ગઝલ – વિવેક કાણે ‘સહજ’
અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે
એ વાત વાતમાં તારો હવાલો આપે છે
બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે
હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે
કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.
– વિવેક કાણે ‘સહજ’
ખાલી ચાર જ શેરની ગઝલ પણ ચારેચાર શેર જાણે મકાનના ચાર પાયા… એકેય હલાવી ન શકાય એવા નક્કર… આજે મોટા ભાગના ગઝલકારો (મારા સહિત) સારા શેરની વચ્ચે ફસાઈ ગયેલા એક-બે નબળા શેર કાઢી-કાપી શકતા નથી પણ વિવેક કાણેની આ ખાસિયત છે કે એ કશું નબળું ચલાવી લેતા નથી…
Rina said,
July 28, 2012 @ 3:08 AM
Aawwessome
sweety said,
July 28, 2012 @ 3:26 AM
બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે
બહુજ સરસ
bharat vinzuda said,
July 28, 2012 @ 7:17 AM
બહુ સરસ ગઝલ..
પણ આ sweety ને ગમ્યો એ શેર વિચારવા જેવો છે !
PUSHPAKANT TALATI said,
July 28, 2012 @ 7:57 AM
FANTASTIC – What a NICE statement
બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે
Whatever GOOD is of ME – and all BAD are YOURS.
Pushpakant Talati
Dhruti Modi said,
July 28, 2012 @ 10:06 AM
નક્કર ગઝલ.
બધું જે શુભ છે, ઍ સમજી લો દેન ઍની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે.
સરસ.
kishoremodi said,
July 28, 2012 @ 10:17 AM
નખશિખ સુંદર ગઝલ
ડૉ.મહેશ રાવલ said,
July 28, 2012 @ 12:27 PM
‘સહજ’સાહેબની ગઝલ અને શ્રી વિવેકભાઇએ ગઝલ વિષે જે કહ્યું એ,
સો ટચનાં સોના જેવું….!
pragnaju said,
July 28, 2012 @ 12:50 PM
ચારે ય સુંદર શેરોની મસ્ત ગઝલ
આ શેર
હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે
ખૂબ ગમ્યો
યાદ
અમારા વડિલ મને કહ્યું હતું..’ઘરને જલાવીને તું તાપે છે !’
ધવલ said,
July 28, 2012 @ 5:01 PM
કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.
– સરસ !
Darshana Bhatt said,
July 28, 2012 @ 6:12 PM
સહજ રીતે સ……રસ, સુન્દર ગઝલ.
La' KANT said,
July 29, 2012 @ 12:16 AM
અંગત સ્તરે અનુભવ અને/અથવા અનુભૂતિ જખમ અથવા આનંદના ઈશ-કૃપા-પ્રસાદ જ લખવા પ્રેરતા હોય છે. શબ્દો,લય,પ્રાસ આકાર,કદ ગોઠવવા પડતા હોય ત્યારે ‘મેક-અપ ‘ કરી ” રચના” કરી એમ કહેવાય છે. સહજતા નું તત્ત્વ ભલે એટલે ” ક્યારેક અપ્રતિમ કળા-કૃતિ પણ મળી જતી હોય છે.
” સહજ ” ઉપનામ જ સાર્થક !!!અભિનંદન ! ” મોજ અને મજા “બેઉ માટે નિમિત બન્યાનો લહાવો…તમને મળ્યો…
લા’કાન્ત / ૨૯-૭-૧૨