એક મધ્યરાત્રે – રાવજી પટેલ
અરે, આ ઓચિંતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે !
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં !
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં !
અને આ હૈયાની ઉષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા સ્હેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય; પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.
વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોના પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.
– રાવજી પટેલ
નાની વયે અવસાન પામેલા રાવજી પટેલની ટીબીની બિમારીના કારણે જન્મેલી કમજોરીને કવિતાનો ભાગ ન ગણીએ તો પણ એટલું સમજી શકાય છે કે પ્રણયાભિવ્યક્તિની ગેરહાજરી મોટાભાગના સંબંધોના કરમાવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ વધુ અગત્યનું એ છે કે શરમ ત્યજી શકાય તો સંબંધની આવી ઉષર જમીનમાં પણ પુષ્પ ખીલી શકે છે.
(પરસે= સ્પર્શે, ઉષર = ઉજ્જડ, દૂર્વાંકુર= કાળા ને કુમળા ઝીણા ઘાસનો ફણગો)
P. P. M A N K A D said,
February 7, 2013 @ 3:11 AM
I have always loved the poems of this poet who died at a very young age. Good people mostly leave early. This poem is ALSO good like his other ones.
Bharat Gandhi said,
February 7, 2013 @ 3:50 AM
શ્રિ રાજિવ નિ કવિતા નિ આખરિ ચાર લાયિન રોમતા ઉભા કરિ દેય ચ્હે. સામ્ન્ય સન્જોગો મા કોઇ ના ખભા પર માથુ મુકિ કોઇ રદિ લે, પન જ્યારે પ્રેમ નો ઉભરો આવે કે મન રદે ત્યારે સામા માનસ નિ ચ્હાતિ જ એક જગ્યા જે રદતા નુ દુખ સમાવિ લે! શ્રિ માકદે લખ્યા મુજબ્ બન્ગાલિ મા એક કહેવત ચ્હે કે ” શહાનુ માનસ લાભત નાહિ “.
આ કવિતા માતે લય્સ્તરો નો આભાર્ કવિ ને રદય પુર્વક નિ સલામ્!
Suresh Shah said,
February 7, 2013 @ 3:53 AM
મારા પ્રિય કવિની રચના પીરસવા બદલ આભાર.
કેટલુ સાચુ કહ્યુઃ પ્રણયાભિવ્યક્તિની ગેરહાજરી મોટાભાગના સંબંધોના કરમાવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ વધુ અગત્યનું એ છે કે શરમ ત્યજી શકાય તો સંબંધની આવી ઉષર જમીનમાં પણ પુષ્પ ખીલી શકે છે.
વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોના પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.
રડી પડવાની વાત આપણને પણ રડાવે છે. લાંબી માંદગી ને લીધે કેવો વિરહ સહ્યો હશે!
રાવજીનુ અંતિમ કાવ્ય – તને અંધારા બોલાવે …. વેલ રે શણગારી વીરા …. યાદ આવી જાય છે.
– સુરેશ શાહ, સિંગાપોર
Bharat Gandhi said,
February 7, 2013 @ 6:15 AM
Question to Suresh Shah @ S’pore
So sensitive is your last line’s description, the same carries good depth of your thinking.
How come your remark is perfect in Gujarati? I opted language selection but failed to get / use proper Gujarati word In my comment! Your guidance will be appreciated.
Regards.
Suresh Shah said,
February 7, 2013 @ 7:11 AM
ભાવુકતામા સ્રરી પડતા મેં એક ભૂલ કરી નાખી. તે સુધારી લઉ.
રાવજી નુ અંતિમ કાવ્ય આ રીતે છેઃ
મારી સેજ રે શણગારો વીરા,
મારી આંખોના સૂરજ આથમ્યા ….
-સુરેશ શાહ, સિંગાપોર
વિવેક said,
February 7, 2013 @ 7:15 AM
@ ભરતભાઈ ગાંધી: “શાહાણુ માણસ લાભત નાહિ” એ મરાઠી મુહાવરો છે. કાકાસાહેબ કાલેલકરની આત્મકથા “મારી સ્મરણયાત્રા”માં કાકાસાહેબની એકમાત્ર બહેનના અવસાન સાથે એનો ઉલ્લેખ થયો છે.
નીચેની લિન્ક ઉપર જઈ આપના કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ મુજબ ડાઉનલોડ કરી શકો છો:
http://www.bhashaindia.com/Downloads/Pages/home.aspx
વિવેક said,
February 7, 2013 @ 7:18 AM
@ સુરેશભાઈ શાહ:
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા” એ રાવજી પટેલનું અંતિમ કાવ્ય છે કે નહીં એની મને ખબર નથી પણ આ ગીત આપ અહીં માણી શક્શો:
Suresh Shah said,
February 7, 2013 @ 7:25 AM
ભરતભાઈ,
હું તો લખતા લહિયો થયો છુ. એક મિત્ર અને એક સ્નેહીજનનો સહકાર મળ્યો.
શબ્દો મને મારા વાંચનમાંથી મળે છે.
ઍક ટીપ Gujarati Lexicon માં અંગ્રેજી ના શબ્દો માટે ગુજરાતી શબ્દ મળશે.
આ ઓનલાઈન શબ્દકોષ રતિભાઈ ચાંદેરયા અને મિત્રો ના અથાગ પરિશ્રમથી બન્યો છે.
બને તો કાઈંક લખતા રહેજૉ. આનંદ આવશે.
ગમતાનો ગુલાલ કરીએ.
– સુરેશ શાહ, સિંગાપોર
JAFFER KASSAM said,
February 7, 2013 @ 8:55 AM
ક્વિતા તો વાન્ચિ બહુજ આનદ થયો પન લેખક હવે આ દુન્યામા નથિ તે જાનિ બહુજ દુખ થયુ
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
February 7, 2013 @ 9:10 AM
શ્રી સુરેશભાઈ શાહ પ્રથમ મારા અનન્ય અંતરંગ મિત્ર અને પછી અમે સંબંધે જોડાયા-મારા બનેવી થાય !
વાત શ્રી રાવજી પટેલની કવિતા કહું કે ખૂદના ઝુરાપાની કે ના દુરસ્ત તબીયત ની આવી ક્ષણ બીજા કે ત્રીજા સ્વરૂપે આવેજ છે , જ્યારે કંઈજ બોલ્યા વગર એક બીજા ને સધિયારો જ આપવાનો હોય કે ” તેરા સાથ હૈ તો… મુઝે ક્યા કમી હૈ !” અંધેરો સે ભી મીલ રહી રોશની હૈ….. તેરા સાથ હૈ તો…. તેરા સાથ હૈ તો.
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
February 7, 2013 @ 9:24 AM
લ્યો ત્યારે શ્રી સુરેશ શાહ પછી શ્રી સુરેશ દલાલ ! શ્રી સુરેશ દલાલે વળી ઝુરાપા નું અલગ કારણ આપ્યું ! ઝુરાપો ક્ષણ નો હોય કે થોડા દિવસ નો કે પછી કાયમી ! અસર સરખીજ રહે છે!
આવ્યો આવ્યો ને વળી ચાલ્યો,
વાયરો કેમે કરી નહી રહે ઝાલ્યો.
માંડ હજી બેઠા’તા વાળી પલાંઠી
ત્યાં મહેફીલનો ઉડી ગયો રંગ
ભરદોરે આસમાને ઊડતો’તો કેવો
ત્યાં કોણે મારો કાપ્યો પતંગ?
હોઠ પર આવેલા મારા પ્યાલાને કહો
કોણે આમ ધરણી પર ઢાળ્યો?
ઘોડા પર બેસીને આવ્યો અસવાર
ત્યાં પેંગડે ભરાવ્યા પગ પાછા
વહી જાતી ઉડતી આ ધૂળમાં હું જોઉ છું
ચહેરાના રંગ બધા આછા
હોંશે રચેલા મારા રંગ રંગ મહેલને
કોણે કહો અગ્નિથી બાળ્યો?
– કવિ શ્રી સુરેશ દલાલ
pragnaju said,
February 7, 2013 @ 1:24 PM
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં !
અને આ હૈયાની ઉષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા સ્હેજ ચમક્યું
સુંદર અભિવ્યક્તી
યાદ આવે શ્રી રાવજી પટેલ ગુજરાત સમાચારના પ્રેસમાં તે સમયે કામ કરતા અને એક દિવસે માલિક શાંતિલાલ પ્રેસની ઓચિંતી મુલાકાતે આવ્યા અને કામ કરતા રાવજીને પુછ્યું કે કોણ છો?
અને અહી શું કરો છો….અને રાવજીએ તુરંત નોકરીને લાત મારી દીધી. નોકરીની અત્યંત જરૂરિયાતવાળા રાવજીએ પાછળથી વિનોદ ભટ્ટને કહેલું કે….જે વ્યક્તિને આપણા અસ્તિત્વની જ ખબર ના હોય તેને ત્યાં કામ કેવી રીતે થાય ?” વિનોદની નજરે – વિનોદ ભટ્ટમાંથી
રાવજી પટેલ વિશેય ઘણાને મોઢે ઘણું ઘણું સાંભળવા મળતું. એ મયૉ એ અરસામાં…
સાલો..મારું કહેવું માન્યો હોત તો આટલો જલદી ના મરત…અમેય રાવજીને ઘણી મદદ કરેલી..પણ આપણું તો ભૈ એવું-જમણો હાથ શું આપે છે એની ડાબા હાથને ક્યારેય જાણ જ ન થવા દઈએ..
જે લોકો રાવજીને જોઈને ફુટપાથ બદલી નાખતા તેઓ તેની વાત કરતાં પોતાનો અવાજ હજીય ભીનો કરી શકે છે. રાવજીના જીવતાં જે પ્રકાશકો એના પુસ્તક માટે એને બાઈબાઈ ચારણીની રમત રમાડ્તા હતા એ લોકો રાવજીનાં પુસ્તકો પોતાને જ મળે એ વાસ્તે સિફારસો કરાવે છે…
પુસ્તક.. વિનોદ ની નજરે..પાન..૧૭૯.
Maheshchandra Naik said,
February 7, 2013 @ 6:05 PM
સરસ રચના
Suresh Shah said,
February 7, 2013 @ 9:51 PM
ભરતભાઈ,
શ્રિ રાજિવ નિ કવિતા નિ આખરિ ચાર લાયિન રોમતા ઉભા કરિ દેય ચ્હે. સામ્ન્ય સન્જોગો મા કોઇ ના ખભા પર માથુ મુકિ કોઇ રદિ લે, પન જ્યારે પ્રેમ નો ઉભરો આવે કે મન રદે ત્યારે સામા માનસ નિ ચ્હાતિ જ એક જગ્યા જે રદતા નુ દુખ સમાવિ લે! શ્રિ માકદે લખ્યા મુજબ્ બન્ગાલિ મા એક કહેવત ચ્હે કે ” શહાનુ માનસ લાભત નાહિ “.
આ કવિતા માતે લય્સ્તરો નો આભાર્ કવિ ને રદય પુર્વક નિ સલામ્!
મને આપના લખાણમાં કાંઈ ભૂલ દેખાતી નથી. અમેરિકન ઈંગ્લિશ જેવુ ગુજરાતી ભાષાનુ પણ છે
છે લખવા માટે Capital C and small h સાથે પ્રેસ કરજો. અનુસ્વર માટે Capital M વાપરો.
http://service.monusoft.com/GujaratiTypePad.htm
ઉપર લખેલી સ્ક્રિપ્ટ સરળ છે.
– સુરેશ શાહ, સિંગાપોર