તને ભીંજવીને કરે તરબતર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
પડે તો ગજાથી વધુ માતબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
વિવેક મનહર ટેલર

ગુજરાતી ગઝલમાં લાશનું તરવું

જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…

બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.

હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી

બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી

ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાશ કહે છે તરતાં તરતાં,
હાશ હવે ફાવ્યું પાણીમાં.
-મકરંદ મુસળે

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
– વિવેક મનહર ટેલર

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર

23 Comments »

  1. vishwadeep said,

    May 30, 2010 @ 8:27 AM

    બધા શે’ર ચોટદાર છે…

  2. સુનીલ શાહ said,

    May 30, 2010 @ 9:55 AM

    સરસ સંકલન..
    વિવેકભાઈ, આ રીતે અવનવા વિષયો પરના શેર આપવાનું ચાલું રાખશો.

  3. ડૉ.મહેશ રાવલ said,

    May 30, 2010 @ 11:52 AM

    પરંપરાના કવિઓએ લાશને પોતાની ગઝલ અભિવ્યક્તિમાં ઘણીવાર તરાવી /ડૂબાડી છે.
    દરેકની પોતાની આગવી શૈલી છે આજે પણ એમની ગઝલો એટલી જ માણવી,મમળાવવી ગમે છે.
    સરસ વિષયને આવરી આજે તમે લયસ્તરો પર પ્રસ્તુતિકરણ કર્યું.
    -ગમ્યું.

  4. dr.jagdip nanavati said,

    May 30, 2010 @ 3:01 PM

    આપણી તો રીત સૌ
    સાવ અલગારી હતી

    લાશોત્સવમાં
    થોડી અંજલિઓ
    મારા તરફથી….!!!!

    મોતને દુલ્હન ગણી
    લાશ શણગારી હતી
    ****************
    નીકળ્યા છે આજ બધાં અમને ઉપાડીને, ઉત્સવ હો જાણે કે નોખો
    અત્તર, ગુલાલ, ફુલ, ચંદન, અબીલ, તોયે લાશ નથી સહેજે હરખાતી
    ****************
    મા કસમ, ઉજવાય છે પહેલો પ્રસંગ ધામે ધૂમે
    સૌ અમારી લાશ પર છાતી અમસ્તાં કુટતાં….
    *****************

  5. sapana said,

    May 30, 2010 @ 8:45 PM

    વિવેકભાઈ તમારી તરતી લાશના બધાં શેર હ્ર્દયસ્પર્શી છે.હાલમા મારાં દીકરાના દોસ્તની લાશ પાણીમંથી મળિ ત્યારે વાત વાતમાં મૌત ઉપર જોક કરતી ને મૌતથી નહી ડરવાવાળી હું મૌતનું વિકરાળ સ્વરુપ એક યુવાનને ભરખી જ્તાં જોઈને થરથરી ગઈ.આ દુખદ પ્રસંગે મારાં બ્લોગમા એક રચના લખી છે જરુર પધારશો.મનમાથી ઉદાસી જતી નથી.
    અત્ત્રર ગુલાલ ફૂલ ચંદન અબીલ ,
    તોયે લાશ નથી હરખાતી!! સાચુ જ છે
    સપના

  6. Mousami Makwana said,

    May 30, 2010 @ 10:17 PM

    સુંદર સંકલન…..!!!

    છે મોતની પણ મજા એનેરી ‘સખી’
    છે મારો પ્રસંગ ને એમાં હું જ નથી……

    ‘લાશ’ થઇને અસ્તિત્વ મારુ જંપી ગયું પળમાં
    શું ફરક રહ્યો હવે સમય,સંજોગો કે સ્થળમાં….!!??

  7. dr bharat said,

    May 31, 2010 @ 2:05 AM

    સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
    સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
    છૂટે ના શ્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
    દવા અને દુઆમાં લોકો ખૂબ વિશ્વાસ રાખે છે.
    વિવેકભાઈ
    પ્રકૃતિ ની ક્યાં વાત કરોછો, આપને પણ સગા સાથે આવોજ કોઈ વહેવાર કરીયે છીયે!!
    ક્યાંક થી વાંચેલું ……….અનુભવેલુ…………..

    ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
    બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
    મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
    કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.
    જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી,
    અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.
    પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
    સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,
    પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે છે
    લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.

  8. Pushpakant Talati said,

    May 31, 2010 @ 5:42 AM

    સરસ પ્રયત્ન અને સુન્દર પ્રયોગ્

    સુનીલભાઈએ જણાવ્યુ તેમ આ રીતે અવનવા વિષયો ઉપર ટચુકડા શેર અને આલેખન આપતા રહેશો તો બધાને ગમશે જ. – આ પધ્ધત્તિથી અલગ અલગ વિષયો ઉપર એકસાથે જ સન્કલીત થયેલા શેરો અને આલેખન પ્રાપ્ત થાય છે અને મળી રહે છે. – અમોને તે કામ પણ આવે છે. – તો આ સિસ્ટમ ચાલુ રાખવા વિનન્તી.

    વળી ડો. જગદીપભાઈ નાણાવટી એ તેમજ ડો. ભતરતભાઈએ અને મૌસમીબેન મકવાણાએ પણ પોતાનો યથાશક્તિ ફાળો આપીને અમારા જેવા વાચકને વધુ મઝા કરાવી – તો તે દરેકનો પણ આભાર.

