લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
વિવેક મનહર ટેલર

કિંમત – જયશ્રી ભક્ત

OLYMPUS DIGITAL CAMERA
(આ સ્મિત રહે સનાતન….                       …હેપ્પી બર્થ ડે, જયશ્રી)

*

તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?

જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?

– જયશ્રી ભક્ત

આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય?

હા, આજે ટહુકો.કોમની જયશ્રીની વર્ષગાંઠ પણ છે… એને લયસ્તરો પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…

ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.

20 Comments »

  1. Rina said,

    September 4, 2012 @ 9:24 AM

    Many happy returns of the day….:):)

  2. rahul m ranade said,

    September 4, 2012 @ 10:21 AM

    જન્મ દિવસ નિ હાર્દિક શુભ કામનાઓ જયશ્રિબેન્..

  3. pragnaju said,

    September 4, 2012 @ 11:20 AM

    અર્થ ગંભિર અછાંદસ નો સરસ આસ્વાદ
    જન્મ દિવસ મુબારક
    અને
    હાર્દિક શુભ કામના
    તેમની પુરસ્કાર વિજેતા કૃતિ મૂકશો અને તેનો આસ્વાદ કરાવશો

  4. Dhruti Modi said,

    September 4, 2012 @ 5:19 PM

    સરસ રચના.
    જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા.

  5. ઊર્મિ said,

    September 4, 2012 @ 10:12 PM

    વાહ બેના…. ગાગરમાં સાગર… વર્ષગાંઠની અઢળક ઊર્મિસભર શુભેચ્છાઓ.

  6. bharat vinzuda said,

    September 4, 2012 @ 10:51 PM

    બહુ અસરકારક અછાંદસ કવિતા છે.

    ધન્યવાદ….

  7. tirthesh said,

    September 5, 2012 @ 2:34 AM

    hbd

  8. dr.ketan karia said,

    September 5, 2012 @ 3:28 AM

    વાહ! જન્મદિવસની શુભેચ્છાઓ…

  9. Harish Mehta said,

    September 5, 2012 @ 4:32 AM

    જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  10. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

    September 5, 2012 @ 5:20 AM

    જિંદગી આખી લઈ લે,
    પણ તું
    મારી એ પળ માંગી લે,
    તો
    ક્યાંથી આપું?
    ઘણી વખત એવું બને કે ચાર લાઈન ની રચના જ એવી સબળ બળકટ હોય કે, અંગ્રેજી શબ્દ “કૉમેન્ટ” (ગુજરાતી-ટીકા) અર્થ વગરનો-અપ્રસ્તુત બની જાય ! ખુદ ના “અસ્તિત્વ” ના કારક માતા-પિતા, સંવારક શિક્ષક અને”વજન”,”વજુદ” કે “ખુદ નું હોવા પણા”નો અહેસાસ કરાવવાનો હક્ક કે ફરજ માત્ર પ્રિય પાત્ર નેજ સ્વાધિન છે-અને હંમેશા રહેશે.
    જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા!

  11. La'Kant said,

    September 5, 2012 @ 6:40 AM

    ” મુરાદે હો પૂરી , સજે હર તમન્ના,
    સફલતા કી દુનિયામે તુમ ચાંદ બનના ”

    ખૂબ ખૂબ ચ્હેકો અને મ્મ્હેકો, ટહુકા કર્યા કરો…
    લોકોને ખુશી-સભર,પ્રસન્ન ચિત્ત રાખ્યા કરો…
    -લા’કાન્ત / ૫-૯-૧૨

  12. DR.MANOJ L. JOSHI 'Mann' (JAMNAGAR) said,

    September 5, 2012 @ 6:41 AM

    જયશ્રીબેનને જન્મદિનની અઢળક શુભેચ્છાઓ….

  13. vijay shah said,

    September 5, 2012 @ 7:19 AM

    જન્મ દિવસની ઘણી વધાઈઓ

  14. Asha said,

    September 5, 2012 @ 7:47 AM

    જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

  15. Bhavesh said,

    September 5, 2012 @ 9:50 AM

    Short and sweet.. I’m lovin it 🙂

  16. Bharat Trivedi said,

    September 5, 2012 @ 10:09 AM

    પ્રેમમાં આપવા- લેવાનું તો ચાલ્યા જ કરતું હોય છે. મોટે ભાગે તો પ્રેમમાં આપવાનો જ મહિમા હોય છે પણ અહીં આપવાની બાબતે અવઢવ કરનારનું પલ્લું ભારે છે ! કવિતા ત્યાં જ બને છે ! સુંદર વાતને સુંદર -માર્મિક રીતે વ્યક્ત કરવા બદલ જયશ્રીબેનને આજે બેવડા અભિનંદન આપવા જ પડે ! – ભરત ત્રિવેદી

  17. lata hirani said,

    September 6, 2012 @ 7:54 AM

    ખુબ સુન્દર રચના
    જન્મદિવસની વધામણી

  18. મીના છેડા said,

    September 6, 2012 @ 10:03 AM

    પ્રિય જયશ્રીને મોડાં મોડાં પણ મીઠાં અભિનંદન !

  19. Rasila Kadia said,

    September 6, 2012 @ 12:57 PM

    ંજન્મ દિવસનિ શુભ કામના

  20. Jayshree said,

    September 9, 2012 @ 3:58 AM

    સહુ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment