ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?
કૃષ્ણ દવે

અમારા વૉર્ડન – આલ્બ્રેશ્ટ હૌસહૉફર (અનુ. વિવેક મનહર ટેલર)

અમારા જેલવાસનો હવાલો જેમના હાથમાં સોંપવામાં આવ્યો છે એ વૉર્ડન સારા વ્યક્તિઓ છે. એમની રગોમાં ખેડૂતોનું લોહી છે. પોતાના ગામડાંઓના રક્ષણથી વિચ્છિન્ન થઈ અજાણ્યા, ન સમજી શકાય એવા વિશ્વમાં તેઓ આવી પડ્યા છે.

તેઓ ભાગ્યે જ બોલે છે. ફક્ત એમની આંખો જ સમય સમય પર વિનમ્રતાથી બોલે છે, જાણે કે જે વાત તેમનું હૃદય કદી અનુભવવા તૈયાર નહોતું એ તેઓ જાણવા ન માંગતા હોય – માતૃભૂમિનું એ દુર્ભાગ્ય જે તેઓની છાતી પર ચડી બેઠું છે.

એ લોકો ડનુબેના પૂર્વીય વિસ્તારોમાંથી આવે છે જે યુદ્ધના કારણે ક્યારના નાશ પામી ચૂક્યા છે. એમના પરિવારોમાં કોઈ જીવતું બચ્યું નથી. એમની માલ-મત્તા બધું જ સાફ થઈ ગયું છે.

કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ ચુપચાપ કામ કરે છે. કેદીઓ છે – તેઓ પણ ! પણ શું એ લોકો આ સમજી શક્શે ? આવતી કાલે ? પછીથી ? કદી પણ ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી અનુ: એમ. ડી. હેર્ટર નોર્ટન)
(અનુ. વિવેક મનહર ટેલર)

*

મૃત્યુનો અનુભવ ફર્સ્ટ હેન્ડ કોઈ કહી શકતું નથી પરંતુ મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં રાવજી પટેલ અને જગદીશ વ્યાસના કાવ્યો આંગણે આવી ઊભેલા મૃત્યુના રંગોથી રંગાયેલા જોવા મળે છે. જર્મન ભૂગોળવિદ્ આલ્બ્રેશ્ટ હૌસહૉફર નાઝીઓ સામેના વિરોધના કારણે બર્લિનના મુઆબિત જિલ્લાની જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા હતા ત્યારે માંડ મળી શકેલા કાગળો પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા.. 23 એપ્રિલ, 1945ના રોજ સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો ત્યારે જેલના અધિકારીઓએ કેદીઓને છોડી મૂક્યા પણ જેલની બહાર જ સૈનિકો એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગોળી મારી દેવામાં આવી. ત્રણ અઠવાડિયા પછી કવિના નાના ભાઈને એમનું શબ જડ્યું ત્યારે કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખો દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામે લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે…

*

આ સૉનેટ વાંચો. રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળીએ કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે ! છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

9 Comments »

  1. PUSHPAKANT TALATI said,

    June 9, 2012 @ 5:53 AM

    I am really unable to understand this .
    I would like to request the learned reader or any other visitor to through LIGHT on this translation and or on original KRUTI
    Shri Vivekbhai may also enlarge this by giving regerence to the back-ground or which we call ‘PURVAAPAR SAMBANDH” in Gujarati.
    Thanks in anticipation.

  2. Rasila Kadia said,

    June 9, 2012 @ 8:08 AM

    નાઝેીનેી વાતો તો ખુબ જ જાનેી પન આ તો અદ્ભુત ચ્હે

  3. Rasila Kadia said,

    June 9, 2012 @ 8:14 AM

    મને કહોને કે ગુજરાતિમા ચ (મહાપ્રાન)-ન(મુર્ધન્ય વગેરે કેવેી રેીતે લખાય?

  4. વિવેક said,

    June 9, 2012 @ 8:49 AM

    @ Rasila Kadia:

    ગુજરાતીમાં ‘ણ” ટાઇપ કરવા માટે કેપિટલ N ટાઇપ કરશો…

  5. pragnaju said,

    June 9, 2012 @ 10:30 AM

    કદાચ તેઓ હજી પણ જિંદગીની કોઈ એક નિશાનીની પ્રતીક્ષામાં છે. તેઓ ચુપચાપ કામ કરે છે. કેદીઓ છે – તેઓ પણ ! પણ શું એ લોકો આ સમજી શક્શે ? આવતી કાલે ? પછીથી ? કદી પણ ?

    વૉર્ડનને પણ કેદીઓની સ્થિતીની અસર થાય છે.તેનો અહેસાસ આપણને કરાવે છે.
    આવા વૉર્ડનોનો આપણને અનુભવ કરાવનાર અને તેમના હક્ક અંગે રજુઆત કરનાર અધિકારીઓ અને સંતો છે જેમણે જેમણે કેદીની શારીરિક એવં માનસિક સ્થિતી સુધારી છે.અમે બળેવ જેવા તહેવારોની જેલમા ઊજવણી કરતા ત્યારે ઊપહારમા મળેલા આંસુ અમારી અયસ્માત…

  6. મીના છેડા said,

    June 10, 2012 @ 9:26 AM

    વેધક વાતને સહજ ભાષામાં સમજાવીને લોકો સમક્ષ મૂકવી એ સહજ નથી હોતું પણ અહીં વિવેક સહજ અનુવાદની સાથે મૂકેલ ટિપ્પણી આખા વાતાવરણને આપણી સમક્ષ ઊભું કરી દેવામાં સફળ થયા છે.

    આ સોનેટ વિશે કદાચ ક્યારેય ન જાણત …. એક સમયને આટલી વેધકતાથી ઊભું કરનાર મૂળ લેખકની દાદ લંબાઈને અનુવાદક સુધી

  7. વિવેક said,

    June 11, 2012 @ 7:37 AM

    પ્રસ્તુત કવિતા કે કવિની પૃષ્ઠભૂ ખબર ન હોય તો પણ આ કવિતા સ્પર્શી જાય એવી છે… દૂર પૂર્વના ગામો જે યુદ્ધમાં સાવ સાફ થઈ ચૂક્યા છે ત્યાંના પરિવારવિહોણા થઈ ગયેલા અધિકારીઓ જેલમાં કેદીઓની રખેવાળી કરવા માટે વૉર્ડન તરીકે નિમાયા છે. પ્રત્યક્ષરૂપે જોઈએ તો તેઓ આઝાદ છે પણ એ વૉર્ડનની આઝાદીમાં છુપાયેલી કેદ અહીં કેદી-કવિની નજરે ચડે છે…

  8. nehal said,

    June 14, 2012 @ 2:12 AM

    Thank you; Vivek for sharing such a wonderful poem

  9. Jignasa said,

    June 14, 2012 @ 1:32 PM

    સુન્દર કવિતા.આભર્…….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment