વરસે ફોરાં – ગુલામ મોહમ્મદ શેખ
વરસે ફોરાં, આજ ફરી પાછાં વરસે ફોરાં,
આજ પ્રિયે ! પાછાં વરસે ફોરાં,
જેમ વિદાયની વેળ ઝમ્યાં’તાં નેણ તારાં બે શામળાં ગોરાં !
આજ ફરી પાછાં વરસે ફોરાં.
કંઠને ભીડી બાથ તારા હાથ વળગ્યા’તા, ભોળી !
ને પગ નીચેની ધૂળમાં કેવી બેઠી હતી તું નેણવાં ઢોળી !
સૌરભભીની રેણ ને આપણા ભીંજતાં’તાં બેય કાળજે-કોરાં !
ઢળું ઢળું તારી પાંપણો જેવી આખરી ટીપું ખાળતાં ચૂકી,
નખરાળી ત્યાં એક સૂકી લટ ઉપરથી જાણે ઝીલવા ઝૂકી !
મૌનનાં ગાણાં ગાઈ થાકેલા હોઠ તારા જ્યાં ઊઘડ્યા કે
મેં હળવે કેવા પી લીધા’તા વેણ-કટોરા !
આજ ફરી પાછાં વરસે ફોરાં.
મનને મારે ખોરડે આજેય ચૂવતી જાણે આંખડી તારી,
(ને) ધીમે ધીમે જાણે વચલી વેળની ધૂળ ધોવાતી જાય અકારી;
આપણો મેળ એ નેણને નાતે
વેણ ઠાલાં શીદ વાપરી કે’વું − આવજો ઓરાં !
− ગુલામ મોહમ્મદ શેખ
વરસે ફોરાં. વરસે આંખ. વિદાયટાણાની વાત. શબ્દ-સુકા હોઠ. તાજા ફોરાં-સમ વેણ. ને નેણનો નાતો. – આ ગીતનું ભાવવિશ્વ જ એટલું મીઠું છે કે પરાણે ગમી જાય.
rajul b said,
March 6, 2012 @ 2:27 AM
ખરુ કહ્યું..પરાણે ગમી જાય એવુ ગીત છે..
કઈ પંક્તિ વધારે મીઠી લાગી એ જો કહેવા બેસું તો આખ્ખુ ગીત અહીં copy paste કરવુ પડશે..
vineshchandra chhotai said,
March 6, 2012 @ 7:23 AM
હલ્વે પિધા ………….ગિત્નિ લહેક બહુજ પ્રિય , માસુકના ગાલો પર નજર …………..બહુજ સુન્દેર ………………..ધન્યવાદ ……….કવિ નો પરિચય ???
Suresh Parmar 'Soor' said,
March 6, 2012 @ 12:02 PM
majanu geet-bhav thee bhinu ane tarbatar kre evun.
pragnaju said,
March 7, 2012 @ 1:20 AM
મનને મારે ખોરડે અાજેય ચૂવતી જાણે અાંખડી તારી,
(ને) ધીમે ધીમે જાણે વચલી વેળની ધૂળ ધોવાતી જાય અકારી;
મધુર ગીતની મીઠા ફોરાં જેવી આ પંક્તીઓ હ્રુદયને ભીંજવી ગઇ.
યાદ આવે યામિનીની આ પંક્તીઓ
બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે
આજનો માણસનો સંબંધો વચ્ચે આવતા અંતરાયોના પડળ ભેદવાની શુભનિષ્ઠા જતી ન કરો, તો માણસના હૃદયની ભીનાશ અને જળધારાના તમે દર્શન કરી શકો. એટલે આજનો માનવી લાગણી શૂન્ય બનતો જાય છે એ અંશત: સાચું છે, પણ આ વધુ સાચું
અાપણો મેળ એ નેણને નાતે
વેણ ઠાલાં શીદ વાપરી કે’વું − અાવજો અોરાં !
જેસલમેર અને સ્વજનને પત્રની જેમ આ રચના જ ગુલામમોહમ્મદ શેખ ના પરિચયસમ છે
Dhruti Modi said,
March 7, 2012 @ 4:06 PM
સુંદર ગીત.
Toral Patel said,
August 18, 2020 @ 8:27 AM
કયા સંગ્રહમાંઆ રચના છે,તે જણાવવા વિનંતિ.
વિવેક said,
August 18, 2020 @ 8:51 AM
@ તોરલ પટેલઃ
આ ગીત ધવલે પોસ્ટ કર્યું હતું. એને પુછી જોઇશ. પણ મોટાભાગે કોઈ સંગ્રહમાંથી આ રચના નહીં લેવાઈ હોય એમ હું માનું છું. કોઈક સંપાદનમાંથી કે સામયિકમાંથી આ રચના મળી હોવાની શક્યતા વધારે છે.
આભાર.