માતૃભાષા – પન્ના નાયક
આપણને
જે ભાષામાં સપનાં આવે
એ
આપણી માતૃભાષા.
મને
હજીય ફિલાડેલ્ફીઆમાં
સપનાં
ગુજરાતીમાં આવે છે.
પણ
મારી આસપાસના
ગુજરાતીઓ
ઉમાશંકરની છબિ જોઈને
સતત પૂછ્યા કરે છે :
‘આ કોની છબિ છે ?’
અને
મારું સપનું નંદવાઈ જાય છે.
(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?)
– પન્ના નાયક
આટલા વરસ અમેરિકામાં રહીને અમને તો ભાઈ સબટાઈટલવાળા સપનાંની આદત પડી ગઈ છે. ઓરીજીનલ સપનાં કેવા હતા એ તો કોઈ વાર સપનામાં જોવા મળે તો ખરું 🙂
rajul b said,
July 4, 2012 @ 3:04 AM
નહિ તો સિતારા હોય નહીં આટઆટલા
કોઈ વિરાટ સ્વપ્નાના ચૂરા થયા હશે..
વિવેક said,
July 4, 2012 @ 8:50 AM
સુંદર !
pragnaju said,
July 4, 2012 @ 11:00 AM
સ રસ
મારું સપનું નંદવાઈ જાય છે
ત્યારે ઉદાસ થવાય અને
તેમની જ રચના યાદ આવી
હું ઉદાસ છું
કારણ કે મધ્યાહ્મે સૂર્ય આથમી ગયો છે
કારણ કે ઘાસ પીળું પડી ગયું છે
કારણ કે પતંગિયાં ઊડી ગયાં છે
કારણ કે ફૂલો કરમાઈ ગયાં છે
કારણ કે વૃક્ષોનાં પાંદડાં જમીન પર પડયાં છે
કારણ કે ભીંજવ્યા વિનાનો વરસાદ વરસે છે
કારણ કે અંધારું છવાતું જાય છે
કારણ કે દીવાલો પડું પડું થાય છે
કારણ કે વિચારોનું વાવાઝોડું ત્રાટકે છે
કારણ કે અનેક પ્રશ્નો સળવળે છે
કારણ કે દલીલોની ભુલભુલામણી છે
કારણ કે મન ભૂલું પડયું છે
કારણ કે સ્મરણોની વણજાર આંખે ઊભરાય છે
કારણ કે બોદા શબ્દોથી હોઠ એંઠા થયા છે
કારણ કે રાહ જોતા પગ ખોટા પડી ગયા છે
કારણ કે તણખલું ડૂબી ગયું છે
કારણ કે સપનાં નંદવાઈ ગયાં છે.
PRAHELADPRAJAPATI said,
July 13, 2012 @ 10:43 PM
બોદા શબ્દોથી હોઠ એંઠા થયા છે સુન્દર અતિ સુન્દર્
HariK Patel said,
May 4, 2013 @ 10:21 AM
અમારે અહિયો લ્ન્ડ્ન્મા પ્ણ્
સ્વ્પ્નો આવે છે ગુજ્લિશ્મા
અને ક્યારે ક્યારે સ્વાહિલિ
ઊમેરા ત્યારે તો સ્વ્પ્ના
આવે ખિચ્ડિશ્મા