બારણું નહીં ખોલું તો કોઈ હશે
બારણું ખોલીશ તો ભણકારા હશે
-જવાહર બક્ષી

ગઝલ – નીતિન વડગામા

સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.
અને પાડેલ પડદાનાં પ્રયોજન સાવ જુદાં છે.

ભલે બેઠાં નિરાંતે તાપણે સાથે મળીને સૌ,
બધાં લોકોની ચર્ચાનાં પ્રયોજન સાવ જુદાં છે.

હવે તો જાતને પણ જાળવીને ચાલવું પડશે,
અહીં પ્રત્યેક પગલાનાં પ્રયોજન સાવ જુદાં છે.

દિશા એક જ છતાં જુદી દશાની શક્યતાઓ છે,
જરા ફંટાતા રસ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

કવિ, કાગળ, કલમ સઘળું ભલે હો એકનું એક જ,
છતાં મત્લા ને મક્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.

– નીતિન વડગામા

7 Comments »

  1. Rina said,

    November 23, 2012 @ 3:06 AM

    Waaaaah

  2. perpoto said,

    November 23, 2012 @ 4:31 AM

    સાવ જુદાં છે

    શ્વાસ પળો ને યાદો

    જિવ્યાં સાથે છે

  3. હેમંત પુણેકર said,

    November 23, 2012 @ 7:27 AM

    કવિ, કાગળ, કલમ સઘળું ભલે હો એકનું એક જ,
    છતાં મત્લા ને મક્તામાં પ્રયોજન સાવ જુદાં છે. ….. “મક્તાનાં” હશે મને લાગે છે typo રહી ગઈ છે.

    ગઝલ ખાસ ગમી નહીં. બધા જ શેરોમાં ભાવ સંદિગ્ધ રહી જાય છે.

  4. kantilal vaghela said,

    November 23, 2012 @ 7:34 AM

    કવિને અભિનન્દન આપવા માટૅ શબ્દો ગોતવા પડૅ………આખેઆખા માનવિને અહિ રજુ કર્યો ચ્હે

  5. વિવેક said,

    November 24, 2012 @ 1:09 AM

    @ હેમંત પુણેકર: ભૂલનિર્દેશ બદલ આભાર, મિત્ર…

  6. pragnaju said,

    November 25, 2012 @ 1:18 PM

    સુંદર ગઝલ

    સજાવેલા એ તખ્તાનાં પ્રયોજન સાવ જુદાં છે.
    અને પાડેલ પડદાનાં પ્રયોજન સાવ જુદાં છે.

    દંભી પદદાના લીરા ઉડાવતી ગઝલ
    યાદ આપે

    શી રીતે હું દૃશ્ય પર પરદા લગાવી દઉં?
    શી રીતે આ કાનને બહેરા બનાવી દઉં?
    શી રીતે હું મૌન જેવા દંભમાં રાચું?
    શી રીતે હું શબ્દને પણ ગૂંગળાવી દઉં?.

  7. Maheshchandra Naik said,

    November 26, 2012 @ 4:11 PM

    કવિશ્રીને અભિનદન, આપણે સૌ જુદા જુદા પ્રયોજનોથી જીવતા રહ્યાનુ સરસ ચિત્ર આપી જાય છે, એ પ્રયોજનો વિશે પણ ઘણુ કહી જાય છે આ ગઝલ, સરસ અભિવ્યક્તિ………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment