સપ્ટેમ્બર 11નો ફોટોગ્રાફ – વિસ્વાવા શિમ્બોર્સ્કા
(The Falling Man, Photograph by Richard Drew)
એ બધાએ ઝંપલાવ્યું છે બળતા મજલેથી
એક, બે, કે થોડા વધારે,
વત્તા કે ઓછા.
ફોટોગ્રાફે એમને જીંદગીમાં કેદ કરી લીધા છે,
અને ટીંગાડી રાખ્યા છે
જમીનથી અધ્ધર જમીન તરફ.
બધા હજુ સાંગોપાંગ છે,
સર્વથા ગોપિત છે
એમના ચહેરા અને લોહી.
પૂરતો સમય હતો
કેશના છૂટી જવા માટે,
પરચૂરણ અને ચાવીઓ
ગજવામાંથી પડી જવા માટે.
એ હજુ હવાની સીમામાં છે
દિશામાં છે ગંતવ્યની,
જે તાજા જ ખૂલ્યા છે.
હું એમના માટે બે જ ચીજ કરી શકું એમ છું –
આ ઉડ્ડયનની વાત માડું
ને છેલ્લી લીટી લખવાનું સદંતર ટાળું.
– વિસ્વાવા શિમ્બોર્સ્કા
( અનુવાદ: ધવલ શાહ)
આમ તો 9/11ના ફોટોગાફસ તો બધાય છે તીણી ચીસ જેવા. એમાં સૌથી વધારે હચમચાવી નાખતી તસવીરો છે બળતા ટ્વીન ટાવરમાંથી નાછૂટકે કૂદી પડેલા માણસોની તસવીરો. સો મજલેથી કૂદવાનો વિકલ્પ પણ સારો લાગે એ ક્રૂર સ્થિતિની એ બધા ફોટોગ્રાફસ ગવાહી છે. કવિએ એ ફોટોગ્રાફસ પર આ કવિતા લખી છે. 9/11ની વેદનાને એક ફોટોગ્રાફિક કવિતામાં કેદ કરી છે.
હવામાં લટકતા આ માણસોનું ગંતવ્ય છે મોત. મોતનું નામ પાડવાને બદલે કવિએ ‘તાજા જ ખૂલેલા ગંતવ્ય’ પ્રયોગ કર્યો છે. છેલ્લે કવિ કહે છે, આ માણસને સલામ કરવા માટે પોતે બે જ વાત કરી શકે એમ છે. એક તો આ ઘટનાનું વર્ણન કરે. બીજું કે એ છેલ્લી લીટી – કે જેમાં સામાન્ય રીતે કવિઓ આખી કવિતાની ચોટ મૂકતા હોય છે- એ લખવાનું ટાળે. 9/11ની આ તસવીર કોઈ પણ શાબ્દિક ચોટથી પર છે. એને કોઈ પંચલાઈનની જરૂર જ નથી એને કોઈ વધારે શબ્દોની આવશ્યકતા જ નથી એ વાત કવિ વધારે ચોટદાર રીતે – ન કહીને -કહે છે.
અંગ્રેજી અનુવાદ (મૂળ કવિતા પોલિશ ભાષામાં છે) અહીં વાંચી-સાંભળી શકો છો.
rajesh mahant said,
September 11, 2012 @ 8:03 AM
પરચૂરણ અને ચાવીઓ જેવિ દૈનિક ચિજવસ્તુઓથિ માન્ડી ચહેરા અને લોહી સુધિનિ વાતો.
ખુબ સરસ
perpoto said,
September 11, 2012 @ 9:11 AM
ફોટૉ ગ્રાફીને પૈન્ટીગમાં ફર્ક દેખાયો ?
pragnaju said,
September 11, 2012 @ 9:41 AM
ખુબ સરસ
Bhavesh said,
September 11, 2012 @ 11:39 AM
A tribute to 9/11 victims.. may their sould rest in peace..
ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,
September 11, 2012 @ 3:24 PM
(The Falling Man, Photograph by Richard Drew) અને – વિસ્વાવા ઝીમ્બોર્સ્કા
( અનુવાદ: ધવલ શાહ)ની મૂળ કૃતિ નો અનુવાદ
” હું એમના માટે બે જ ચીજ કરી શકું એમ છું – આ ઉડ્ડયનની વાત માડું
ને છેલ્લી લીટી લખવાનું સદંતર ટાળું. ” માં મન ,હ્રદ્ ય ને અને દિમાગ ને હચમચાવવા પૂરતા સબળ છે. આજે સફારી ગુજરાતી નો સપ્ટેમ્બર ૨૦૧૨ નો અંક માં આ બાબતનો “એક વખત એવું બન્યુ ” નામના વિસ્તૃત લેખમાં આ બાબતને વિસ્તાર પૂર્વક જાણી.બર્બરતા પૂર્વકની કોઈ પણ અમાનવીય કાર્ય વખોડવા લાયક જ છે,વિસ્વાવા ઝીમ્બોર્સ્કા કે અનુવાદક ધવલ શાહ છેલ્લી લીટી લખવાનું ભલે ટાળે-
એ હજુ હવાની સીમામાં છે
દિશામાં છે ગંતવ્યની,
જે તાજા જ ખૂલ્યા છે.આવું ગંતવ્ય એમણે પસંદ કરવું પડ્યું!! એવુંજ’ કરો યા મરો’જેવો સામુહિક નિર્ણય ન્યુઆર્ક એરપોર્ટ પરથી ઉડાન ભરી લોસ એન્જેલિસ જવા ઉપડેલી યુનાઈટેડ એરલાઈન્સ ની ફ્લાઈટ નં ૯૩ ના મુસાફરો એ સેલ ફોન પર તેમના સગા- સંબંધી જોડેના વાર્તાલાપ દ્વારા વર્લ્ડ ટ્રેડ સેંન્ટરની ઘટના અંગે જાણ્યા બાદ સૌએ ધીમા સાદે આપસમાં વાત કરી – બચવાનો એકજ રસ્તો છે આતંક ખોરો નો પ્રતિકાર કરવો- સલામત લેંન્ડિંગ કરવા ફરજ પાડવાનો છે બાકી તો મૃત્યુ નક્કી છેજ.વાત જિજીવિષાની છે- ભલે કેશ છૂટી જાય ચાવી કે પરચુરણ ગજવામાંથી પડી જાય !અને તે “સ્પિરીટ”જ બીરદાવવા લાયક છે.
Pravinchandra Kasturchand Shah said,
September 11, 2012 @ 3:54 PM
અસ્તિત્વની બિનહયાતીને હવામાં ઉછાળીને સ્થિર કરી દીધી અને અસ્તિત્વને અમર કરી દીધું.
વાહ કવિ વાહ!
Dhruti Modi said,
September 11, 2012 @ 5:09 PM
કરુણ ઘટનાની ધારદાર કવિતા.
વિવેક said,
September 13, 2012 @ 9:12 AM
મૂંગા કરી દે એવી કવિતા… આસ્વાદ પણ એવો જ અસરકારક…
વાહ ધવલ !!
વિવેક said,
September 13, 2012 @ 9:13 AM
કવિતાની લિન્ક કેટલાએ ખોલી જોઈ એ ખબર નથી પણ કવિતા વંચતી નથી, માત્ર સાંભળી શકાય છે… આ સંદેશ આવે છે:
This poem is not available outside the United States due to rights issues.
Sudhir Patel said,
September 13, 2012 @ 3:18 PM
ખૂબ દર્દ-સભર કવિતા અને એવો જ અસરકારક અનુવાદ!
સુધીર પટેલ.
શબ્દો છે શ્વાસ મારા · ડગ મેં તો માંડ્યા છે દરિયા ઉલેચવા said,
September 15, 2012 @ 1:47 AM
[…] દિવસ પહેલાં ધવલે લયસ્તરો.કોમ પર એક ફોટો-કવિતા મૂકી હતી. એ જોઈને મને મારી આ ફોટો-કવિતા […]
ધવલ said,
September 15, 2012 @ 7:44 PM
કોપીરાઈટને લીધે કવિતા યુ.એસ.ની બાહર નથી દેખાતી…
Photograph from September 11
BY WISŁAWA SZYMBORSKA
TRANSLATED BY CLARE CAVANAGH AND STANISLAW BARANCZAK
They jumped from the burning floors—
one, two, a few more,
higher, lower.
The photograph halted them in life,
and now keeps them
above the earth toward the earth.
Each is still complete,
with a particular face
and blood well hidden.
There’s enough time
for hair to come loose,
for keys and coins
to fall from pockets.
They’re still within the air’s reach,
within the compass of places
that have just now opened.
I can do only two things for them—
describe this flight
and not add a last line.
વિવેક said,
September 17, 2012 @ 2:39 AM
@ ધવલ:
આભાર…