એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.

શેખાદમ આબુવાલા

દીવો ધરી બેઠાં – દિવ્યા રાજેશ મોદી

અમે તો આંખમાં વરસાદના વાદળ ભરી બેઠાં,
અચાનક સ્નેહના આવેશમાં આ શું કરી બેઠાં ?

સવારે સૂર્યને થોડો અમે અસ્વસ્થ જોયો’તો,
અહીં તેથી જ તો આકાશને દીવો ધરી બેઠાં !

હજી ઝાકળના કૂણાં સ્પંદને ઝળકી રહ્યાં’તાં જે,
પ્રખર તડકાના તીખા તેજમાં ફૂલો ખરી બેઠાં !

તમારી ખાસિયત છે કે તમે મરજી મુજબ જીવો,
અમે મરજીથી મળતાં મોત માટે કરગરી બેઠાં !

કદી જ્વાળામુખી જેવી બળતરા ભીતરે ઊઠી,
અને પાંપણ ઉપર બે આંસુ આવીને ઠરી બેઠાં !

– દિવ્યા રાજેશ મોદી

કવિ અને કવયિત્રી, પુરુષ અને સ્ત્રી – આ બંનેના ઊર્મિજગતમાં જમીન-આસમાનનો ફરક હોવાનો જ. સ્ત્રીની સંવેદના કેટલી સૂક્ષ્મ હોઈ શકે એ જોવું હોય તો આ ગઝલના બીજા અને છેલ્લા શેર પર નજર નાંખો. સૃષ્ટિ આખીના કેન્દ્રબિંદુ સમો સૂર્ય જરા જેટલો વ્યાકુળ લાગે એવામાં દીવો ઓફર કરી બેસે એ માત્ર સ્ત્રી જ હોઈ શકે. કૃષ્ણની ટચલી આંગળી અને ગોવાળિયાની લાકડીઓના ટેકા યાદ આવી જાય. છેલ્લો શેર પણ એક સ્ત્રીના ચિત્તતંત્રમાંથી જ સંભવી શકે…. સૂર્ય અને દીવાની જેમ અહીં જ્વાળામુખી અને બે બુંદ આંસુ બ-ખૂબી juxtapose કરવામાં આવ્યાં છે !

11 Comments »

  1. હિમ્મત said,

    October 10, 2013 @ 2:03 AM

    વાહ્

  2. Manubhai Raval said,

    October 10, 2013 @ 4:08 AM

    કદી જ્વાળામુખી જેવી બળતરા ભીતરે ઊઠી,
    અને પાંપણ ઉપર બે આંસુ આવીને ઠરી બેઠાં !
    વાહ ખુબજ સરસ

  3. suresh shah said,

    October 10, 2013 @ 5:34 AM

    બહુ સરશ્ તજ્ગિ સભર નવિ ગઝલ
    ોન્ગ્ત્રતેસ્
    કેીપ ઇત ઉપ અલ્લ થે બેસ્ત્.

  4. કિરણસિંહ ચૌહાણ said,

    October 10, 2013 @ 9:53 AM

    મનમોહક ગઝલ. વાહ દિવ્યાબેન !

  5. Swati said,

    October 10, 2013 @ 11:23 AM

    તમારી ખાસિયત છે કે તમે મરજી મુજબ જીવો,
    અમે મરજીથી મળતાં મોત માટે કરગરી બેઠાં ! વાહ!! એકે એક શેર લાજવાબ..અભિનન્દન.

  6. rasikbhai said,

    October 10, 2013 @ 11:32 AM

    આકાશ ને દિવો ધરિ ને દિવ્યાબેન તમે દિલ મા અજ્વાલુ કરિ દિધઉ .બહોત ખુબ્.

  7. Maheshchandra Naik (Canada) said,

    October 10, 2013 @ 3:28 PM

    સરસ ગઝલ્ અભિનદન………………..

  8. sudhir patel said,

    October 11, 2013 @ 3:56 PM

    સુંદર ગઝલ! ચોથા શે’રની ખુમારી કાબિલે-દાદ છે!!
    સુધીર પટેલ.

  9. Harshad Mistry said,

    October 11, 2013 @ 9:18 PM

    Divyaben,
    Bahut Khub!! This will stay in my collection forever.
    One of the best.

  10. rekha said,

    October 14, 2013 @ 3:53 AM

    તમારી ખાસિયત છે કે તમે મરજી મુજબ જીવો,
    અમે મરજીથી મળતાં મોત માટે કરગરી બેઠાં !….વાહ વાહ સ્ત્રી ના મનોજગત નુ આબેહુબ ચિત્ર્…

  11. Sandhya Bhatt said,

    November 12, 2013 @ 10:05 AM

    વાહ્..દિવ્યાબેન….માણવા ગમે તેવા સંવેદનો….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment