‘ડોટ કોમ’ના રંગે રંગાયા કવિશ્રી રાજેન્દ્ર શુકલ
કવિશ્રી રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી સાહિત્યમાં ‘લિવિંગ લેજંડ’ છે. સફેદ દાઢીને કારણે કવિ પહેલી નજરે ઋષિ-સમાન લાગે છે અને એ વાત મહદ અંશે સાચી પણ છે. એમનો શબ્દ હંમેશા કેટલીય ચાળણીથી ચળાઈ ને આવતો હોય એવું દેખાઈ આવે છે. ગુજરાતી ગઝલને તો એમણે એકલા હાથે નવી દિશા બતાવી છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં કોઈ પુરસ્કાર એવો નથી જે એમને અર્પણ ન થયો હોય.
એમના ચાહકોએ મળીને એમના વિષે સરસ વેબસાઈટ રાજેન્દ્રશુક્લ.કોમ બનાવી છે. વેબસાઈટ હજુ શરૂઆતની અવસ્થામાં છે. તરત દેખાઈ આવે છે કે વેબસાઈટ કવિશ્રી રાજેન્દ્ર શુક્લના નામને શોભે એવી સુંદર બની છે. એમાં કવિના પરિચય અને બીજી ઔપચારિક માહિતી ઉપરાંત કવિના પોતાના કંઠે કવિતા તમે સાંભળી પણ શકો છો. કવિના અવાજમાં એમની કવિતાના ધ્વનિમુદ્રણને સી.ડી.ના રૂપમાં તમે ખરીદી પણ શકો છો. આગળ જતા આ વેબસાઈટ પર ઘણી વધુને વધુ સામગ્રી મૂકવાની યોજના છે.
વિવેક said,
July 11, 2007 @ 9:55 AM
સુંદર વેબસાઈટ… યોગ્ય માવજત કરવામાં આવશે અને જે-જે લાક્ષણિક્તાઓ સાઈટ પર દેખાઈ રહી છે એને પ્રતિબદ્ધતાથી ઓપ આપવામાં આવશે તો આ સાઈટ આપણી ભાષાનું અમૂલ્ય ઘરેણું બની રહેશે…
પંચમ શુક્લ said,
June 1, 2009 @ 4:04 PM
‘કવિતા તો જિવાતાં જીવનનો હિસ્સો છે’ – દિવ્યભાસ્કરમાં પ્રગટ થયેલ કવિ સાથેની અંતરંગ મુલાકાતઃ-
http://www.divyabhaskar.co.in/2009/04/15/0904151747_kavita_be_capable_being_alive_life_division.html
શિવાજી રાજપુત said,
September 5, 2016 @ 9:00 AM
અફસોસ આજે એ લિંક પર ક્લિક કરતાંં મળી નહી!
શક્ય હોય તો ફરી થી કાર્યરત થાય એવા પ્રયત્નો થશે તો ગમશે!
આભાર!
વિવેક said,
September 6, 2016 @ 2:13 AM
@ શિવાજી રાજપૂત :
લાગે છે કે એ વેબસાઇટ હવે કાર્યરત્ નથી રહી….