઈ જવા બદલ આભાર્…………………..