મૌનનો પડઘો : ૧૫ : રિઓકાન
The flower invites the butterfly with no-mind;
The butterfly visits the flower with no-mind.
The flower opens, the butterfly comes;
The butterfly comes, the flower opens.
I don’t know others,
Others don’t know me.
By not-knowing we follow nature’s course.
પુષ્પ મન-રહિત હોય છે જયારે તે પતંગિયાને આમંત્રે છે;
પતંગિયું મન-રહિત હોય છે જયારે તે મુલાકાતે જાય છે પુષ્પની .
પુષ્પ ખીલે છે, પતંગિયું આવે છે;
પતંગિયું આવે છે,પુષ્પ ખીલે છે.
અન્યોને હું જાણતો નથી,
અન્યો મને જાણતા નથી .
અણજાણપણાથી અમે કુદરતની લીલાને અનુસરીએ છીએ .
– Ryokan
[ no-mind અને not-knowing શબ્દો આ કાવ્યમાં ખાસ ભાવ માટે પ્રયોજાયા છે . એવો કોઈ ગુજરાતી શબ્દ ધ્યાનમાં નથી આવતો કે જે આ ભાવનું સુપેરે વહન કરે . આથી ભાવકોને વિનંતી કે મૂળ અંગ્રેજી ભાવ ના અનુસંધાનમાં આ કાવ્યનું રસપાન કરે . ]
આ કાવ્યમાં બે મૂળભૂત સિદ્ધાંતોને અત્યંત નાજુકાઈથી રજૂ કરાયા છે – એક no-mind અને બીજો aloneness . ‘no-mind’ નો ભાવાનુવાદ કંઈક આ રીતે થઇ શકે – મન એટલે અસંખ્ય વિચારો,યાદો,અનુભવો,પૂર્વગ્રહો,વહેમ ઇત્યાદિનું સંગ્રહસ્થાન . ટૂંકમાં જન્મથી ચાલ્યા આવતા અતિશાક્તિશાળી conditioning નું પરિણામ એટલે મન . no-mind એટલે આ રોગથી મુક્ત એવું ચિત્ત – જે પ્રત્યેક ક્ષણે તદ્દન નવું જન્મતું હોય છે અને મૃત્યુ પામતું હોય છે – જે સમયની કેદથી મુક્ત છે. જેને J Krishnamurti ‘totally fresh and free mind ‘ તરીકે વર્ણવે છે . ‘choiceless awareness ‘ આવા મન માટે જ શક્ય હોય છે . aloneness એ કુદરતનો શાશ્વત નિયમ છે . aloneness શાશ્વત છે,બાકી સઘળું તેમાં ખલેલ છે .
perpoto said,
December 16, 2012 @ 3:31 AM
Mind alone is the cause of bondage and release.
Raman Maharshi
choice less awareness ..આવા મન માટે જ શક્ય હોય છે….આ ખોટું વાક્ય છે.
મન રહિત થવાની વાત છે. ક્રિષ્ણમુર્તિ ને સમજવામાં ઘણાં લોકો ગોતાં ખાય ગયાં છે.
pragnaju said,
December 16, 2012 @ 11:34 AM
અણજાણપણાથી અમે કુદરતની લીલાને અનુસરીએ છીએ .
અમને આમ સમજાય છે
કુદરતની લીલા એવી જ અજબ છે. એ પ્રમાણે નિરાશામય જીવનને આશામાં પલટાવવું, તાપથી તપેલા અંતરને શીતળ કરવું ને અંધકારમય મનને પ્રકાશથી ભરપૂર કરવાનું પણ ક્યાં કપરું છે? આજે જ્યાં તાપ ને વિષાદ છે, ત્યાં શાંતિ, શીતળતા ને આનંદ ક્યારે પ્રગટી ઉઠશે તે કહેવાય નહીં. માટે જ માનવે પુરુષાર્થી ને આશાવાદી થવું જોઈએ.’
Vijay joshi said,
December 16, 2012 @ 11:52 AM
The inherent problem in interpreting a foreign tongue not from its original tongue but from a secondary source as the case here is -from English- is that of a possible disconnect with the original poet in his original thought process.
Rekha Sindhal said,
December 16, 2012 @ 3:19 PM
With no mind, flowers lure the
butterfly;
With no mind, the butterfly visits
the blossoms.
Yet when flowers bloom, the butterfly
comes;
When the butterfly comes, the
flowers bloom.
Taigu Ryokan
મને લાગે છે કે અહીં હોવાપણાના ભાવની પ્રબળતા દર્શાવવા માટ no mind શબ્દ પ્રયોજ્યો છે. ત્યાં ચિત્ત તો છે જ એટલે મનરહિત કરતાં વિચાર રહિત અવસ્થા કે જ્યાં હોવાપણાનો ભાવ છે પણ અહમ નથી. કુદરત સાથે પુરેપુરૂં તાદાત્મય દર્શાવતી આ ગુઢાર્થ કવિતામાં no mindનો અનુવાદ ખરેખર અઘરો છે પણ પ્રયત્ન દાદ માંગી લે છે.
જીવનની ઈચ્છા એ જીવનો આધાર છે. અને કોઈ પણ ઈચ્છાનું ઉદગમસ્થાન તો મન જ છે ને?ઉપરાંત મન રહિતની બધી પ્રક્રિયા કુદરતી જ હોય એવું થોડું છે? જ્યારે અહીં તો કુદરત સાથે એકાકાર થવાનો ભાવ છે.
perpoto said,
December 16, 2012 @ 8:18 PM
શ્બ્દોના અર્થ
આપ્યાં કોણે,વાગોળે
મન તથા હું
tirthesh said,
December 16, 2012 @ 11:38 PM
@ perpoto :-
વાહ ! શ્રી રમણ મહર્ષિને ટાંકીને આપે મને ધન્ય કરી દીધો…. શ્રી રમણ મહર્ષિને પૂછવામાં આવેલું કે તમારો સંદેશ શું છે, તો તેઓ એ કહ્યું હતું કે -‘હું નવું કશું જ કહેતો નથી . હું તો માત્ર કહું છું કે ‘ Know Thyself .’ – કે જે વાત મારા થોડા મિત્રોના કહેવા પ્રમાણે હજારો વર્ષ પૂર્વે ગ્રીક તત્વચિંતકો કહી ગયા છે .’ મોટાભાગના enlightened souls નો પ્રમુખ સંદેશ આ જ છે .
Choiceless Awareness વાળા વાક્યના સંદર્ભમાં હું નમ્રતાપૂર્વક આપ સાથે અસહમત થાઉં છું . અલબત્ત,અમુક વાતોને ભાષામાં મૂકવી બહુ જ tricky હોય છે . શક્ય છે કે આપ અને હું એક જ વાત સમજ્યા હોઈએ,પરંતુ ભાષાના માધ્યમને લીધે એકમત ન હોઈએ . મહત્વ અનુભૂતિનું છે,ભાષાનું નહિ….
M.D.Gandhi, U.S.A. said,
December 17, 2012 @ 12:07 AM
સુંદર વિચાર છે.
perpoto said,
December 17, 2012 @ 12:51 AM
તીર્થેશભાઇ આભાર.તમારી વાત સાચી છે,ભાષાની મર્યાદા અનુભુતી સમજાવવામાં કઠે છે.
તેથી જ મેં હાયકુ ટાંક્યુ છે.
Maheshchandra. Naik said,
December 17, 2012 @ 11:35 PM
કુદરતની લીલા અપરંપાર…કોણ જાણૅ એનો આધાર……….
નિત નવુ ભાસૅ….. પડૅ ક્રવો એનો સ્વિકાર્……..