વસંતનું પરોઢ – મેંગ હો-જાન
સુતો છું વસંતમાં, પરોઢથી અજાણ
સંભળાય બધે પક્ષીઓનો અવાજ
ગઈ રાતના પવન ને વરસાદ થકી
વિચારું: ખર્યાં હશે કેટલા પુષ્પ પછી
– મેંગ હો-જાન
કવિતા ચીનની છે. કવિ વસંતની પરોઢે પંખીઓના કલરવથી સહસા જાગે છે. પણ વસંતના ઉલ્લાસસભર વાતાવરણમાં પણ એમને પહેલો વિચાર ગઈકાલે રાતના તોફાનમાં કેટલા ફૂલ ખરી ગયા હશે એનો જ આવે છે. કવિનું મન આપમેળે જ દુ:ખતી રગને શોધી લે છે. મનનું એવું જ છે: ભારે સુખમાં પણ ગમતી વ્યક્તિનું જરા જેટલું દુ:ખ પણ આપણને સુવા દેતું નથી. એક કોમળ અનુભૂતિ કેટલી સહજ રીતે કવિતા થઈ જાય છે એનુ આ ઉત્તમ ઉદાહરણ છે.
ધવલ said,
August 8, 2012 @ 6:46 PM
કવિતાનો અંગ્રેજી અનુવાદ, જેના આધારે ગુજરાતી અનુવાદ કર્યો છે:
Spring Dawn – Meng Hao-Jan
Sleeping in the spring oblivious of dawn
everywhere I hear birds
after the wind and rain last night
I wonder how many petals fell
Rina said,
August 8, 2012 @ 8:14 PM
Beautiful ……
pragnaju said,
August 8, 2012 @ 8:52 PM
મુક્તકનું ભાવાત્મક સરસ ભાષાંતર્
ગઈ રાતના પવન ને વરસાદ થકી
વિચારું: ખર્યાં હશે કેટલા પુષ્પ પછી
સુંદર અનુભૂતિ
આપણા કવિઓની અનુભૂતિ યાદ
રામાનુજ
કોઈ ખરેલા ફૂલની પાસે બેઠું બેઠું
ધ્રુસકે આખી રાત રોયું આકાશ,
કોઈ કૂવાને પાવઠે છેલ્લીવાર પારેવે
ખરતા પીંછા જેમ ખોયું આકાશ.
……….
– ફૂલ ફરી જરૂર ઉગશે.
ખરેલા ફૂલ ફરી નથી ઉગતા ,.
પણ જો મૂળ તાકતવર હોય તો
નવા ફૂલ ફરી જરૂર ઉગશે
………….
ખરેલા ફૂલો.
વીણે – આંગણા મહીં.
એકલો વૃદ્ધ
…..
કોઇક ફૂલ ખરતાં હોય અને ખરેલા ફૂલની આપ-લેમાં હ્રદયની સુગંધ પણ આપમેળે અપાઇ જતી હોય.? પંખીનો રત્યેક ટહૂકો તાજગીથી તરબતર હોય. આંખ સામે લીલુંછમ ઘાસ ફેલાયેલું હોય અને એક ક્ષણે એમ થાય કે હરિયાળીમાં આળોટી લઇએ તો એનાથી વિશેષ આનંદ ક્યો હોય શકે ?
વિવેક said,
August 9, 2012 @ 3:12 AM
સુંદર મુક્તક કક્ષાનું કાવ્ય…
monalshahmd@gmail.com said,
August 10, 2012 @ 12:54 PM
સરસ !!
Dhruti Modi said,
August 10, 2012 @ 3:34 PM
સ-રસ કાવ્ય.