    ફરી કોઈ અલગ જ વિષય ઉપર ફરીથી આવુ કરશો તેવી ઉમ્મિદ સાથે again aabhaara.

  9. રાજની ટાંક said,

    May 31, 2010 @ 10:18 AM

    સરસ પ્રયોગ….બધા જ શેર સરસ

  10. yogesh said,

    May 31, 2010 @ 1:23 PM

    અનેક વાર્ વાચેલા શેર ફરિ વાચવા મલ્યા , મજા આવિ બધા જ શેર સદાબહાર , આભાર. THANK YOU

  11. pragnaju said,

    June 1, 2010 @ 7:32 AM

    લાશોત્સવનું સુંદર સંકલન
    અને સ રસ પ્રતિભાવ માણ્યા
    યાદ આવી પંક્તીઓ

    છાતીમાં ઘૂઘવે છે દરિયો ને દરિયોમાં તરતી લાશ……

    છાતીમાં ઘૂઘવે છે દરિયો ને દરિયોમાં તરતી લાશ,

    આકાશમાં પંખી ખોવાયું ને એની હું કરતી તલાશ.

    દિવસો ને મહિના ને વર્ષો પણ વહી ગયાં

    તોય નથી સ્મૃતિ ઓસરતી,

    દરિયો ભલેને પારાવાર કહેવાય

    પણ એમાં તો હોય છે ઓટ અને ભરતી.

    મારા તે હોઠ પર શબ્દોની ઓટ છે ને કયાંક નહીં મૌનનો ઉજાશ,

    છાતીમાં ઘૂઘવે છે દરિયો ને દરિયામાં તરતી લાશ.

    સાચવી સાચવીને સાચવવું કેટલું

  12. jay said,

    June 1, 2010 @ 7:19 PM

    ખેર મક્તા માં તો કૈલાશ પંડિતે ઘણી વાર મ્રુત્યુ અને લાશ નું સુંદર વર્ણન કર્યુ છે ,પણ નશીબથી જ અવગણના પામેલા કવિનો સમાવેશ ભુલાઈ ગયો હશે,,,,,,

    મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
    કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે

  13. વિવેક said,

    June 2, 2010 @ 12:53 AM

    પ્રિય જયભાઈ,

    ઉતાવળમાં આપણે ઘણીવાર જરૂરી વસ્તુ ચૂકી જઈએ છીએ. કૈલાસ પંડિત નસીબથી અવગણના પામ્યા છે કે નહીં એ હું જાણતો નથી. લયસ્તરો પર એમની કૃતિઓ છે જ…

    આપે ધ્યાનપૂર્વક પૉસ્ટનું શીર્ષક અથવા પૂર્વભૂમિકા વાંચી હોત તો આવું ન થાત… આ સંકલન ‘લાશ’ વિશેના શેરોનું નહીં પણ ‘લાશના તરવા’ વિશેના શેરોનું છે.. કૈલાસ પંડિતે આ વિષય ઉપર શેર લખ્યા હોય તો મને મોકલાવવા વિનંતી છે.,.. હું ખુશીપૂર્વક અહીં પ્રગટ કરીશ…

  14. kanchankumari. p.parmar said,

    June 7, 2010 @ 12:41 PM

    જિવતા જિવે ના હું તરિ શક્યો પણ ખુદ ને ડૂબતા જોઇ ….લાશ બનિ દરીયો આખો તરિ ગયો!

  15. dr.pravinaben pandya said,

    June 12, 2010 @ 2:07 AM

    વિવેકભઈ,
    ચોટદાર કાવ્યો, વિડિયો ગ્રાફિ ગમિ.આભાર

  16. chetan Framewala said,

    July 3, 2010 @ 9:23 AM

    બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
    ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
    કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
    જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!

    – જલનભાઈ માતરીની અદભુત રચના

  17. વિવેક said,

    July 4, 2010 @ 12:19 AM

    આભાર ચેતનભાઈ…

  18. રમેશ સરવૈયા said,

    May 14, 2011 @ 10:04 PM

    શ્રી વિવેકભાઇ આભાર
    બધાજ શેર ખુબજ સુંદર છે.એક પંક્તિ યાદ આવે છે.
    કે ઈચ્છા તો ખરેખર ડુબવાની જ હતી
    શું ખબર લાશ ક્યાથી તરતા શીખી

  19. rahul ranade said,

    June 20, 2013 @ 4:22 AM

    બહુજ સરસ્…

  20. ગુજરાતી ગઝલમાં લાશનું તરવું | લયસ્તરો | પ્રયાગ... said,

    June 20, 2013 @ 11:20 AM

    […] https://layastaro.com/?p=918 Rate this:Share this:FacebookTwitterEmailLike this:Like Loading… […]

  21. Tushar Mehta said,

    April 7, 2015 @ 2:22 AM

    Very Nice.
    I think Makarand is from Vadodara.
    Can I get his contact details ?

    We were old colleges and friends.

  22. વિવેક said,

    April 7, 2015 @ 2:37 AM

    @ તુષાર મહેતા:

    મકરંદ મુસળે આપને અહીં મળશે:
    https://www.facebook.com/makarand.musale.7

  23. jaldhi said,

    June 22, 2016 @ 3:13 AM

    પ્રેમ નો એને પુરાવો આપવા,,,
    “લાશ જેવેી જાત બાકિ હજિ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment