દાવો -પન્ના નાયક
ના, ના, ના.
હું
કવિતા લખવાનો દાવો નથી કરતી.
હું તો
મારાં સ્તનો નીચેના
પિંજરામાં પૂરાયેલા શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું ગગનમાં…
ના, ના, ના.
હું
કવિતા લખવાનો દાવો નથી કરતી.
હું તો
મારાં સ્તનો નીચેના
પિંજરામાં પૂરાયેલા શબ્દોને
પાંખો આપી
વિહરતાં મૂકું છું ગગનમાં…
RSS feed for comments on this post · TrackBack URI
Pushpakant Talati said,
February 24, 2012 @ 5:29 AM
ખબર ન મને કે કેમ એવું લાગે છે
કે આ આછાંદસ આસ્વાદ વગર બેહુદુ લાગે છે.
તો કોઈ પોતાના મનોવિચાર અને અર્થ-વિસ્તાર થી explain કરે તો તે મારા જેવા ને આ રચના સમજવામાં મદદ રુપ થઈ શકે.
મારી કુંઠિત સમજ ને કારણે ન સમજાવાથી આ રચના બાબત કોઈ પણ અભિપ્રાય આપવો મારા માટે યોગ્ય નથી તેથી હું કોઈ પણ coment આપતો નથી.
લયસ્તરોનાં દરેક ને આ બાબત યોગ્ય કરવા વિનંતિ.
Retd.prof.v.c.sheth said,
February 25, 2012 @ 6:31 AM
નથી હું કવિ કે નથી હું લેખક,
સ્વપ્નવિહારી આમ આદમી છુ
જોઈ ખાલી ખોળિયુ
હેરમાં આવ્યો કદાચ,
કોઇ કવિ જીવ, ને
હેરાન કરે છે તમને,
મોકલી કવિતા ઇમેઇલથી.
ઉતારું છું,
કાગળના ફલક પર,
ઉરમાં જે અંકુરીત થયું,
બીજની જેમ.
સન્ત , નથી કરતો દાવો,
કવિત્વનો કે મુર્ધન્ય કવિનો,
કે કવિશ્વર હોવાનો,
હું તો એક આમ આદમી છુ.
સહ્યો છે તમે મને,
સહનશીલ છો,
અહેસાન મંદ છુ,
આપનો,
આમ આદમી છુ.
વિવેક said,
February 26, 2012 @ 1:30 AM
સાવ નાની અમથી આ કવિતા મારી દૃષ્ટિએ કોઈ વિવેચન કે આસ્વાદની મહોતાજ નથી છતાંય…
કવિતાની શરૂઆત ત્રણ નકારથી થાય છે. ના, ના, ના… એક નાથી કામ ચાલી જાય એવા સંજોગોમાં આ ત્રણવારનો સળંગ નકાર કવિની દૃઢ મનોદશા અને પોતે જે કહેનાર છે એ વાતમાં પોતાના સનાતન અવિચલ વિશ્વાસનો દ્યોતક છે.
કવયિત્રીને બહુ સરળ વાત કહેવી છે. એમનો દાવો છે કે એ કવિતા નથી કરતાં. જ્યારે કવિતામાં આ ચોથીવારનો નકાર પ્રવેશે છે ત્યારે જ ભાવકને ઈંગિત થઈ રહે છે કે આ નકાર- આ નન્ના ખોટા છે… અને કવિતામાં કંઈક નક્કર આવનાર છે…
સ્તનો નીચેના પિંજરામાં ક્યાં હૃદય હોય ક્યાં ફેફસાં… ક્યાં લોહી હોય ક્યાં હવા… બંને જીવન માટે અનિવાર્ય… પણ કવયિત્રીના છાતીના પિંજરામાં શબ્દો છે.. શબ્દ જ એમનું લોહી, શબ્દ જ એમની હવા.. શબ્દ જ એમનું હૃદય, શબ્દ જ એમનાં ફેફસાં… અહીં આ સાધારણ નકારની સ્વગતોક્તિ કવિતાનું સ્વરૂપ બને છે. કવિનો શબ્દ આમ આદમીના શબ્દથી અહીં જુદો પડે છે…
અને કવિ શું કામ કરે છે? એ આ લોહીને વહેતું રાખે છે કે હવાને ફરતી રાખે છે? ના, કવિ કશું જ પોતાની ગૂંઠે રાખતા નથી… જે એમના જીવન-નિર્વાહની વસ્તુ છે એ જ શબ્દોને પણ એ પાંખ આપીને આકાશમાં ખુલ્લા છોદી દે છે… કવિ પોતાનું લોહી-પોતાનો શ્વાસ પણ કલમની પાંખે કાગળના આકાશમાં મુક્ત કરી દે છે.,..
એ જ એનું જીવન છે… અને એટલે જ કવયિત્રીનો હું કવિતા કરતી જ નથીના દાવાનો ચચ્ચારવારનો નકાર કાવ્યાંતે એક સુખદ અનુભવ સાથે હકાર બની રહે છે…
pragnaju said,
February 26, 2012 @ 4:57 AM
ખૂબ સુંદર
અને વિવેકનો એથી મધુરો રસાસ્વાદ
હોઠ પર રમી રહ્યા છે ગાલીબના
રગોમેં દૌડતે ફીરને કે હમ નહીં કાયલ
જબ આંખસે હી ના ટપકા તો લહુ ક્યા હૈ
હરેક બાત પે કહેતે હો કી તુ ક્યા હૈ
તુમહી કહો યે અંદાઝે ગુફ્તગુ ક્યા હૈ
હું તો
મારાં સ્તનો નીચેના
પિંજરામાં પૂરાયેલા શબ્દોને
કવયિત્રીને સ્તન જેવા શબ્દ વાપરવાનો સંકોચ નથી !
HATIM THATHIA said,
February 26, 2012 @ 4:59 PM
બહુ મોદિ પદિ આ કવિતા કહોને અચ્હન્દસ !!! શુક્લ, લાભશન્કર થાકર મોદિ અને રવજિ પતેલ જ્આરે
રે માસિક પ્રસિદ્ધ કર્તા હતા ત્યારે આ ગતકદુઉન ચાલિ જતે બોલ્યુન ચાલ્યઉ માફ હાતિમ કોન્ગઓ