ગઝલ – કવિતા મૌર્ય
મૌન છળતું હોય છે,
ક્યાં ઉઘડતું હોય છે.
ફૂલસમ એકાંતમાં,
કોઇ રડતું હોય છે.
આ ધબકની શી વ્યથા?
શેં ધબકતું હોય છે?
એક ચાહક દિલમહીં,
નામ રટતું હોય છે.
કોણ છે? આ યાદમાં,
કેમ ભમતું હોય છે ?
કંટકો આગળ કદી,
ફૂલ નમતું હોય છે?
– કવિતા મૌર્ય
શબ્દનો અર્થ ન ઉઘડવાની ફરીયાદ તો ઘણી વાર કવિતામાં આવે છે. પણ અહીં તો મૌન ઉઘડતું ન હોવાની વાત છે. દિલ શા માટે હંમેશ ધડકતું હોય છે એ સવાલ કોઈ કવિને પૂછો તો શું ઉત્તર મળે ? – એ તો પ્રિયજનનું નામ રટતું હોય છે ! ને છેલ્લો શેર તો ગઝલનો સરતાજ શેર છે. કાંટા અને ફૂલનો સંબંધ અસંખ્ય વાર કવિતાઓમાં ખેડાયો છે. છતાં ય કવિ અહીં એક નવી વાત કરવામાં સફળ થયા છે. લયસ્તરોને આ ગઝલ મોકલવા માટે આભાર.
Hiral Thaker - 'Vasantiful' said,
July 23, 2007 @ 4:15 AM
ેVery nice gazal…..!!!
“કંટકો આગળ કદી,
ફૂલ નમતું હોય છે?”
વિવેક said,
July 23, 2007 @ 9:32 AM
ટૂંકી બહેરની મજાની ગઝલ… છેલ્લો શે’ર સાચે જ શિરમોર થયો છે. કાંટાઓ ભલે ને ગમે એટલા રૂક્ષ હોય, ફૂલ કદી ખીલવાનું છોડતું નથી…. સાચો સજ્જન કદી દુર્જનો આગળ નમતો નથી…
Urmi said,
July 24, 2007 @ 3:45 PM
સુંદર ગઝલ!
કંટકો આગળ કદી,
ફૂલ નમતું હોય છે?
સાચે જ… થોડા જ શબ્દોમાં દિવ્ય સંદેશ!
Sandhya Bhatt said,
December 4, 2008 @ 11:10 AM
નાજુક,નમણી,લચીલી ગઝલ આપવા માટે આભાર
niyati said,
August 16, 2011 @ 11:52 AM
સુદર ગઝલ્