સખી, આંખોનું આયખું તો કેટલું ?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું
– તુષાર શુક્લ

જળબંબોળ – ભગવતીકુમાર શર્મા

મને વીંધતો ચોમાસનો મિજાજ જળબંબોળ;
મુશળધાર પડે સાટકા; રુદિયે ભીના સૉળ.

વીજ-દોરથી આભ-ધરા બંધાયા મુશ્કેટાટ;
મેઘ-ઝરૂખે જળકુંવરીએ માંડી છે ચોપાટ.

કરી સોગઠી ગાંડી, કીધો નભનો નરદમ તોડ;
મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.

કુંવરીએ ભીના કાગળના ઠલવ્યા ટપાલથેલા;
મઘમઘ કવિતાના રુદિયેથી ફૂટતા દડદડ રેલા.

જળ-સ્થળની હોંસાતોંસીમાં પળપળ ડામાડોળ;
મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.

– ભગવતીકુમાર શર્મા

ચોમાસું ફળે કે ન ફળે, આ ગીત  તો ચોક્કસ ફળે એવું છે. સૂરતને અત્યારે આ જળકુંવરીની ચોપાટની જ જરૂર છે. (આડવાતમાં: જળબંબોળ – ને એનો ભાઈ – જળબંબાકાર બન્ને શબ્દ વિચારી જુઓ. ગુજરાતી ભાષાની બરછટ મીઠાશ આવા મઝાના શબ્દોને આભારી છે. આ શબ્દો ક્યાંથી આવ્યા છે એ શોધતા મળ્યું નથી. તમને ખબર હોય તો જણાવજો. )

12 Comments »

  1. Rina said,

    July 25, 2012 @ 1:26 AM

    beautiful……

  2. વિવેક said,

    July 25, 2012 @ 3:10 AM

    સાદ્યંત સુંદર ગીત… આ ગીત સાંભળીને જ અત્યારે અહીં વરસાદ પડ્યો કે શું?

  3. Nirav said,

    July 25, 2012 @ 3:39 AM

    સુન્દર !
    Really waiting for such rain …..

  4. HATIM THATHIA said,

    July 25, 2012 @ 7:54 AM

    મને યાદ ચ્હે ,અન્દ્દાજે ૭૦ વરસ્ પહેલા રાજકોતના કવિ ત્રિભોવન્દસ વ્યાસનિ એક સુન્દર્ર રચના
    મહાસાગર કાવ્યમા અન્તિમ પદ્ મા આવે ચ્હે કે એ એત્લેકે મહાસાગર જો માઝા મુકે તો સારિઇ દુનિયા જલ બન્બોલ જલ બન્બોલ શબ્દ પહેલિ વાર કાવ્ય નો પ્રાસ મેલલવઅ ઉપ્યોગ આવેલો
    હાતિમ બગસરાવાલા સુમેર પાર્ક ભાયખલા મુમ્બૈ

  5. સુરેશ જાની said,

    July 25, 2012 @ 8:56 AM

    ભ.શ. નો મિજાજ જ અલગ હોય છે. મારા માનીતા કવિઓમાંના એક. ‘હરિવરને કાગળ’ મનગમતું આલ્બમ.
    ‘અઢી અક્ષરનું ચોમાસું’ યાદ આવી ગયું. અહીં પણ જો કોઈ ગર્ભિત અર્થ હોય તો તેનું રસ દર્શન વાંચવું ગમશે.

  6. Monal said,

    July 25, 2012 @ 10:30 AM

    સુન્દર ગીત! એટ્લન્ટાનો વરસાદનો મિજાજ પણ કૈ આવોજ છેઃ-)

  7. Darshana Bhatt said,

    July 25, 2012 @ 10:48 AM

    ત્યાની જેમ અહી પણ વરસાદ નથી.પણ આવા મજાના ગીતે મજા પડી ગૈ.
    ધમધોકાર વરસાદમા જળ્બબોળ થૈ જવાયુ.
    નવા કલ્પનો નવા રુપકો.
    આતિ સુન્દર મનભાવન ગીત.

    આભાર વિવેકભાઈ.

  8. pragnaju said,

    July 25, 2012 @ 10:49 AM

    જળબંબોળ. કરતું મઝાનું ગીત
    આ પંક્તીઓ
    કરી સોગઠી ગાંડી, કીધો નભનો નરદમ તોડ;
    મને વીંધતો ચોમાસાનો મિજાજ જળબંબોળ.
    બહુ જ સુંદર

  9. Kartika Desai said,

    July 25, 2012 @ 5:13 PM

    Dhavalbhai,Jay shree krishna.wish u happy n sunny day as it passes…
    nice song with rainy word drops!!!

  10. ધવલ said,

    July 25, 2012 @ 8:03 PM

    જળબ્ંબોળ, બંબોળ, જળબંબાકાર બધા શબ્દો બંબા પરથી આવ્યા લાગે છે. અને બંબો શબ્દ પોતે અરબી શબ્દ ‘મંબો’ ને તે પોર્ચુગીઝ શબ્દ ‘પોમ્પો’ પરથી આવ્યો છે એવું સાર્થ ગુજરાતી કોશ કહે છે. વધુ શોધ ચાલુ છે… વધુ માહિતી મળે તો અહીં મૂકીશ.

  11. રાકેશ ઠક્કર, વાપી said,

    July 26, 2012 @ 12:30 AM

    બહુ જ સુન્દર ગીત !

  12. Dhruti Modi said,

    July 26, 2012 @ 2:48 PM

    ખૂબ સુંદર ગીત. કવિનો મીજાજ ખૂબ ગમ્યો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment