યુવા ગૌરવ : ૨૦૧૧ : અંકિત ત્રિવેદી
*
ડાળ પરથી કોક ચૂંટી લો હવે,
એક ભમરો છો પડે ભૂલો હવે.
ક્યાં સુધી અકબંધ રહેવાના તમે?
કોઈ પણ રીતે ફરી ખુલો હવે.
કોણ દે છે ડંખ આપણને વધુ ?
બોલ, કાંટા કે પછી ફૂલો હવે ?
શહેરનો ઇતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.
જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?
-અંકિત ત્રિવેદી
આજે બારમી તારીખે કવિ અંકિત ત્રિવેદીને વર્ષ 2011નો યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો… આ પ્રસંગે લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ…
Rina said,
April 13, 2012 @ 12:56 AM
જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?ૃ Great…. And many congratulations to Ankit Trivedi
pragnaju said,
April 13, 2012 @ 3:00 AM
બધાં જ સ રસ શેર
આ વધુ ગમ્યા
કોણ દે છે ડંખ આપણને વધુ ?
બોલ, કાંટા કે પછી ફૂલો હવે ?
શહેરનો ઇતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.
અભિનંદ અને હાર્દિક શુભકામના
પુરસ્કાર આટલો બધો આટલો બધો મૉડો કેમ ?
વિવેક said,
April 13, 2012 @ 7:31 AM
ગયા વરસે છેલ્લા ચાર વર્ષના પુરસ્કાર એક સાથે આપવામાં આવ્યા હતા…
🙂
vijay shah said,
April 13, 2012 @ 8:02 AM
અભિનંદન્
Pravin Shah said,
April 13, 2012 @ 8:35 AM
કવિને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ…
Gaurav said,
April 13, 2012 @ 9:39 AM
વાહ….
સુનીલ શાહ said,
April 13, 2012 @ 9:42 AM
ખૂબ ખૂબ અભિનંદન…અંકિતભાઈ…!
શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,
April 13, 2012 @ 11:11 AM
વાહ અંકિતભાઈ વાહ!
Dilipbhai Shah said,
April 13, 2012 @ 1:01 PM
Wonderful…. Excellent for your excellence … Wish you all the best of global awards awaiting for ANIKITBHAI TRIVEDI.
Simply SUPERB…
Keep It Up….
Janak Dave said,
April 13, 2012 @ 1:57 PM
Proud to be a GUJARATI ..for excellent writeups..GOD BE WITH YOU ALWAYS..
Janak
Manubhai Raval said,
April 13, 2012 @ 2:18 PM
કોણ દે છે ડંખ આપણને વધુ ?
બોલ, કાંટા કે પછી ફૂલો હવે ?
અન્ગત સિવાય કોણ હોય ?
Sudhir Patel said,
April 13, 2012 @ 2:58 PM
સુંદર ગઝલ સાથે કવિશ્રીને હાર્દિક અભિનંદન!!
એટલું સારું છે કે એ હજી યુવાન છે ત્યારે જ એમને ‘યુવા ગૌરવ’ પુરસ્કાર મળી ગયો!!
સુધીર પટેલ.
Darshana Bhatt said,
April 13, 2012 @ 10:19 PM
અભિનન્દન્…..
ડૉ.મહેશ રાવલ said,
April 14, 2012 @ 1:49 AM
કવિ શ્રી અંકિત ત્રિવેદીને વર્ષ 2011નો યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો…એ બદલ
કવિશ્રીને પુરસ્કાર મેળવવા બદલ અભિનંદન અને ચયન કર્તાઓને, સમયસર અને યોગ્ય વ્યક્તિ વિશેષને ચયન કરવા બદલ અભિનંદન….!
munira said,
April 14, 2012 @ 7:31 AM
very nice! and congrats ankitbhai.
Ronakk Patel said,
April 15, 2012 @ 1:48 AM
બઉ જ સરસ, અભિનંદન…ગુજરાતિ ભષા ના તમે ભાવિ તારણહાર છૉ
Lata Hirani said,
April 15, 2012 @ 7:06 AM
અભિનન્દન અને શુભકામનાઓ અમારા તરફથી પણ….
Sandhya Bhatt said,
April 15, 2012 @ 7:55 AM
વાહ્…વાહ્….એક પછી એક સિધ્ધિઓ મેળવવા માટે અમારા હાર્દિક અભિનંદન….
રાકેશ ઠક્કર, વાપી said,
April 16, 2012 @ 5:04 AM
ખૂબ ખૂબ અભિનંદન…અંકિતભાઈ…!
કોણ દે છે ડંખ આપણને વધુ ?
બોલ, કાંટા કે પછી ફૂલો હવે ?
sagar said,
January 18, 2013 @ 2:39 AM
વાહ